Local Body Election 2026 BJP List: કયા સમયે ખુલશે ભાજપનું સસ્પેન્સ? ઉમેદવારોની યાદીમાં કેમ લાગે છે વાર?
Local Body Election 2026 BJP List: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) ને લઈને ગુજરાતના રાજકારણમાં (Gujarat politics) ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ (BJP) ના ઉમેદવારોના નામ આજે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે.
Advertisement
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Elections) માટે ભાજપ (BJP) ના ઉમેદવારોને લઈને મહત્વના સમાચાર
- આજ સાંજ સુધીમાં ભાજપ (BJP) ના ઉમેદવારોની યાદીઓ (Candidate List) થઈ શકે છે જાહેર
- પાર્લામેન્ટ્રી બેઠકમા નક્કી થઈ ચૂકેલા ઉમેદવારોના નામો થઈ શકે છે જાહેર
- તબક્કાવાર જિલ્લા, તાલુકા, નગરપાલિકાના નામો થશે જાહેર
- મહાનગરપાલીકા ના નામો આવતી કાલ બાદ જાહેર થશે
Local Body Election 2026 BJP List: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Elections) ને લઈને ગુજરાતના રાજકારણમાં (Gujarat politics) ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પોતાના ઉમેદવારોના નામો નક્કી કરવા માટે છેલ્લા બે દિવસથી મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પૂર્ણ થઈ છે, જેના આધારે હવે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાતની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

