Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો, ગઈકાલે મહેસાણામાંથી થઈ હતી ધરપકડ

આજે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 14 દિવસનાં રિમાન્ડની માગ કરાશે.
bz group scam   કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો  ગઈકાલે મહેસાણામાંથી થઈ હતી ધરપકડ
Advertisement
  1. BZ Group Scam નાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો
  2. પોલીસ કોર્ટમાં 14 દિવસનાં રિમાન્ડની માગ કરી શકે છે.
  3. ગઈકાલે મહેસાણામાં ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો હતો.

BZ Group Scam : રાજ્યમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઇમની ટીમે મહેસાણામાં (Mehsana) એક ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્રસિંહની ધરપકડ કરી હતી. આજે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 14 દિવસનાં રિમાન્ડની માગ કરાશે.

આ પણ વાંચો - BZ Group Scam: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરી ધરપકડ, હવે અનેક રહસ્યોનો થશે પર્દાફાશ

Advertisement

ચુસ્ત બંદોબસ્ત સાથે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો

લોકોનાં કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ફરાર થયેલો BZ ગ્રૂપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) ગઈકાલે મહેસાણા જિલ્લાનાં (Mehsana) વિસનગરનાં દવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો. CID ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરીને ગાંધીનગર (Gandhinagar) સહયોગ સંકુલ CID ક્રાઇમની ઓફીસ ખાતે લવાયો હતો. માહિતી અનુસાર, આજે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 14 દિવસના રિમાન્ડની માગ કરાશે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટમાં રજૂ કરતા પહેલા ભૂપેન્દ્રસિંહનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - BZ Group Scam : જ્યાં રોકાઈને જલસા કરતો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ફાર્મ હાઉસ કોનું ? માહિતી આવી સામે!

CID ક્રાઇમ દ્વારા આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કરાઈ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, CID ક્રાઇમ દ્વારા આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કરવામાં આવી હતી. કૌભાંડનો (BZ Group Scam) પર્દાફાશ થયા બાદથી આટલા દિવસ સુધી તે ક્યાં ક્યા જઈને છુપાયો હતો ? ભૂપેન્દ્રસિંહ ઝાલાને મદદ કરનારી વ્યક્તિઓ કોણ કોણ હતી ? ભૂપેન્દ્રસિંહ ઝાલા અન્ય રાજ્યમાં ગયો હતો કે કેમ ? સહિતનાં વિવિધ સવાલો CID ક્રાઇમે આરોપીને પૂછ્યા હોવાની માહિતી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની મદદ કરનારા લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે એવી માહિતી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મસમોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - BZ Group Scam : આખરે ઝડપાયો ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે ફાર્મહાઉસમાં રોકાયો હતો તેને લઈ મોટો ઘટસ્ફોટ!

Tags :
Advertisement

.

×