ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banas Dairy 2909.08 કરોડ રૂપિયાનો ઐતિહાસિક ભાવફેર ચૂકવશે, દિવાળી પહેલા જ પશુપાલકો માટે દિવાળી..!

Banas Dairy : એશિયાની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન પશુપાલકો માટે એક ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સભામાં જાહેરાત કરી કે બનાસ ડેરી તેના સભ્ય પશુપાલકોને કુલ ₹2909.08 કરોડનો ભાવફેર ચૂકવશે.
02:47 PM Aug 21, 2025 IST | SANJAY
Banas Dairy : એશિયાની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન પશુપાલકો માટે એક ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સભામાં જાહેરાત કરી કે બનાસ ડેરી તેના સભ્ય પશુપાલકોને કુલ ₹2909.08 કરોડનો ભાવફેર ચૂકવશે.
Banas Dairy, Gujarat, Shankar Chaudhary Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Banas Dairy : એશિયાની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન પશુપાલકો માટે એક ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સભામાં જાહેરાત કરી કે બનાસ ડેરી તેના સભ્ય પશુપાલકોને કુલ ₹2909.08 કરોડનો ભાવફેર ચૂકવશે. આ વિશાળ રકમના ચૂકવણાથી લાખો પશુપાલકોને આર્થિક રાહત મળશે અને ગ્રામ્ય અર્થતંત્રને નવી તાકાત મળશે. ડેરી ક્ષેત્રમાં આ પ્રકારની ઐતિહાસિક જાહેરાતને કારણે પશુપાલકોમાં દિવાળી જેવો આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

બનાસ ડેરીનો રેકોર્ડ બ્રેકિંગ ભાવફેર : પશુપાલકોને મળશે વધુ નફો

બનાસ ડેરીએ આ વર્ષે પશુપાલકો માટે ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી છે. ડેરી દ્વારા સીધા જ ₹2131.68 કરોડનો ભાવફેર ચૂકવાશે, જ્યારે દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ₹778.12 કરોડ ચૂકવવામાં આવશે. આ રીતે પશુપાલકોને કુલ ₹2909.8 કરોડનો લાભ મળશે. ગત વર્ષે ચૂકવાયેલા ₹1973.79 કરોડની સરખામણીએ આ વર્ષે ભાવફેરની રકમમાં નોંધપાત્ર વધારો થયો છે, જે પશુપાલકો માટે આર્થિક રીતે મોટી રાહત અને ખુશીના સમાચાર બની રહ્યા છે.

બનાસ ડેરીનો વિકાસ અને પશુપાલકોને પ્રોત્સાહન

બનાસ ડેરીએ પોતાની પ્રગતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે સંસ્થાએ ₹21,200 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે અને હાલમાં દૈનિક 1 કરોડ લિટર દૂધ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. પશુપાલકોના હિતમાં લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો તેમની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે અને તેમને દૂધ ઉત્પાદન વધારવા પ્રોત્સાહિત કરશે. બનાસ ડેરી સહકારી ક્ષેત્રે સતત નવા શિખરો સર કરી રહી છે અને દેશના ડેરી ઉદ્યોગમાં એક પ્રેરણાસ્ત્રોત બની રહી છે.

ગુજરાતના ડેરી ઉદ્યોગનો વિકાસ દેશભરમાં ઉદાહરણીય

ગુજરાતના ડેરી ઉદ્યોગનો વિકાસ દેશભરમાં ઉદાહરણીય છે. ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ડેરી સહકારી મંડળીઓ તેમની પ્રોસેસિંગ ક્ષમતા અને અદ્યતન સુવિધાઓના કારણે ગુજરાતના કુલ દૂધ ઉત્પાદનમાં સતત વધારો કરી રહ્યા છે. ડેરી ક્ષેત્રમાં આ નોંધનીય પરિવર્તનના કારણે ઉત્તર ગુજરાત ગ્રામીણ આજીવિકા અને વિકાસનું શક્તિશાળી માધ્યમ બન્યું છે. બનાસ ડેરી (બનાસકાંઠા), દૂધસાગર ડેરી (મહેસાણા) અને સાબર ડેરી (સાબરકાંઠા) જેવી ડેરી સહકારી મંડળીઓ મિલ્ક પ્રોસેસિંગ, કોલ્ડ-ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વેલ્યુ-એડેડ ડેરી પ્રોડક્ટ્સની નિકાસમાં વૈશ્વિક સ્તરે અગ્રણી બની છે. ઉત્તર ગુજરાતની આ સહકારી મંડળીઓ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) હેઠળ કાર્ય કરે છે, જે પ્રખ્યાત બ્રાન્ડ 'અમૂલ' હેઠળ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે.

એશિયાની અગ્રણી ડેરી સહકારી મંડળી એટલે Banas Dairy

વર્ષ 1969માં પાલનપુર, બનાસકાંઠામાં સ્થપાયેલી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી સહકારી મંડળીઓ પૈકી એક છે. નાણાકીય વર્ષ 2024-25માં તેનું ટર્નઓવર 21,200 કરોડ રૂપિયાથી પણ વધુ હતું. બનાસ ડેરી ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં 20 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ધરાવે છે. બનાસ ડેરી દૈનિક 10 મિલિયન લિટર દૂધનું પ્રોસેસિંગ કરે છે. બનાસ ડેરી સાથે 1600થી વધુ દૂધ મંડળીઓ અને 4 લાખ ખેડૂતો સંકળાયેલા છે, જે ગ્રામીણ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ફક્ત પરંપરાગત ડેરી ઉત્પાદનો જ નહીં, પણ મધ અને ખાદ્ય તેલ પણ બનાવે છે. બીજી તરફ સુઝુકી મોટર કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) વચ્ચે બાયોગેસ પ્લાન્ટ માટે સફળ ભાગીદારી થઈ છે, તે ટકાઉપણું અને વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.

દૂધસાગર ડેરી નવીનતા અને ગુણવત્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ

1960 માં સ્થપાયેલી મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે દૂધસાગર ડેરીએ મહેસાણાને ડેરી ક્ષેત્રે નવીનતાનું કેન્દ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નાણાકીય વર્ષ 2024-25માં તેનું ટર્નઓવર લગભગ 8,054 કરોડ હતું. જે ડેરી એક સમયે 3,300 લિટર પ્રતિ દિવસનું દૂધ એકત્ર કરતી હતી, તે હવે 34.88 લાખ લિટરથી વધુ દૂધ એકત્રિત કરે છે. દૂધસાગર ડેરી તેના મજબૂત સહકારી નેટવર્કનો ઉપયોગ કરીને ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારો માટે દૂધ અને વિવિધ પ્રકારના દૂધ ઉત્પાદનો બનાવે છે.

ઉત્તર ગુજરાતની ડેરી શક્તિનો આધારસ્તંભ છે સાબર ડેરી

સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે સાબર ડેરીની વાત કરીએ તો, તેની દૈનિક ક્ષમતા 33.53 લાખ લિટર છે. નાણાકીય વર્ષ 2023-24માં આશરે 8,939 કરોડના ટર્નઓવર સાથે, સાબર ડેરી ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદન માટે, ખાસ કરીને દૂધ, ઘી, માખણ અને ચીઝમાં પ્રખ્યાત બની છે. દૂધની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ડેરીએ પ્રોસેસિંગ સુવિધાઓ અને કોલ્ડ-ચેઇન લોજિસ્ટિક્સમાં સતત રોકાણ કર્યું છે.

આ 3 સહકારી મંડળીઓ એ દર્શાવે છે કે, ઉત્તર ગુજરાતના ડેરી મોડલે ખેડૂતોને બજારો સાથે જોડવામાં મોટો ફાળો આપ્યો છે

•ખેડૂતોનું સશક્તિકરણ: વાજબી ભાવ અને આખું વર્ષ દૂધ ખરીદીને કારણે ખેડૂતોની આજીવિકા સુનિશ્ચિત કરે છે.

•માળખાગત સુવિધાઓનું વિસ્તરણ: કોલ્ડ ચેઇન, બાયોગેસ અને માટી પરીક્ષણ પ્રયોગશાળાઓમાં રોકાણ વૈશ્વિક સ્તરની પ્રણાલીઓ સાથે સુસંગત છે.

•નિકાસની ક્ષમતા: ભારતીય ડેરી ઉત્પાદનોની વધતી જતી વૈશ્વિક માંગ સાથે, આ સહકારી સંસ્થાઓ નિકાસની તકો વધારે છે.

બનાસ, દૂધસાગર અને સાબર ડેરીની સફળતા ઉત્તર ગુજરાતને વૈશ્વિક ડેરી ક્ષેત્રે નિકાસનું કેન્દ્ર બનવાનું લક્ષ્ય રાખે છે. ડેરી ક્ષેત્રે ઉત્તર ગુજરાતે જે સફળતા દર્શાવી છે તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પણ પ્રદર્શિત થશે.

આ પણ વાંચો: Ahmedabad Seventh day School માં વિદ્યાર્થીની હત્યા મામલે જન આક્રોશ ફાટી નિકળ્યો

Tags :
Banas DairyGujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsShankar Chaudhary GujaratTop Gujarati News
Next Article