ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : સાચવજો..! ડેન્ગ્યૂથી વિદ્યાર્થિનીનું મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું!

ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ડેન્ગ્યૂથી મોત થતાં આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.
09:00 PM Aug 29, 2025 IST | Vipul Sen
ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ડેન્ગ્યૂથી મોત થતાં આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.
BK_Gujarat_first
  1. Banaskantha નાં સરાલ ગામે ડેન્ગ્યુથી વિધાર્થિનીનું મોત
  2. વિધાર્થિનીનાં મોત બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું
  3. ધોરણ 8 માં અભ્યાસ કરતી વિધાર્થિનીનું થયું મોત
  4. દાંતા તાલુકામાં વરસાદ બાદ ઝરણાઓ વહેતા થયા

Banaskantha : રાજ્યમાં ચોમાસું બેસતા જ્યાં એક તરફ નદી, તળાવ, ડેમ વરસાદી પાણીથી છલોછલ થયા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે. ત્યાં બીજી તરફ રોગચાળો પણ ઝડપી ગતિએ વકરી રહ્યો છે. બનાસકાંઠામાં ડેન્ગ્યૂનાં (Dengue) કારણે એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાની ચિંતા વધારતી ઘટના સામે આવી છે. ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ડેન્ગ્યૂથી મોત થતાં આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.

આ પણ વાંચો - Gandhinagar : વનપાલની ભરતીનાં નિયમોમાં કરાયો ફેરફાર, વાંચો વિગત

Banaskantha નાં સરાલ ગામે ડેન્ગ્યુથી વિધાર્થિનીનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) ધાનેરા તાલુકાનાં સરાલ ગામે ધોરણ 8 માં ભણતી વિદ્યાર્થિની છેલ્લા અમુક દિવસથી બીમાર હતી. દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ડેન્ગ્યૂનાં કારણે વિદ્યાર્થીનું મોત થતાં આરોગ્ય વિભાગ (Health Department) દોડતું થયું છે. આ રોગચાળો વધુ ન વકરે તે માટે કામગીરી હાથ ધરી છે. માહિતી અનુસાર, આરોગ્ય વિભાગે શાળા સહિત ગામનાં વિવિધ વિસ્તારમાં દવાનો છંટકાવ કર્યો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, મૃતકનાં સેમ્પલ લેતા શંકાસ્પદ ડેન્ગ્યૂનાં લક્ષણ દેખાયા હતા. આશાસ્પદ વિદ્યાર્થિનીનાં મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોક છવાયો છે.

આ પણ વાંચો - રીબડાનાં Amit Khunt Case માં મોટા સમાચાર, સ્યુસાઈડ નોટનો આવ્યો FSL રિપોર્ટ

દાંતા તાલુકામાં આજે વરસાદ બાદ ઝરણાઓ વહેતા થયા

જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લાનાં દાંતા તાલુકામાં (Danta) આજે વરસાદ બાદ ઝરણાઓ વહેતા થયા છે. ઘરેડા, બૂઝરો, વેલવાડા સહિતનાં વિસ્તારોમાં આવેલા ઝરણાઓ વહેતા જોવા મળ્યા છે. હાલમાં, પડેલા વરસાદ બાદ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઝરણાઓ વહેતા થયા છે. વેલવાડા, ગંછેરા પાસે આવેલા ઝરણા પર સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠી છે. ચેકડેમ ઓવર ફલો થવાથી ધોધ સુંદર જોવા મળ્યો છે. અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલા ઝરણાઓ નયનરમ્ય જોવા મળ્યા છે.

આ પણ વાંચો - ભુજમાં Sanskar Collegeની વિદ્યાર્થીનીને ચપ્પુ મારનારા આરોપીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Tags :
BanaskanthaDengueDhanera Talukagujaratfirst newsHealth DepartmentRain in BanaskanthaSaral VillageTop Gujarati News
Next Article