Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 17 શંકાસ્પદ દર્દી અને 3 ના મોત, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આપ્યું નિવેદન
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના પગલે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્થિતિ અંગે નિવેદન આપ્યું છે. અત્યાર સુધી 17 શંકાસ્પદ કેસમાંથી 6 પોઝિટિવ અને 3 ના મોત થયા છે. સેન્ટપ્લાય માખીનો નાશ કરવા માટે 61 સ્થળોએ દવાનો છંટકાવ કરાયો છે. તંત્ર દ્વારા શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અને દેખરેખની કામગીરી સઘન બનાવવામાં આવી છે.
Advertisement
Chandipura Virus in Gujarat: ગુજરાતમાં હાલમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) નો કહેર જોવા મળી રહ્યો છે, જેના પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વાયરસની સ્થિતિ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને રોગચાળાને ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

