BZ Group Scam : આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર
- BZ Group Scam નાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો
- CID ક્રાઇમ દ્વારા વિશેષ તપાસ માટે 14 દિવસનાં રિમાન્ડની માગ કરાઈ હતી
- કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી 7 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
BZ Group Scam : ગઈકાલે CID ક્રાઇમ દ્વારા રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) મહેસાણામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં CID ક્રાઇમે કુલ 29 મુદ્દાનાં આધારે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે બંને પક્ષને દલીલો સાંભળીને આરોપીનાં 7 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો - BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો, ગઈકાલે મહેસાણામાંથી થઈ હતી ધરપકડ
પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું ફુલેકુ ફેરવ્યું!
રાજયમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં (BZ Group's Ponzi scheme) રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચરનાર આરોપી અને BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) ગઈકાલે મહેસાણા જિલ્લાનાં (Mehsana) વિસનગરનાં દવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઈમનાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી અંદાજે એક મહિનાથી ફરાર આરોપીને ઝડપી લેવાયો હતો.
આ પણ વાંચો - Mahisagar : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! અચાનક ફાટ્યો પેન્સિલ સેલ અને પછી..!
CID ક્રાઈમે 14 દિવસનાં રિમાન્ડ માંગ્યા, કોર્ટે 7 દિવસનાં મંજૂર કર્યા
આજે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરાયો હતો. માહિતી અનુસાર, CID ક્રાઈમે કુલ 29 મુદ્દાનાં આધારે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને 7 દિવસનાં રિમાન્ડની મંજૂરી આપી છે. માહિતી અનુસાર, આરોપી વતી કોઈ પણ વકીલ હાજર ન રહેતા કોર્ટ કાર્યવાહીમાં વિલંબ થયો હતો. જો કે, કોઈ પણ વકીલ ન આવતા આખરે લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી વકીલ અપાયા હતા. આથી, હવે રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચરનાર આરોપીને વિનામૂલ્યે કાયદાકીય સલાહ મળી રહી હોવાની ચર્ચાઓ પણ થવા લાગી છે. જણાવી દઈએ કે, અગાઉ ધરપકડથી બચવા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સેશન્સ કોર્ટ (Sessions Court) અને હાઇકોર્ટમાં (High Court) આગોતરા જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ GPID એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો - Bhavnagar : આ વાઇરલ Video જોઈને તમે પણ માથું ખંજવાળશો!