Banaskantha Division : એક તરફ વિરોધનો વંટોળ, બીજી તરફ ઉજવણી! થરાદમાં રેલી અને સન્માન કાર્યક્રમ!
- એક તરફ ઉગ્ર વિરોધ તો બીજી તરફ ઉજવણી
- બનાસકાંઠામાં વિભાજનનાં બખેડા વચ્ચે આજે ઉજવણી (Banaskantha Division)
- વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની આજે થરાદમાં સભા
- લાખણીથી થરાદ સુધી રેલી અને ઠેરઠેર સ્વાગત કાર્યક્રમ
બનાસકાંઠા જિલ્લાનાં વિભાજનને (Banaskantha Division) લઈ વિવાદનો વંટોળ ઊભો થયો છે. ગઈકાલે દિયોદરમાં (Deodar) વિશાળ જનસભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ, ખેડૂતો અને ભાજપ-કોંગ્રેસનાં (BJP-Congress) તાલુકા આગેવાનો હાજર રહ્યા હતા. આ જનસભા થકી જિલ્લાનાં વિભાજનનાં નિર્ણય અંગે પુન:વિચારણા અને ચર્ચા કરવા રાજ્ય સરકારને રજૂઆત કરાઈ હતી. સાથે જ ઉપવાસ આંદોલનની જાહેરાત પણ થઈ હતી. જો કે, આ વચ્ચે થરાદમાં ઉજવણીની તૈયારી કરાઈ છે.
આ પણ વાંચો -Rajkot : AIIMS માં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ, કારણ ચોંકાવનારું!
લાખણીથી થરાદ સુધી રેલી અને ઠેરઠેર સ્વાગત કાર્યક્રમ
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાનું વિભાજન (Banaskantha Division) કરી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. ત્યારે નવો જિલ્લો જાહેર થવાની ઉજવણીનાં ભાગરૂપે આજે થરાદમાં (Tharad) ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની (Shankar Chaudhary) સભા યોજાશે. સાથે જ લાખણીથી થરાદ સુધી રેલી અને ઠેરઠેર સ્વાગત કાર્યક્રમ થશે. થરાદમાં શંકર ચૌધરી જાહેર સભાને પણ સંબોધિત કરશે.
આ પણ વાંચો -Deodar: ઓગડ જિલ્લાની માગ અંગે સૌથી મોટા સમાચાર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણનું મોટું નિવેદન
વિરોધ અંગે સરકારની પ્રતિક્રિયા પર સૌની નજર
માહિતી અનુસાર, આજે મોટી સંખ્યામાં લોકો લાખણીથી (Lakhni) થરાદ સુધી રેલીમાં જોડાશે. થરાદને જિલ્લાનું વડું મથક બનાવાતા સન્માન કાર્યક્રમ યોજાશે. જો કે, એક તરફ બનાસકાંઠા જિલ્લાનાં વિભાજનને લઈ લોકોમાં નારાજગી છે ત્યારે બીજી તરફ ઉજવણી, રેલી અને સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લાનાં વિભાજનના વિરોધને લઈ સરકાર દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવશે તેનાં પર સૌની નજર છે.
આ પણ વાંચો - Gujarat: હવે CMOનો નકલી અધિકારી પકડાયો, જમીન વિવાદમાં તોડ કરતા ભાંડો ફૂટ્યો