Amul Milk Price Hike : કાલથી કેટલા રૂપિયા વધુ આપવા પડશે? જાણો નવા દર
Amul Milk Price Hike : પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરાયો
આવતીકાલ 14મી મેથી જ ભાવ વધારો અમલી
અમૂલ દૂધના ભાવમાં મે-2025 બાદ કોઈ વધારો કરવામાં આવેલ નથી
Amul Milk Price Hike : ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે. અમૂલ (Amul) બ્રાન્ડ હેઠળ વેચાતા દૂધના ભાવમાં પ્રતિ લિટરે ₹2નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવા ભાવ આવતીકાલથી ભારત ભરમાં એટલે કે 14મી મે (14th May) થી અમલી બનશે.
એક વર્ષ બાદ ભાવમાં ફેરફાર
મહત્વનું છે કે, અમૂલ દૂધના ભાવમાં છેલ્લે મે-2025 (May-2025) માં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લગભગ એક વર્ષના લાંબા અંતરાલ પછી દૂધના ભાવમાં આ વધારો કરવામાં આવ્યો છે. પશુપાલકોને ચૂકવવામાં આવતા ભાવ અને પ્રોસેસિંગ ખર્ચમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.
Amul milk price hike: અમૂલે ગ્રાહકોને વધુ એક ઝટકો આપ્યો
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો
આવતીકાલ સવારથી નવા ભાવ અમલમાં આવશે
પેકેજિંગ અને ખરીદ ખર્ચ વધતા ભાવમાં વધારો કરાયો છે
અમૂલ બફેલો દૂધ 500 મીલીનો ભાવ 37 થી 39 રૂપિયા થયો
અમૂલ ગોલ્ડ 1 લીટરનો ભાવ 67 થી… pic.twitter.com/rbV7YCubzF— Gujarat First (@GujaratFirst) May 13, 2026
વિવિધ પેકિંગના નવા અને જૂના ભાવ
અમૂલ દ્વારા ગોલ્ડ (Gold), શક્તિ (Shakti), ગાયનું દૂધ (Cow Milk) અને તાજા (Taaza) સહિતની તમામ કેટેગરીમાં ભાવ વધારો કરાયો છે. 500 ML ના પાઉચ પર ₹1 અને 1 લિટરના પેકિંગ પર ₹2 નો વધારો જોવા મળ્યો છે.
ગૃહિણીઓના બજેટ પર અસર
દૂધ એ જીવનજરૂરી ચીજવસ્તુ હોવાથી આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોના રસોડાના બજેટ પર પડશે. ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ અને ચાની કિટલીઓ પર પણ આની અસર જોવા મળી શકે છે. આવતીકાલ સવારથી ગ્રાહકોએ અમૂલ પાર્લર (Amul Parlour) અને રિટેલ દુકાનો પર નવા ભાવ ચૂકવવા પડશે.
આ પણ વાંચો: West Bengal : અમૂલ ફેડરેશનના ચેરમેને શુભેન્દુ અધિકારીને આપ્યા અભિનંદન


