ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આવશે ગુજરાત, કાર્યશાળાનું કરશે ઉદઘાટન
ભાજપના ઉપક્રમે રાષ્ટ્રીય સ્તરે બુથ સશક્તિકરણ અભિયાન ચાલી રહ્યુ છે, જે અંતર્ગત ગુજરાતમાં આ અભિયાનને વેગ આપવા આ અભિયાનના સંયોજક અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજાન પાંડા ગુરુવારે ગુજરાત આવશે. તેઓ બુથ સશક્તિકરણ સંદર્ભે યોજાનારી કાર્યશાળાનું ઉદઘાટન કરશે.ભાજપે ચૂંટણી નજીક આવતા બુથ મેનેજમેન્ટ મજબુત કરવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે જેના ભાગરુપે હાલ રાષ્ટ્રીય સ્તરે બુથ સશક્તિ
12:12 PM Jun 08, 2022 IST
|
Vipul Pandya
ભાજપના ઉપક્રમે રાષ્ટ્રીય સ્તરે બુથ સશક્તિકરણ અભિયાન ચાલી રહ્યુ છે, જે અંતર્ગત ગુજરાતમાં આ અભિયાનને વેગ આપવા આ અભિયાનના સંયોજક અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજાન પાંડા ગુરુવારે ગુજરાત આવશે. તેઓ બુથ સશક્તિકરણ સંદર્ભે યોજાનારી કાર્યશાળાનું ઉદઘાટન કરશે.
ભાજપે ચૂંટણી નજીક આવતા બુથ મેનેજમેન્ટ મજબુત કરવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે જેના ભાગરુપે હાલ રાષ્ટ્રીય સ્તરે બુથ સશક્તિકરણ અભિયાન ચાલુ રહ્યુ છે. આ અભિયાનના સંયોજક બૈજાન પાંડા ગુરુવારે ગાંધીનગરમાં યોજાનારી બુથ સશક્તિકરણ કાર્યશાળાનું ઉદઘાટન કરશે. આખો દિવસ ચાલનારી આ કાર્યશાળા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે.
કાર્યશાળામાં તમામ ધારાસભ્યો,સાંસદો, આઈટી સેલના સભ્યો તેમજ જેમને પણ બુથ મેનેજમેન્ટ અંગેની જવાબદારી સોપાઈ છે તે તમામ કાર્યકરો હાજર રહેશે. ભાજપના ઉપક્રમે રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલુ આ અભિયાન 31 જુલાઈ સુધી ચાલશે.
Next Article