Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat: વિશ્વ ધ્યાન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્પષ્ટ સંદેશ - સ્વસ્થ મનથી જ વિકસિત ભારત શક્ય

Gujarat: વિશ્વ ધ્યાન દિવસની મહાત્મા મંદિરમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર્સનો પ્રથમ દિક્ષાંત સમારોહ સંપન્ન થતા મુખ્યમંત્રીએ પ્રમાણપત્રો એનાયત કર્યા છે. હિમાલયન સમર્પણ મેડીટેશનના પૂજ્યશ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાનિધ્યમાં સામૂહિક ધ્યાન સત્ર યોજાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ સાધના અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું જનઆંદોલન બનાવવાનું આહવાન કર્યું છે.
gujarat  વિશ્વ ધ્યાન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્પષ્ટ સંદેશ   સ્વસ્થ મનથી જ વિકસિત ભારત શક્ય
Advertisement
  • Gujarat: વિશ્વ ધ્યાન દિવસની મહાત્મા મંદિરમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી
  • ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ છે
  • મુખ્યમંત્રીના હસ્તે સમારોહમાં યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રો એનાયત

Gujarat: વિશ્વ ધ્યાન દિવસની મહાત્મા મંદિરમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર્સનો પ્રથમ દિક્ષાંત સમારોહ સંપન્ન થતા મુખ્યમંત્રીએ પ્રમાણપત્રો એનાયત કર્યા છે. હિમાલયન સમર્પણ મેડીટેશનના પૂજ્યશ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાનિધ્યમાં સામૂહિક ધ્યાન સત્ર યોજાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ સાધના અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું જનઆંદોલન બનાવવાનું આહવાન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@2047નું લક્ષ્ય

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@2047ના લક્ષ્યને મનની શાંતિ અને સ્વસ્થ-નિરોગી જીવનશૈલી સાથે ધ્યાન યોગથી જ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા સાકાર કરી શકાશે.

Advertisement

Advertisement

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અને યોગ ટ્રેનરનો પ્રથમ દીક્ષાંત સમારોહ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અને યોગ ટ્રેનરના પ્રથમ દીક્ષાંત સમારોહ અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા. તેમણે યોગ ટ્રેનર્સને અભિનંદન પાઠવતાં કહ્યું કે, યોગ એ શારીરિક તાકાત વધારે છે અને ધ્યાન મનની એકાગ્રતા વધારે છે. યોગ કરવા માટેની શક્તિનો સંચય ધ્યાન દ્વારા પ્રાપ્ત થતી મજબૂત નિર્ણય શક્તિથી જ થાય છે.

Gujarat: 70 વર્ષથી ઉપરના તમામ વડીલોને આયુષમાન કાર્ડ આપી દીધું છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું છે કે પ્રધાનમંત્રીએ દરેકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું છે. હાલના ભાગદોડમા જો યોગ કરવાનું ચુકાય જાય તો આયુષમાન કાર્ડ છે. સરકારી યોજના હોવા છતાંય પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારવાર મળે છે. ઘણા ઘર એવા છે જેની પાસે પૈસાની વ્યવસ્થા હોવા છતાંય ઘરડા લોકોની દવા કરાવતા નથી આવા કિસ્સામાં પણ આયુષમાન કાર્ડ આશીર્વાદ રૂપ બને છે. 70 વર્ષથી ઉપરના તમામ વડીલોને આયુષમાન કાર્ડ આપી દીધું છે. આયુષમાન કાર્ડ ખિસ્સામાં હોય તો બીમારી આવે જ નહીં એવી તાકાત છે.

ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ છે

મુખ્યમંત્રીએ ધ્યાનને ભારતની પ્રાચીન પરંપરામાંથી ઉપજી આવેલું વરદાન ગણાવતા ઉમેર્યું કે, આજના ઝડપી અને તણાવભર્યા સમયમાં માનસિક શાંતિ માટે તે એટલું જ પ્રાસંગિક છે. ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને જે વૈશ્વિક સ્વીકૃતિ અપાવી તેના પરિણામે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાને યોગને સ્વાસ્થ્ય રક્ષાનો પરંપરાગત સરળ ભાગ કહીને નિયમિત યોગ, પ્રાણાયામ, ધ્યાનથી રોગો-બીમારીથી મુક્ત રહેવાનો ઉપાય બતાવ્યો છે. આયુષ્યમાન ભારત એવી સ્વાસ્થ્ય સુવિધા છે કે, યોગથી સ્વાસ્થ્ય રક્ષા થાય છે. છતાં પણ જો કોઈને ગંભીર બીમારી આવે તો તેના ઈલાજ માટે આયુષ્માન ભારત યોજના વડાપ્રધાને આપી છે તેની પણ તેમણે ભૂમિકા આપી હતી.

યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજના સ્પર્ધાત્મક યુગમાં યોગ અને ધ્યાન એ એકાગ્રતા, નિર્ણયશક્તિ અને આંતરિક શાંતિ વધારવા માટે કોઈ ખર્ચ કે આડઅસર વગર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેવો સ્પષ્ટ મત પણ આ તકે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે આ સમારોહમાં યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલજી રાજપુતે યોગ બોર્ડની પ્રવૃત્તિઓ, તેની પ્રાસંગિકતા અને યોગ દ્વારા સ્વસ્થ રાજ્યથી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં યોગ ટ્રેનર્સની ભૂમિકાની વિસ્તૃત જાણકારી આપી સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબહેન પટેલ, હિમાલયન સમર્પણ મેડિટેશનના ગુજરાત પ્રાંત પદાધિકારીઓ અને યોગ ટ્રેનર્સ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Rajkot ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમુના ફેલ, લોકોના આરોગ્ય મામલે ચિંતા વધી

Tags :
Advertisement

.

×