Gandhinagar માં બ્રહ્મસમાજની બેઠક, 'ઘૂસખોર પંડિત' ફિલ્મ અને UGCના નિયમો સામે આરપારની લડતનો નિર્ધાર
- ગાંધીનગર (Gandhinagar) માં ગુજરાત બ્રહ્મસમાજ (Gujarat Brahmo Samaj) ની મહત્વની બેઠક યોજાઈ
- અશ્વિન ત્રિવેદી (Ashwin Trivedi) ની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક
- મુખ્ય કન્વીનર યજ્ઞેશ દવે (Yagnesh Dave) પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા
- બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
- 'ઘૂસખોર પંડત' ફિલ્મ સામે પણ તીવ્ર વિરોધનો નિર્ણય લેવાયો
- ફિલ્મમાં બ્રાહ્મણોને નીચા દેખાડવાનો ગંભીર આરોપ
ગાંધીનગર (Gandhinagar) ખાતે ગુજરાત બ્રહ્મસમાજ (Gujarat Brahmo Samaj) ની એક અત્યંત મહત્વની બેઠક મળી હતી, જેમાં સમાજને સ્પર્શતા સળગતા મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. અશ્વિન ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્ય કન્વીનર યજ્ઞેશ દવે સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યત્વે વિવાદાસ્પદ ફિલ્મ 'ઘૂસખોર પંડિત' અને UGCના નવા નિયમો સામે આક્રમક રણનીતિ ઘડવામાં આવી હતી.
ગાંધીનગર (Gandhinagar) માં ગુજરાત બ્રહ્મસમાજ (Gujarat Brahmo Samaj) ની મહત્વની બેઠક
બેઠકમાં આગામી ફિલ્મ 'ઘૂસખોર પંડિત' સામે બ્રહ્મસમાજે ભારે રોષ વ્યક્ત કર્યો છે. સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે આ ફિલ્મમાં બ્રાહ્મણ સમાજને જાણીજોઈને નીચા દેખાડવાનો અને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સોફ્ટ ટાર્ગેટ:બેઠકમાં ચર્ચા થઈ હતી કે વારંવાર બ્રાહ્મણ અને સવર્ણ સમાજને સોફ્ટ ટાર્ગેટ બનાવી મનોરંજનના નામે નિશાન બનાવવામાં આવે છે.
માંગણી: બ્રહ્મસમાજે સ્પષ્ટ ચીમકી આપી છે કે આ ફિલ્મ કોઈપણ સંજોગોમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ ન થવી જોઈએ.
આંદોલન: આ વિરોધને વધુ તેજ બનાવવા માટે આગામી સમયમાં જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદનપત્રો આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
UGCના નવા નિયમો અને કાનૂની લડત
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા લાવવામાં આવેલા નવા નિયમો સામે પણ બ્રહ્મસમાજે લડત ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
સુપ્રીમ કોર્ટની સ્થિતિ: બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે હાલ આ મામલે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે, તેથી જ્યાં સુધી અંતિમ ચુકાદો કે સ્ટે અમલમાં છે ત્યાં સુધી કોઈ આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે નહીં. જોકે, કાનૂની સ્તરે સમાજ પોતાની લડત સતત ચાલુ રાખશે.
સામાજિક સુધારા: લગ્નના ખર્ચમાં કાપ
માત્ર આંદોલનો જ નહીં, પરંતુ સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને આર્થિક બોજ ઘટાડવા પર પણ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. બ્રહ્મસમાજે લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓને ઘટાડવા અને સાદગીપૂર્ણ લગ્નોને પ્રોત્સાહન આપવા માટે સમાજના સભ્યો સાથે પરામર્શ કર્યો હતો.


