Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : ઉત્તમ કે મધુર? બે ડેરીઓના ઝઘડામાં પશુપાલકો કેમ પિસાયા, જાણો શું છે આખો મામલો

ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના દહેગામ (Dehgam) તાલુકામાં દૂધના ભાવ અને ડેરી સંઘો વચ્ચેના વિવાદને લીધે પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અમદાવાદ જિલ્લા ડેરી સંઘ (Ahmedabad District Dairy Union) એટલે કે ઉત્તમ ડેરી (Uttam Dairy) અને ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરી (Madhur Dairy) વચ્ચે ચાલી રહેલા કાનૂની અને વહીવટી વિવાદમાં પશુપાલકો પિસાઈ રહ્યા છે.
gandhinagar   ઉત્તમ કે મધુર  બે ડેરીઓના ઝઘડામાં પશુપાલકો કેમ પિસાયા  જાણો શું છે આખો મામલો
Advertisement
  • ગાંધીનગર (Gandhinagar) ના દહેગામ (Dehgam) માં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોનો હલ્લાબોલ
  • ડેરી વિવાદમાં રોષે ભરાયેલા પશુપાલકોનો નહેરુ ચોકડી પાસે ચક્કાજામ
  • ઉત્તમ ડેરી અને મધુર ડેરી વચ્ચે ફસાયા પશુપાલકો
  • બોર્ડ ઓફ નોમિનીએ મધુર ડેરીને લેવાની મનાઈ ફરમાવી
  • ડેરી સંઘ માગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી

ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના દહેગામ (Dehgam) તાલુકામાં દૂધના ભાવ અને ડેરી સંઘો વચ્ચેના વિવાદને લીધે પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અમદાવાદ જિલ્લા ડેરી સંઘ (Ahmedabad District Dairy Union) એટલે કે ઉત્તમ ડેરી (Uttam Dairy) અને ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરી (Madhur Dairy) વચ્ચે ચાલી રહેલા કાનૂની અને વહીવટી વિવાદમાં પશુપાલકો પિસાઈ રહ્યા છે. પશુપાલકોનો આક્ષેપ છે કે ઉત્તમ ડેરી દ્વારા કિલો ફેટે ઓછો ભાવ આપવામાં આવે છે, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

ગાંધીનગર (Gandhinagar) ના દહેગામ (Dehgam) માં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોનો હલ્લાબોલ

આ વિવાદની વિગત એવી છે કે દહેગામ તાલુકાના પશુપાલકો છેલ્લા ચાર મહિનાથી મધુર ડેરીમાં દૂધ ભરાવતા હતા, પરંતુ બોર્ડ ઓફ નોમિની (Board of Nominees) દ્વારા મધુર ડેરીને આ દૂધ લેવાની મનાઈ ફરમાવતા વિવાદ વકર્યો છે. મધુર ડેરીએ દૂધ સ્વીકારવાનું બંધ કરતા નારાજ પશુપાલકોએ આજે દહેગામની નહેરુ ચોકડી (Nehru Chokdi) પાસે રસ્તા રોકીને ઉગ્ર ચક્કાજામ કર્યો હતો. દહેગામ તાલુકાનું દૈનિક દૂધ ઉત્પાદન આશરે 1.50 લાખ લિટર છે, જેમાંથી 70 હજાર લિટર દૂધ ઉત્તમ ડેરી ખરીદે છે.

Advertisement

gandhinagar- dahegam- Gujarat first2

Advertisement

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) મેદાને

આ આંદોલનમાં પશુપાલકોને સમર્થન આપવા માટે બાયડ (Bayad) ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતો અને પશુપાલકોને તેમનો હક અને યોગ્ય ભાવ મળવો જ જોઈએ. સાથે જ તેમણે આ લડાઈને ગાંધી ચીંધ્યા માર્ગે અને અહિંસક રીતે લડવા માટે અપીલ કરી હતી.

gandhinagar- dahegam- Gujarat first2

પશુપાલકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

પશુપાલકોએ હવે આગામી સમય માટે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પશુપાલક અગ્રણીઓના જણાવ્યા મુજબ, બુધવારે સવારે દહેગામમાં હરસોલી ચોકડી (Harsoli Chokdi) પાસે આવેલા ઉત્તમ ડેરીના દૂધ શીત કેન્દ્ર (Milk Chilling Center) ના પ્લાન્ટને તાળાબંધી કરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર કચેરી (Collector Office) સામે દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને દહેગામ મામલતદાર (Mamlatdar) ને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે. જો ડેરી સંઘ દ્વારા માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન વધુ તેજ બનાવવાની પશુપાલકોએ તૈયારી બતાવી છે.

આ પણ વાંચો : Rajkot : અગાસી પર રમતી 5 વર્ષની બાળકી બની હવસનો શિકાર,14 વર્ષના કૌટુંબિક ભાઈ સામે ફરિયાદ

Tags :
Advertisement

.

×