Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કચ્છના 'Road to Heaven' નો થશે કાયાકલ્પ: કેન્દ્રની ₹650 કરોડની મોટી ભેટ!

Kutch News: કેન્દ્ર સરકારે કચ્છ (Kutch) ના પ્રખ્યાત ‘રોડ ટુ હેવન’ (Road to Heaven) સહિત નેશનલ હાઈવે 754K (NH-754K) ના વિકાસ માટે ₹650.42 કરોડ મંજૂર કર્યા છે. 165.58 કિમી લાંબો આ રસ્તો લખપત (Lakhpat) થી ધોળાવીરા (Dholavira) ને જોડશે. આ પ્રોજેક્ટથી પ્રવાસન, મીઠા અને ખનિજ ઉદ્યોગને વેગ મળશે તથા સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે.
કચ્છના  road to heaven  નો થશે કાયાકલ્પ  કેન્દ્રની ₹650 કરોડની મોટી ભેટ
Advertisement
  • 'Road to Heaven' માટે 3. 650 કરોડથી વધુની મંજૂરી
  • નેશનલ હાઈવે 754Kના વિકાસ માટે 3.650.42 કરોડ મંજૂર
  • લખપત, હાજીપીરથી ધોળાવીરા સુધીનો 165.58 કિમી રસ્તો થશે અપગ્રેડ
  • રણોત્સવ અને ધોળાવીરા જવું હવે વધુ સુરક્ષિત અને સરળ બનશે
  • મીઠા અને ખનિજ ઉધોગના પરિવહનને મળશે નવી ગતિ
  • કચ્છના સરહદી વિસ્તારોના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું

Road to Heaven Kutch: કચ્છના સફેદ રણ (White Rann) માંથી પસાર થતા અને પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય એવા ‘રોડ ટુ હેવન’ (Road to Heaven) ના દિવસો હવે બદલાવા જઈ રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ સોશિયલ મીડિયા દ્વારા કચ્છ જિલ્લામાં નેશનલ હાઈવે 754K (NH-754K) ના વિકાસ માટે ₹650.42 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ જાહેરાતથી કચ્છના સરહદી વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

165 કિમીના રસ્તાનું થશે નવિનીકરણ- Road to Heaven

આ પ્રોજેક્ટ હેઠળ લખપત (Lakhpat), ગડુલી (Gaduli), જારા (Jara), હાજીપીર (Hajipir), ખાવડા (Khavda), કાંડવન (Kandavan) અને ધોળાવીરા (Dholavira) ને જોડતા 165.58 કિલોમીટર લાંબા સેક્શનનું કામ કરવામાં આવશે. અત્યારે આ રસ્તો સિંગલ લેન અથવા સાંકડો છે, જેને હવે પેવ્ડ શોલ્ડર (Paved Shoulder) સાથે ટુ-લેન (Two-lane) માં અપગ્રેડ કરવામાં આવશે. આનાથી વાહનચાલકોને ખાડામુક્ત અને પહોળો રસ્તો મળશે.

Advertisement

Advertisement

પ્રવાસન અને ઉદ્યોગો માટે ‘લાઈફલાઈન’- Road to Heaven

કચ્છનું ધોળાવીરા (Dholavira) જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ (UNESCO World Heritage Site) છે, ત્યાં પહોંચવા માટે ‘રોડ ટુ હેવન’ મુખ્ય માર્ગ છે. રણોત્સવ (Rann Utsav) દરમિયાન લાખો પ્રવાસીઓ અહીં મુલાકાત લે છે. રસ્તાના અપગ્રેડેશનથી પ્રવાસીઓની સુરક્ષા વધશે અને મુસાફરીનો સમય ઘટશે. આ ઉપરાંત, કચ્છના મીઠા (Salt) અને ખનિજ (Mineral) ઉદ્યોગોના પરિવહન માટે પણ આ હાઈવે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

સરહદી સુરક્ષા અને આર્થિક વિકાસ

આ હાઈવે ભારત-પાકિસ્તાન સરહદ (Indo-Pak Border) ની નજીક હોવાથી વ્યૂહાત્મક રીતે પણ ઘણો અગત્યનો છે. સૈન્યની અવરજવર અને સરહદી ગામડાઓના જોડાણ માટે આ રસ્તો કરોડરજ્જુ સમાન બનશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સ્થાનિક રોજગારી વધશે અને અંતરિયાળ વિસ્તારોમાં આર્થિક સમૃદ્ધિ આવશે. ટ્રાફિકની સમસ્યા હળવી થવાથી વાહનોના મેન્ટેનન્સ અને ઈંધણના ખર્ચમાં પણ ઘટાડો થશે.

આ પણ વાંચો: વર્લ્ડકપ મેચ જોવા જવું હતું પણ Ticket જ ન મળી, ગૃહમાં છલકાયું ધારાસભ્યનું દર્દ

Tags :
Advertisement

.

×