Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amit Shah Gujarat Visit: પીએમ મોદીના 12 વર્ષના શાસનની ઉજવણીનો ઘડશે નવો પ્લાન, રાજ્યસભાની ચૂંટણી અંગે મંથન

PM Modi 12 Years Governance: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ 28મીએ ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે સાંજે 4 થી 5 વાગ્યા વચ્ચે એક મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં ગુજરાતની ખાલી પડી રહેલી 4 રાજ્યસભા બેઠકોના સંભવિત ઉમેદવારો અંગે મંથન અને પીએમ મોદીના 12 વર્ષના શાસનની ઉજવણીના કાર્યક્રમો અંગે ચર્ચા થશે.
amit shah gujarat visit  પીએમ મોદીના 12 વર્ષના શાસનની ઉજવણીનો ઘડશે નવો પ્લાન  રાજ્યસભાની ચૂંટણી અંગે મંથન
Advertisement

Kamalam BJP Meeting: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ (Amit Shah) આગામી 28મી તારીખે ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ એક અત્યંત મહત્વની રાજકીય બેઠક ભાગ લેવાના છે. પ્રદેશ ભાજપના મોવડીમંડળ અને ટોચના નેતાઓ સાથે આયોજિત આ બેઠક પર હાલ સૌ કોઈની નજર ટકેલી છે.

કમલમ ખાતે સાંજે 4 વાગ્યે બેઠકનું આયોજન

મળતી માહિતી મુજબ, ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ (Kamalam) ખાતે આ હાઈપ્રોફાઈલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 28મીની સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન આ બેઠક યોજાશે. આ મિટિંગમાં પ્રદેશ ભાજપ (State BJP) ના તમામ વરિષ્ઠ નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રીના આ ટૂંકા પણ મહત્વના સત્રને લઈને કમલમ ખાતે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Advertisement

રાજ્યસભાની 4 બેઠકો અને ઉમેદવારો અંગે મંથન

આ બેઠક પાછળનો મુખ્ય એજન્ડા ગુજરાતની આગામી રાજકીય ગતિવિધિઓ છે. ગુજરાતમાંથી ટૂંક સમયમાં રાજ્યસભા (Rajya Sabha) ની 4 સીટો ખાલી પડી રહી છે. આ આગામી રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Elections) અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. ખાસ કરીને, ભાજપ તરફથી ઉતારવામાં આવનારા સંભવિત ઉમેદવારો (Probable Candidates) ના નામો અંગે આ બેઠકમાં મોટું મંથન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Advertisement

પીએમ મોદીના 12 વર્ષના શાસનની ઉજવણીની રૂપરેખા

રાજ્યસભાની ચૂંટણી ઉપરાંત, આ બેઠકમાં સંગઠનના અન્ય કાર્યક્રમો અંગે પણ વ્યૂહરચના ઘડાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) ના નેતૃત્વ હેઠળના કેન્દ્ર સરકારના 12 વર્ષના શાસનના પૂર્ણ થવા પર યોજાનારા વિશેષ કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ અહીં ચર્ચા કરવામાં આવશે. આ ઐતિહાસિક શાસનની ઉજવણીને જન-જન સુધી પહોંચાડવા માટે ભાજપ કયા પ્રકારના જનસંપર્ક કાર્યક્રમો કરશે, તેની આખરી મહોર આ બેઠકમાં લાગી શકે છે.

આ પણ વાંચો: Sola Umiya Dham: અમિતભાઈ શાહ 28 મેના રોજ ગુજરાતમાં, રામ મંદિર જેવા પથ્થરોથી લોખંડ વગર બનશે ઉમિયા માતાનું ભવ્ય મંદિર!

Tags :
Advertisement

.

×