Gandhinagar News: અમિતભાઈ શાહના હસ્તે 'આનંદમ્' તળાવનું લોકાર્પણ, રુ. 18 કરોડના ખર્ચે રી-ડેવલપમેન્ટ
Gandhinagar news : ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં પર્યાવરણ અને જળ સંચયના ક્ષેત્રે એક નવી ક્રાંતિનો આરંભ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) ના હસ્તે 'આનંદમ્' (Anandam) જેડવા તળાવનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અઢી વર્ષ પૂર્વે અમિત શાહ દ્વારા જ આ તળાવના વિકાસ માટે ભૂમિપૂજન (Bhoomi Pujan) કરવામાં આવ્યું હતું, જેનું હવે રૂ. 18 કરોડના ખર્ચે રી-ડેવલપમેન્ટ (Re-development) પૂર્ણ કરવામાં આવ્યું છે.
અમિતભાઈ શાહના હસ્તે 'આનંદમ્' તળાવનું લોકાર્પણ
આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તળાવની આસપાસના ગાર્ડનમાં અનેકવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, ઉપરાંત તળાવની મધ્યમાં નાના ટાપુ (Island) બનાવી પશુ-પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગર લોકસભામાં તળાવોને સજીવન અને ઇન્ટરલિંક (Interlink) કરવાનું મહત્વાકાંક્ષી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી ગ્રીન કવરેજ (Green Coverage) 8% થી વધારીને 16% સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
162 ગામોના 1,349 તળાવો જોડાશે
આ યોજના હેઠળ કુલ 162 ગામોના 1,349 તળાવોને એકબીજા સાથે જોડવામાં આવશે, જેના પ્રથમ તબક્કામાં 119 તળાવોનું જોડાણ કરી દેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી ભૂગર્ભ જળસ્તર (Groundwater Level) ઊંચા આવશે, જેનો સીધો લાભ ખેતી અને પશુધન (Livestock) માટે પાણીની ઉપલબ્ધતા વધારવામાં થશે.
વડસર પ્રાથમિક શાળા પાસે કવિ નર્મદ વાંચનાલયનું ઉદ્ઘાટન
અમિતભાઈ શાહે વડસરમાં કવિ નર્મદ વાંચનાલય, જલુંદમાં કવિ દલપતરામ વાચનાલય અને સરઢવમાં ગોવર્ધનરામ ત્રિપાઠી વાંચનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું.
આ પણ વાંચો: Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ


