ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-2025 નું ઉદ્ઘાટન કર્યું

કોન્ક્લેવમાં દેશભરમાંથી આવેલા સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને પોલીસી મેકર્સ એક મંચ પર જોવા મળ્યા.
01:27 PM Sep 23, 2025 IST | Vipul Sen
કોન્ક્લેવમાં દેશભરમાંથી આવેલા સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને પોલીસી મેકર્સ એક મંચ પર જોવા મળ્યા.
Amit Shah_Gujarat_first
  1. ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 નું ઉદ્ઘાટન (Amit Shah in Gujarat)
  2. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્કલેવનું ઉદ્ઘાટન
  3. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ હાજર
  4. કોન્કલેવમાં દેશભરના સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને પોલીસી મેકર્સ ઉપસ્થિત
  5. ભારતનો યુવા જોબ સીકરમાંથી હવે જોબ ક્રિએટર બની રહ્યો છે : અમિત શાહ

Gandhinagar : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત પ્રવાસ છે. ત્યારે આજે તેમણે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 નું (Startup Conclave 2025) ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel), દેશભરના સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને પોલીસી મેકર્સ ઉપસ્થિત રહ્યા છે.

દેશભરનાં સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને પોલીસી મેકર્સ એક મંચ પર

ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 નું ભવ્ય ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કોન્ક્લેવનાં ઉદઘાટન પ્રસંગે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આ કોન્ક્લેવમાં દેશભરમાંથી આવેલા સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને નીતિ ઘડવૈયાઓ (પોલીસી મેકર્સ) એક મંચ પર જોવા મળ્યા છે, જે નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો એક અનોખો પ્રયાસ હતો.

આ પણ વાંચો - Ahmedabad Seventh Day School: સેવન્થ ડે સ્કૂલ શરુ કરવાની માંગ સાથે વાલીઓ DEO કચેરી પહોંચ્યા

કોન્ક્લેવમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન પણ કરાયું

માહિતી અનુસાર, આ કોન્ક્લેવમાં 170 થી વધુ સ્ટાર્ટઅપ્સ દ્વારા તેમના નવીન ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં વિવિધ ક્ષેત્રો જેમ કે ટેકનોલોજી, હેલ્થકેર, એગ્રીટેક, ફિનટેક અને ગ્રીન એનર્જી (Green Energy) જેવા નવીન વિચારોનું પ્રદર્શન કરવામાં આવ્યું. ઉપરાંત, કોન્ક્લેવમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ નિષ્ણાતો વચ્ચે ઊંડી ચર્ચાઓ થઈ. આ ચર્ચાઓમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને રોકાણની તકો વધારવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

આ પણ વાંચો - Gandhinagar : નેતા, જનતાનાં ફોન ન ઉપાડનારા અધિકારીઓને સરકારનો કડક આદેશ!

ભારતનો યુવા જોબ સીકરમાંથી હવે જોબ ક્રિએટર બની રહ્યો છે : Amit Shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે, ભારતની અનેક સમસ્યાનું સમાધાન સ્ટાર્ટઅપ (Startup India) છે. ભારત સ્ટાર્ટઅપની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતનો યુવા જોબ સીકરમાંથી હવે જોબ ક્રિએટર બની રહ્યો છે. સ્ટાર્ટઅપ્સથી 17 લાખ 90 હજાર લોકોએ રોજગારી મેળવી છે. 48 ટકા સ્ટાર્ટઅપ મહિલાઓએ બનાવ્યા છે. રોકાણકારો નવા સ્ટાર્ટઅપને મદદ કરે. એક સમય આવશે જ્યારે સ્ટાર્ટઅપ રોકાણકારોને મોટા બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં (Global Innovation Index) ભારત 38 માં નંબરે છે. દેશને આગળ લાવવા માટે ગાંધીનગરમાં બે દિવસ મંથન થશે. અહીં, વેન્ડર્સ અને ઇન્વેસ્ટર્સ પણ આવ્યા છે. સાત સત્રમાં અલગ-અલગ ચર્ચાઓ થશે. તેમણે કહ્યું કે, ભારતીય જ્ઞાન પ્રણાલીમાં જ્ઞાનનો ખજાનો પડ્યો છે.

આ પણ વાંચો -  Amreli : મોડી રાત્રે કારનાં કાફલા પર થયો હુમલાનો પ્રયાસ, રાજકીય ષડયંત્ર કે પછી..!

Tags :
AhmedabadAmit Shah in GujaratCM Bhupendra PatelGandhinagarGlobal Innovation IndexGreen EnergyGUJARAT FIRST NEWSMahatma MandirRushikesh PatelStartup Conclave 2025STARTUP INDIATop Gujarati News
Next Article