Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amit Shah in Gandhinagar: અમિતભાઈ શાહનું બંગાળ પર મોટું નિવેદન, કહ્યું- 'TMC ના સૂપડા સાફ કરી નાખ્યા'

Amit Shah in Gandhinagar: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) ના બે દિવસીય ગુજરાત પ્રવાસ (Gujarat visit) દરમિયાન ગાંધીનગર (Gandhinagar) સંસદીય મતવિસ્તારમાં અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
amit shah in gandhinagar  અમિતભાઈ શાહનું બંગાળ પર મોટું નિવેદન  કહ્યું   tmc ના સૂપડા સાફ કરી નાખ્યા
Advertisement

Amit Shah in Gandhinagar: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) ના બે દિવસીય ગુજરાત પ્રવાસ (Gujarat visit) દરમિયાન ગાંધીનગર (Gandhinagar) સંસદીય મતવિસ્તારમાં અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અમિતભાઈ અને મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્ય સાથે બપોરનું ભોજન લીધું

પોતાના પ્રવાસ દરમિયાન અમિતભાઈ શાહે એક સાદગીપૂર્ણ વાતાવરણમાં સોનીપુરના પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના નિવાસસ્થાને મુખ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સાથે બપોરનું ભોજન લીધું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે તળાવના બ્યુટીફિકેશન (Beautification) સહિતના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું, જે સ્થાનિક સ્તરે જળ સંચય અને પર્યાવરણના સુધારામાં મદદરૂપ થશે.

Advertisement

અમિતભાઈ શાહની ગાંધીનગરને ભેટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેમના હસ્તે 340 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા. આ વિકાસકાર્યોથી ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભા વિસ્તારના નાગરિકોને મોટી રાહત મળશે.

Advertisement

ખાત્રજના કલોલમાં ઉદ્ઘાટન કાર્યક્રમ

ગાંધીનગર સંસદીય વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ખાત્રજના કલોલ ખાતે અરવિંદ ફાઉન્ડેશન (Arvind Foundation) દ્વારા નિર્મિત અત્યાધુનિક ગ્રામ પંચાયત કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત કાર્યાલય સ્થાનિક વહીવટી કામગીરીને વધુ સુગમ બનાવશે.

અમિતભાઈ શાહના હસ્તે મોટી ભોયણ પ્રાથમિક શાળાનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે ગાંધીનગરના કલોલ ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવનિર્મિત મોટી ભોયણ પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન કર્યું. આ નવી સુવિધાથી ગ્રામીણ બાળકોને આધુનિક શિક્ષણનું વાતાવરણ મળશે. લોકાર્પણ બાદ ગૃહમંત્રીએ સ્થાનિક ગ્રામજનો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને વિકાસકામોની સમીક્ષા કરી.

સભા સંબોધન દરમિયાન અમિતભાઈનું નિવેદન

અમિતભાઈ શાહે સોનીપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભા વિસ્તાર માટે રૂ. 340 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અમિતભાઈ શાહે વિશાળ જનસભાને સંબોધન પણ કર્યું હતું.

"દરેક ગામ આત્મનિર્ભર હોવું જોઈએ"

સોનીપુરમાં સભા સંબોધતાં કહ્યું દરેક ગામ આત્મનિર્ભર હોવું જોઈએ. દરેક વ્યક્તિને જીવવાનો અધિકારી હોવો જોઈએ. જે વડાપ્રધાને સુનશ્ચિત કર્યું છે. વધુમા તેમણે કહ્યું કે, અપૃશ્યતા વિરુધ્ધ સાવરકરે કામ કર્યું. અમારી ભાષાઓને સુધારવાનું કામ વીર સાવરકરે કર્યું. દલિત સમાજો માટે મંદિર અને તેમના માટે મંદિરોને ખોલવાનું કામ સાવરકરે કર્યું

બંગાળમાં સૂપડા સાફ કરી નાખ્યા: અમિતભાઈ શાહ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બંગાળમાં ભાજપની જીત પર કહ્યું કે, અમે બંગાળમાં ટીએમસીના સૂપડા સાફ કરી નાખ્યા છે. મમતા સરકારમાં ઘૂસણખોરી થતી. હવે ખુદ ઘૂસણખોરો છોડીને જવા લગ્યા છે. ચેતવણી આપી કે કાર્યવહી થાય તે પહેલા ઘૂસણખોરો ભાગી જાય.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌપ્રથમ વીર સાવરકરજીની જન્મજયંતિ નિમિત્તે તેમને ભાવભીના વંદન કર્યા હતા.

મુખ્યમંત્રીએ અમિતભાઈના નેતૃત્વની પ્રશંસા કરી

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, અમિતભાઈ શાહે દેશમાંથી નક્સલવાદ જેવી રાષ્ટ્રવિરોધી સમસ્યાઓને સફળતાપૂર્વક નાબૂદ કરી છે. સાથે જ, ગાંધીનગર સંસદીય વિસ્તારને દેશનો સર્વશ્રેષ્ઠ વિસ્તાર બનાવવાની તેમની કટિબદ્ધતાને કારણે આજે આ વિસ્તારમાં વિકાસકાર્યોની ગતિ અનેકગણી વધી છે.

"ગ્રામીણ વિસ્તારોમાં જ્ઞાનના પ્રકાશને ફેલાવવા માટે વિશેષ પ્રયાસો"

રૂ. 340 કરોડના વિકાસકાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, રાજ્ય સરકાર શિક્ષણ, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓને હંમેશા પ્રાથમિકતા આપે છે. આ દિશામાં કામ કરતા ગ્રામીણ વિસ્તારોમાં જ્ઞાનના પ્રકાશને ફેલાવવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે.

"લોકોના જીવનધોરણમાં સકારાત્મક બદલાવ આવશે"

ગ્રામીણ વિસ્તારમાં લાઈબ્રેરીઓ શરૂ કરવાના અભિયાન અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 135 જેટલી નવી લાઈબ્રેરીઓને મંજૂરી આપી છે, જેનાથી ગામડાના વિદ્યાર્થીઓને પણ શિક્ષણની ઉત્તમ સુવિધાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થશે. ગાંધીનગરમાં થયેલા આ અનેક વિકાસકાર્યોથી સમગ્ર વિસ્તારના લોકોના જીવનધોરણમાં સકારાત્મક બદલાવ આવશે તેમ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:  Amit Shah in Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદની મુલાકાતે , એકસાથે ત્રણ મોટા કાર્યક્રમો

Tags :
Advertisement

.

×