ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah Gujarat Visit: અમિતભાઈ શાહ ગુજરાતને આપશે વિકાસકાર્યોની મોટી ભેટ

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તથા 5થી લઈને 7 ડિસેમ્બર 2025 સુધી વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. તેમાં ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં કાર્યક્રમો યોજાશે. 5 ડિસેમ્બરે ગાંધીનગરમાં કોર્પોરેશનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમો છે. જેમાં કોર્પોરેશન સંચાલિત તળાવો અને બગીચાઓનો ઉદ્ધાટન સમારોહ તથા વિવિધ કાર્યક્રમોમાં અમિતભાઈ શાહ લોકો સાથે સંવાદ કરશે.
09:09 AM Dec 05, 2025 IST | SANJAY

AmitShah_Gujarat_first

6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ

6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ તેમજ બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે. તેમજ બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની પણ મુલાકાત લેશે. તથા બનાસકાંઠાના મહિલા દૂધ ઉત્પાદકો સાથે પણ સંવાદ કરશે. તેમજ 7 ડિસેમ્બરના રોજ અમદાવાદીઓને પણ વિકાસ ભેટ આપશે. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદમાં વિવિધ લોકાર્પણ કરશે.

થલતેજમાં 861 EWS આવાસનું અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ

થલતેજમાં 861 EWS આવાસનું અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ થશે. સરખેજ અને બોડકદેવમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ થશે. તથા ગોતામાં મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે.

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે. તથા નવનિર્મિત વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે અને નવા વાડજમાાં 350 EWS આવાસનું લોકાર્પણ કરશે. સાથે જ ગોતામાં વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તકનું વિમોચન થશે. તેમજ BAPS દ્વારા આયોજિત પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ભાગ લેશે.

આ પણ વાંચો: Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

Tags :
AhmedabadAmit ShahAmit Shah Gujarat VisitGujaratUnion Home Minister
Next Article