નર્મદા સેશન કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને સજાનો ઓર્ડર મળતા વિધાનસભામાં કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે. લીગલ ડિપાર્ટમેન્ટ આ મામલે દરખાસ્ત તૈયાર કરી રહ્યું છે, જેના આધારે વિધાનસભા તેમનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય લેશે. જનપ્રતિનિધિ ધારા મુજબ બે વર્ષથી વધુની સજા મળતા ધારાસભ્ય પદ રદ કરવાની જોગવાઈ છે, જે ચૈતર વસાવા માટે રાજકીય સંકટ ઊભું કરી રહી છે.
Chaitar Vasava Case: નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં મોટી કાયદાકીય મુસીબતોનો સામનો કરી રહ્યા છે. રાજપીપળા સેશન કોર્ટ (Session Court) દ્વારા તેમને સંભળાવવામાં આવેલી સજાનો ઓર્ડર હવે ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) સુધી પહોંચી ગયો છે. આ વિકાસને પગલે રાજકીય ગલિયારાઓમાં તેમના ધારાસભ્ય પદના રદ થવા અંગેની અટકળો તેજ બની છે.
શું ધારાસભ્ય પદ જશે?
પ્રાપ્ત માહિતી અનુસાર સેશન કોર્ટનો આ ઓર્ડર મળ્યા બાદ હવે વિધાનસભાના લીગલ ડિપાર્ટમેન્ટ (Legal Department) દ્વારા આ સમગ્ર મામલે સજા અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવશે. આ દરખાસ્ત વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવશે. એકવાર કોર્ટનો ઓર્ડર અને લીગલ વિભાગની દરખાસ્ત પર ચર્ચા થઈ જાય, ત્યારબાદ વિધાનસભા દ્વારા ધારાસભ્ય પદ રદ કરવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.
ચૈતર વસાવા કરી રહ્યા છે મુશ્કેલીઓનો સામનો
આ સમગ્ર મામલો જનપ્રતિનિધિ ધારા હેઠળ ગંભીર માનવામાં આવે છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ, જો કોઈ ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા થાય, તો તેમનું સભ્યપદ રદ થવાની સંભાવના રહેલી છે. હાલમાં ચૈતર વસાવા સામેની આ કાયદાકીય પ્રક્રિયા તેમના રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ Chaitar Vasava News: MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા, હવે શું કરશે AAP નેતાઓ?
આ પણ વાંચો: Narmada News: વનકર્મી પર હુમલા કેસમાં ચૈતર વસાવા દોષિત જાહેર થતાં સાંસદ ધવલ પટેલ શું બોલ્યા?
આ પણ વાંચોઃ Chaitar Vasava Profile: જાણો કોણ છે MLA ચૈતર વસાવા? જેમને રાજપીપળા કોર્ટે વનકર્મીને મારવાના કેસમાં જાહેર કર્યા દોષિત