ચૈતર વસાવાને જામીન મળતા જ AAP નેતા મનોજ સોરઠીયાએ કહ્યું સત્યમેવ જયતે
- AAP: ખોટા કેસમાં જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે
- અઢી મહિનાથી જેલવાસ ભોગવી રહેલા આદિવાસી સમાજના લોક નાયક
- આજની દલીલોથી સ્પષ્ટ થયું કે ચૈતર વસાવાને ખોટા આરોપોમાં જેલમાં મોકલ્યા
AAP: ખોટા કેસમાં જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે, ત્યારે AAP નેતા મનોજ સોરઠીયાએ કહ્યું “સત્યમેવ જયતે”. તેમજ વધુમાં મનોજ સોરઠીયાએ જણાવ્યું છે કે અઢી મહિનાથી જેલવાસ ભોગવી રહેલા આદિવાસી સમાજના લોક નાયક ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટ દ્વારા જામીન મળ્યા છે. ચાર્જશીટ અને આજની દલીલોથી સ્પષ્ટ થયું કે ચૈતર વસાવાને ખોટા આરોપોમાં જેલમાં મોકલ્યા હતા.
ઘટનાસ્થળ પર મોજુદ અધિકારીઓના બયાન અને FIRમાં જમીન આસમાનનું અંતર
ઘટનાસ્થળ પર મોજુદ અધિકારીઓના બયાન અને FIRમાં જમીન આસમાનનું અંતર છે. ઘટના સ્થળ પર મોજુદ અધિકારીઓએ માન્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કોઈ પણ પ્રકારની ગાળાગાળી કરવામાં આવી નથી. આદિવાસી સમાજ, આદિવાસી વિસ્તાર અને ગુજરાતના લોકોની લડાઈ લડનાર ચૈતર વસાવા જેલની બહાર આવશે. ધારાસભ્ય ચૈતર વસાવા ફરીથી પરિવર્તનની લડાઈ શરૂ કરશે. આમ આદમી પાર્ટી ઘરઘર સુધી જઈને ભાજપની તાનાશાહી વિરુદ્ધ લડત લડશે તેમ પણ મનોજ સોરઠીયાએ જણાવ્યું છે.
AAP: આદિવાસી સમુદાયના કાર્યકર્તાઓએ પણ ચૈતરને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો
ચૈતર વસાવા એક આદિવાસી નેતા તરીકે નર્મદા અને ભરૂચના આદિવાસી વિસ્તારોમાં નોંધપાત્ર સમર્થન ધરાવે છે. AAPના નેતાઓ, જેમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો સમાવેશ થાય છે, તેમણે આ કેસને રાજકીય દબાણનું પરિણામ ગણાવીને રેલીઓ અને જાહેર સભાઓ યોજી છે. આદિવાસી સમુદાયના કાર્યકર્તાઓએ પણ ચૈતરને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કરીને આવેદનપત્રો આપ્યા છે. ફરિયાદી સંજય વસાવાએ જાહેરમાં એવું કહ્યું હતું કે જો ચૈતરની પત્ની વર્ષા વસાવા મહિલા નેતા ચંપાબેનની માફી માંગે તો તેઓ ફરિયાદ પાછી ખેંચી લેશે. જોકે, વર્ષા વસાવાએ માફી માંગવાનો ઇનકાર કરીને કેસ લડવાની તૈયારી દર્શાવી છે.
સરકારી વકીલે ચૈતર વસાવાના ગુનાહિત રેકોર્ડનો હવાલો આપ્યો
આ ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય ષડયંત્ર તરીકે ગણાવવામાં આવી રહી છે. AAPનો દાવો છે કે ચૈતર વસાવાની ધરપકડ ભાજપના રાજકીય વેરનું પરિણામ છે, ખાસ કરીને વિસાવદર બાયપોલમાં AAPની તાજેતરની જીત બાદ ચૈતર વસાવાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસ સ્થાનિક નિમણૂકના વિવાદને લઈને રાજકીય રીતે પ્રેરિત છે. જોકે, સરકારી વકીલે ચૈતર વસાવાના ગુનાહિત રેકોર્ડનો હવાલો આપ્યો, જેમાં 2014થી 18 અલગ-અલગ ગુનાઓ, જેમ કે લૂંટ, હુમલો, અને સરકારી અધિકારીઓને રોકવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: AAP MLA Chaitar Vasava ને હાઈકોર્ટે શરતોને આધીન આપ્યા જામીન