Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat New Lokayukta : ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે નિવૃત્ત જજ બિરેન વૈષ્ણવની નિમણૂક

Gujarat New Lokayukta : ગુજરાત રાજ્યના નવા લોકાયુક્ત (Lokayukta) તરીકે હાઈકોર્ટના નિવૃત્ત જજ બિરેન વૈષ્ણવની (Biren Vaishnav) નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવેલા રાજભવનમાં (Raj Bhavan) યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં (Swearing-in Ceremony) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં તેમણે પદના શપથ લીધા હતા.
gujarat new lokayukta   ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે નિવૃત્ત જજ બિરેન વૈષ્ણવની નિમણૂક
Advertisement
  • Gujarat ના નવા લોકાયુક્ત તરીકે બિરેન વૈષ્ણવની નિમણૂક
  • નિવૃત્ત હાઈકોર્ટ જજ બિરેન વૈષ્ણવે લીધા પદના શપથ
  • રાજભવન ખાતે યોજાયો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ
  • રાજ્યપાલની ઉપસ્થિતિમાં નવા લોકાયુક્તે કાર્યભાર સંભાળ્યો

Gujarat New Lokayukta : ગુજરાત રાજ્યના નવા લોકાયુક્ત (Lokayukta) તરીકે હાઈકોર્ટના નિવૃત્ત જજ બિરેન વૈષ્ણવની (Biren Vaishnav) નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવેલા રાજભવનમાં (Raj Bhavan) યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં (Swearing-in Ceremony) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં તેમણે પદના શપથ લીધા હતા.

Gujarat ના નવા લોકાયુક્ત તરીકે બિરેન વૈષ્ણવની નિમણૂક

જસ્ટિસ બિરેન વૈષ્ણવે શપથ લીધા બાદ વિધિવત રીતે રાજ્યના લોકાયુક્ત તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. આ નિમણૂકથી રાજ્યમાં વહીવટી પારદર્શિતા અને ભ્રષ્ટાચાર વિરોધી માળખાને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement

Gujarat New Lokayukta-Biren Vaishnav-Gujarat First news

Advertisement

આ મહાનુભવો કહ્યા ઉપસ્થિત

આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત લોકાયુક્તને અભિનંદન પાઠવ્યા હતા.

કોણ છે બિરેન વૈષ્ણવ?

ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ બિરેન વૈષ્ણવની (Justice Biren Vaishnav) કારકિર્દી પ્રભાવશાળી રહી છે. તેઓ હાઈકોર્ટમાં કાર્યકારી ન્યાયાધીશ (Acting Judge) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને કાયદાકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. ખાસ કરીને જ્યારે તેઓ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (Gujarat State Legal Services Authority) ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કાર્યરત હતા, ત્યારે તેમણે લીધેલા પ્રજાલક્ષી નિર્ણયો અને મક્કમ પગલાંની આજે પણ સરાહના કરવામાં આવે છે.

Gujarat New Lokayukta-Biren Vaishnav-Gujarat First news

પોતાની સરળતા અને સામાન્ય જનતા સાથેના સીધા સંવાદ (Dialogue with common people) માટે જાણીતા જસ્ટિસ વૈષ્ણવની નવી નિમણૂકને રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી (Anti-corruption) વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના હેતુથી અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. તેમની પારદર્શક કાર્યશૈલી વહીવટી તંત્રમાં નવો વિશ્વાસ જગાડશે તેમ મનાય છે.

Gujarat New Lokayukta-Biren Vaishnav-Gujarat First news

આ પણ વાંચો:  Junagadh news: ઘરમાં વૃદ્ધા એકલા હતા ને હત્યારાઓએ ખેલ્યો મોતનો ખેલ, કોણ છે હત્યારા?

Tags :
Advertisement

.

×