Bharat Gaurav Train : 'ભારત ગૌરવ ટ્રેન' સાથે દક્ષિણ ભારતની દિવ્ય સફર!
Bharat Gaurav Train : મે 2026 માં IRCTC લાવ્યું છે 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા' " DIVYA DAKSHIN YATRA. 11 દિવસમાં તિરુપતિ બાલાજી, રામેશ્વરમ અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન. સરકારી કર્મચારીઓ માટે LTCનો લાભ લેવાની ઉત્તમ તક.
ભારત સરકારની પ્રવાસન અને તીર્થયાત્રા પ્રોત્સાહન નીતિ હંમેશા નાગરિકોની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાને વેગ આપવા માટે કટિબદ્ધ રહી છે. સરકારની પ્રવાસન નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસનને માત્ર મનોરંજન નહીં, પણ એક સંસ્કાર અને રોજગારીનું માધ્યમ બનાવવાનો છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને કર્મયોગીઓ માટે LTC (રજા પ્રવાસ રાહત) જેવી જોગવાઈઓ દ્વારા તીર્થયાત્રા વધુ સુગમ બને તેવા પ્રયાસો કરવામાં આવે છે. આ જ દિશામાં ભારતીય રેલ્વે અને IRCTC દ્વારા આયોજિત 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા' એ શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને આરામદાયક પ્રવાસનો એક શ્રેષ્ઠ સંગમ છે.
Bharat Gaurav Train : 11 દિવસની આધ્યાત્મિક સફર
ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા આગામી ૧૨ મે થી ૨૨ મે, ૨૦૨૬ દરમિયાન 'ભારત ગૌરવ ટ્રેન' અંતર્ગત 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા' South India Tour નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ૧૧ દિવસીય પ્રવાસમાં પ્રવાસીઓને દક્ષિણ ભારતના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો લ્હાવો મળશે, જેમાં:
તિરુપતિ બાલાજી-Tirupati Balaji (ભગવાન વેંકટેશ્વર)
રામનાથસ્વામી જ્યોતિર્લિંગ (રામેશ્વરમ)
મીનાક્ષી મંદિર (મદુરાઈ)
કન્યાકુમારી-Kanyakumari (વિવેકાનંદ રોક મેમોરિયલ સહિત)
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ (શ્રીશૈલમ-Srisailam)
Bharat Gaurav Train : ગુજરાતના આ શહેરોથી મળશે ટ્રેન સુવિધા
આ વિશેષ ટ્રેનનું પ્રસ્થાન તા. ૧૨ મે ના રોજ રાજકોટથી થશે. ગુજરાતના યાત્રિકોની સુવિધા માટે આ ટ્રેન રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી (અમદાવાદ), નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત થી ઉપલબ્ધ થશે. આ રૂટને કારણે સમગ્ર ગુજરાતના શ્રદ્ધાળુઓ આસાનીથી આ યાત્રામાં જોડાઈ શકશે.
કર્મયોગીઓ માટે LTC નો લાભ લેવાની ઉત્તમ તક
મે માસમાં શાળાઓ અને સરકારી કચેરીઓમાં ઉનાળુ વેકેશન હોય છે. આ સમયગાળા દરમિયાન સરકારી કર્મયોગીઓ તેમના પરિવાર સાથે LTC (Leave Travel Concession) યોજનાનો લાભ લઈને આ યાત્રામાં જોડાઈ શકે છે. IRCTC નું આ પેકેજ નિયમો મુજબ LTC માટે માન્ય હોવાથી કર્મચારીઓ માટે આ એક આર્થિક રીતે પણ ફાયદાકારક તક છે.
પેકેજની વિગતો અને સુવિધાઓ
મુસાફરોની આર્થિક ક્ષમતા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ત્રણ કેટેગરીમાં પેકેજ નક્કી કરાયા છે:
ઇકોનોમી ક્લાસ (સ્લીપર): રૂ. ૨૧,૫૨૫/- (વ્યક્તિ દીઠ)
કમ્ફર્ટ ક્લાસ (3-Tier AC): રૂ. ૩૯,૧૦૫/- (વ્યક્તિ દીઠ)
સુપિરિયર ક્લાસ (2-Tier AC): રૂ. ૪૮,૧૮૫/- (વ્યક્તિ દીઠ)
આ પેકેજમાં મુસાફરી, ભોજન, રહેવાની વ્યવસ્થા અને સ્થાનિક સાઈટ સીઈંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
બુકિંગ કેવી રીતે કરવું?
આ યાત્રા 'વહેલા તે પહેલા' ના ધોરણે બુક કરવામાં આવી રહી છે. ઈચ્છુક નાગરિકો IRCTC ની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વધુ માહિતી માટે IRCTC ની અમદાવાદ ઓફિસ (પેલિકન બિલ્ડીંગ, આશ્રમ રોડ) નો રૂબરૂ સંપર્ક કરી શકાય છે અથવા roadi@irctc.com પર ઇમેઇલ દ્વારા પૂછપરછ કરી શકાય છે.
ભારતીય રેલ્વે અને IRCTC દ્વારા આયોજિત આ 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા' એ માત્ર એક પ્રવાસ નથી, પરંતુ શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને સંસ્કૃતિના સાક્ષાત્કારની એક અમૂલ્ય તક છે. દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોની શિલ્પકલા અને જ્યોતિર્લિંગોની દિવ્યતાને માણવા ઈચ્છતા લોકો માટે 'ભારત ગૌરવ ટ્રેન' એ ઘર જેવી સુવિધા અને સલામતી પૂરી પાડતું માધ્યમ છે.
ખાસ કરીને ગુજરાતના કર્મયોગીઓ માટે ઉનાળુ વેકેશનમાં પરિવાર સાથે સમય વિતાવવા અને સાથે જ આધ્યાત્મિક પુણ્યનું ભાથું બાંધવા માટે આનાથી ઉત્તમ બીજો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં. સરકારની પ્રવાસન પ્રોત્સાહન નીતિ અને રેલ્વેના આ સુંદર સંકલનથી સામાન્ય માનવી માટે પણ હવે આટલા દૂરના તીર્થધામોની યાત્રા અત્યંત સરળ અને આર્થિક રીતે પરવડે તેવી બની છે. જો તમે પણ આ મે માસમાં દક્ષિણના દ્વાર ખખડાવવા ઈચ્છતા હોવ, તો આ તક ઝડપી લેવા જેવી છે, કારણ કે આવી પવિત્ર યાત્રાઓ જીવનભરના સંભારણા બની રહેતી હોય છે.
આ પણ વાંચો : Commonwealth Games 2030: CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને કોમનવેલ્થ ટીમ વચ્ચે મહત્વની બેઠક


