Gandhinagar: બગદાણા વિવાદ મામલે કોળી સમાજ મેદાને, મુખ્યમંત્રી પાસે કરી કરી આ માંગ!
- Gandhinagar: બગદાણા વિવાદ મામલે ગાંધીનગરથી મોટા સમાચાર
- કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રીને મળીને કરી રજૂઆત
- બગદાણાધામના સેવકને ન્યાય અપાવવા યોગ્ય તપાસની કરી માંગ
Gandhinagar: ભાવનગરના પ્રખ્યાત યાત્રાધામ બગદાણા (Bagdana) માં ગુરુ આશ્રમન સેવક નવનીતભાઈ બાલધિયા (Navneetbhai Baldhiya) પર થયેલા હુમલાના પડઘા હવે પાટનગર ગાંધીનગર (Gandhinagar) સુધી પહોંચ્યા છે. આ મામલે ન્યાયની માંગ સાથે કોળી સમાજના દિગ્ગજ નેતાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) સાથે ખાસ મુલાકાત કરી હતી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Gandhinagar: નેતાઓની સંયુક્ત રજૂઆત
આ બેઠકમાં કોળી સમાજના કદાવર નેતાઓ અને કેબિનેટ મંત્રીઓ પરસોત્તમભાઈ સોલંકી (Parasottambhai Solanki) અને કુંવરજીભાઈ બાવળિયા (Kunwarjibhai Bavaliya) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી (Hirabhai Solanki), ઉમેશભાઈ મકવાણા (Umeshbhai Makwana) એ પણ આ મામલે આક્રમક રજૂઆત કરી હતી. મુખ્ય મુદ્દો બગદાણાધામના સેવક નવનીતભાઈને ન્યાય અપાવવાનો અને આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરાવવાનો હતો. આ બેઠકમાં 15 ધારાસભ્યો અને 3 સાંસદો સામેલ હતા.
MLA Hira Solanki | "SITનું ગઠન અથવા DIG કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માગ" | Gujarat First
બગદાણાના બખેડામાં મામલે ગાંધીનગરથી મોટા સમાચાર
કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રીને મળીને કરી રજૂઆત
બગદાણા સેવકને ન્યાય અપાવવા યોગ્ય તપાસની કરી માગ
સરકારે યોગ્ય રીતે તપાસ થવાની આપી ખાતરીઃ… pic.twitter.com/S3CE7TToJ1— Gujarat First (@GujaratFirst) January 5, 2026
SIT અથવા DIG કક્ષાની તપાસની માંગ
રજૂઆત દરમિયાન કોળી સમાજ (Koli Samaj ના નેતાઓએ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે કે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું ગઠન કરવામાં આવે અથવા તો DIG કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir) ના પુત્ર જયરાજસિંહ આહીર (Jayaraj Ahir) પર આરોપો લાગ્યા છે, પરંતુ હજુ સુધી નક્કર કાર્યવાહી ન થઈ હોવાની લાગણી કોળી સમાજના નેતાઓએ વ્યક્ત કરી છે.
સામાજિક શાંતિ જાળવવાની અપીલ
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, "આ લડાઈ કોઈ જ્ઞાતિ કે સમાજ વિરુદ્ધ નથી, પરંતુ અસામાજિક તત્વો સામે છે." તેમણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદોને ડામવા અપીલ કરી હતી કે કોઈપણ સમાજ વિશે ટિપ્પણી ન કરવી જોઈએ. આ માત્ર ન્યાય મેળવવાની પ્રક્રિયા છે.
રાજકારણ નહીં, પણ ન્યાયની વાત
બીજી તરફ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું કે કોળી સમાજ પર થઈ રહેલા હુમલાઓની ઘટનાઓ વધી રહી છે, જે બાબતે મુખ્યમંત્રીને અવગત કરવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ મુદ્દાને રાજકારણ સાથે જોડવાની જરૂર નથી. મુખ્ય મુદ્દો એ છે કે સેવક પર હુમલો કરનાર આરોપીની હજુ સુધી ધરપકડ કેમ નથી થઈ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મામલે યોગ્ય તપાસ કરવાની અને કાયદા મુજબ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આગામી દિવસોમાં સરકાર આ બાબતે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચોઃ Bhavnagar: બગદાણા હુમલા કેસમાં SITનું ગઠન અથવા DIG કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માંગ


