Anti-Drug Campaign : ₹3,727 કરોડનું ડ્રગ્સ જપ્ત, માફિયાઓની મિલકતો પર ફરી વળ્યું 'દાદાનું બુલડોઝર'
- Anti-Drug Campaign : વિધાનસભામાં શાસક-વિપક્ષ સામસામે
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો વિપક્ષને જવાબ
- ‘કચ્છમાં જ્યાં ડ્રગ્સ પકડાયું ત્યાં પોલીસ સ્ટેશન બન્યું’
- ‘પોલીસ સ્ટેશનના લોકાર્પણમાં વિપક્ષને આમંત્રણ’
- ‘ઓડિશાથી આવતા ગાંજાના કેસમાં કડક કાર્યવાહી’
- પાંડી બ્રધર્સની જપ્ત સંપત્તિની હરાજી કરાશેઃ DyCM
- હરાજીથી મળેલી રકમ ઉપયોગી કામોમાં કરાશેઃ DyCM
Anti-Drug Campaign : ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સના દૂષણ (Anti-Drug Campaign) ને જડમૂળથી ઉખેડી નાખવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને મક્કમ પગલાંઓની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) એ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર 'ડ્રગ્સ મુક્ત ગુજરાત'ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે.
Anti-Drug Campaign : ગુજરાત પોલીસની 'ટોપ ટુ બોટમ' કાર્યવાહી
ગુજરાત પોલીસે (Gujarat Police) આ મામલે 'ટોપ ટુ બોટમ' ઇન્વેસ્ટિગેશનનો અભિગમ અપનાવી ડ્રગ્સ (Anti-Drug Campaign) ના સોદાગરો સામે અભૂતપૂર્વ કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે (Gujarat Government) માત્ર ધરપકડ જ નથી કરી, પરંતુ કચ્છ જિલ્લામાં ડ્રગ્સના સોદાગરોની ₹32.20 કરોડની મિલકતો જપ્ત કરી છે. ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલા તત્વોના ગેરકાયદે બાંધકામો પર 'દાદાનું બુલડોઝર' ફેરવી દેવામાં આવ્યું છે. આંતરરાજ્ય નેટવર્ક તોડવા માટે ગુજરાત પોલીસે અન્ય રાજ્યો સાથે સંકલન સાધીને 'પાંડી બ્રધર્સ' જેવા માફિયાઓના મૂળિયાં ઉખેડી નાખ્યા છે.
ડ્રગ્સ મુદ્દે વિધાનસભામાં શાસક-વિપક્ષ સામસામે
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો વિપક્ષને જવાબ
‘કચ્છમાં જ્યાં ડ્રગ્સ પકડાયું ત્યાં પોલીસ સ્ટેશન બન્યું’
‘પોલીસ સ્ટેશનના લોકાર્પણમાં વિપક્ષને આમંત્રણ’ @sanghaviharsh #GujaratAssembly #HarshSanghavi #DrugsIssue #GujaratPolitics #BJP… pic.twitter.com/k3IMwEUhWa— Gujarat First (@GujaratFirst) February 25, 2026
Anti-Drug Campaign : દેશમાં સૌથી ઓછો ક્રાઇમ રેટ
મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ ગૃહને માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં 1,647 ગુનાઓ નોંધાયા છે, જેમાં આશરે 41,000 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ₹3,727 કરોડ થાય છે. માત્ર જામનગર (Janmnagar) અને કચ્છ (Kutch) જિલ્લામાં જ 135 ગુનાઓ હેઠળ 306 આરોપીઓની ધરપકડ કરી ₹244.59 કરોડનું ડ્રગ્સ કબજે લેવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગે થતી હેરાફેરી અટકાવવા ATS અને અન્ય એજન્સીઓ બાજ નજર રાખી રહી છે અને આ નેટવર્કને તોડવા માટે રાજ્યમાં 6 ઝોનમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું માળખું કાર્યરત કરવામાં આવ્યું છે. પરિણામે, ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત ક્રાઇમ રેટ માત્ર 0.8 છે, જે સમગ્ર દેશમાં સૌથી ઓછો છે.
દરેક જિલ્લામાં નવા ડ્રગ્સ મુક્તિ સેન્ટર ખોલવાનો નિર્ણય
કડક કાર્યવાહીની સાથે સરકારે માનવીય અભિગમ પણ દાખવ્યો છે. ડ્રગ્સ (Drugs) ની આદતનો શિકાર બનેલા યુવાનોને જેલમાં મોકલવાને બદલે તેમને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને પરિવાર સાથે મળીને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આ અભિયાનને વેગ આપવા માટે ચાલુ વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં નવા ડ્રગ્સ મુક્તિ સેન્ટર ખોલવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જામનગરમાં ગૌચર અને સરકારી જમીન પર ડ્રગ માફિયાઓએ ઉભા કરેલા ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરીને સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં ડ્રગ્સના સોદાગરો માટે કોઈ સ્થાન નથી. સરકારના આ સઘન પ્રયાસોમાં હવે લોકભાગીદારી પણ વધી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓનો મુદ્દો ગાજ્યો: વડોદરામાં 2,292 જગ્યાઓ ખાલી


