Banas Dairy ચૂંટણીમાં સામે આવ્યો વધુ એક વિવાદ, નિયામક મંડળની ચૂંટણી પહેલા ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ
- Banas Dairy : નવીન પરમાર નામના અરજદારે હાઈકોર્ટમાં દાખલ કરી પીટિશન
- બનાસ ડેરીની ચૂંટણી નિયમો વિરૂદ્ધ થતી હોવાનો અરજદારનો આક્ષેપ
- બંધારણીય જોગવાઈઓ મુજબ અનામત બેઠક સુનિશ્ચિત કરવા માગ
Banas Dairy ની ચૂંટણીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં નિયામક મંડળની ચૂંટણી પહેલા ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ થઇ રહ્યો છે. નવીન પરમાર નામના અરજદારે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરી છે. જેમાં બનાસ ડેરીની ચૂંટણી નિયમો વિરૂદ્ધ થતી હોવાનો અરજદારનો આક્ષેપ છે. તથા બંધારણીય જોગવાઈઓ મુજબ અનામત બેઠક સુનિશ્ચિત કરવા માગ છે.
અનામત બેઠક સુનિશ્ચિત કરી હાલની ચૂંટણી પ્રક્રિયા રદ કરવા માગ
અનામત બેઠક સુનિશ્ચિત કરી હાલની ચૂંટણી પ્રક્રિયા રદ કરવા માગ કરાઇ છે. અગાઉ ચૂંટણી પ્રક્રિયાને લઈ કલેક્ટર અને રજીસ્ટ્રારમાં અરજી કરી હતી. અરજીનો કોઈ જવાબ ન મળતા અરજદારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જો ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી બતાવી છે. તથા બનાસ ડેરીની ચૂંટણીમાં 16માંથી 15 ડિરેક્ટરો બિનહરીફ થયા છે. તેમાં બનાસ ડેરીની દાંતા બેઠક પર આવતીકાલે ચૂંટણી યોજાવાની છે.
Banas Dairy: મતદાર ગાયબ હોવાથી અમારું દૂધ કેમ બંધ કરાય?
બનાસ ડેરીની ચૂંટણી હવે માત્ર બોર્ડની રાજકીય લડાઈમાં નથી રહી. હવે તે ગામડાઓના નિર્દોષ દૂધ ઉત્પાદકોના ગુજરાન પર પણ સીધી અસર નાખી રહી છે. દાંતા બેઠક પર એક મતદારના ગાયબ થવાની ઘટનાઓ પછી 7 ગામડાઓના દૂધ સપ્લાય બંધ કરાતા, પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બળવંતપુરા, ટોડા અને વેલવાડા સહિત કુલ 7 ગામડાઓમાંથી દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું છે.
વિરપુર, થલવાડા, મોતીપુરા અને ભવાનગઢ દૂધ ઉત્પાદકોને હેરાન થવાનો વારો
વિરપુર, થલવાડા, મોતીપુરા અને ભવાનગઢ દૂધ ઉત્પાદકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. સ્થાનિક ચર્ચા મુજબ અપક્ષ ઉમેદવાર દિલીપસિંહ બારડે પર દોષારોપણ થઈ રહ્યો છે કે તેમણે પોતાના લાભ માટે દાંતા બેઠકના એક મહત્વના મતદારને ગાયબ કરાવ્યા છે. દૂધ ઉત્પાદકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો મતદાર પાછો નહીં આવે તો તેઓ ડેરી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સામે ફરિયાદ કરશે. અમે પશુપાલન કરીને ગુજરાન ચલાવીએ છીએ. મતદાર ગાયબ હોવાથી અમારું દૂધ કેમ બંધ કરાય?” એવો પ્રશ્ન પશુપાલકો ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો: Uttar Pradesh: કાનપુરમાં બે સ્કૂટરમાં વિસ્ફોટ મામલે થયો ચોંકાવનારો ખુલાસો