મફત આપવા કરતા તેનું સ્વમાન જળવાય તે જરૂરી છેઃ CM Bhupendra Patel ના વિપક્ષ પર ચાબખા
- AAP અને કોંગ્રેસનું નામ લીધા વગર મુખ્યમંત્રીએ માર્યા ચાબખા
- ભૂતકાળમાં પણ અનેક યોજનાઓ બનતી હતીઃ CM
- "ભૂતકાળની યોજનાનું નામ પણ લોકો સુધી પહોંચતું નહોતું"
- 10-12 વર્ષથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ થાય છેઃ CM
- સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પ્રશ્નોનો થાય છે નિકાલઃ CM
- મફત આપવા કરતા તેનું સ્વમાન જળવાય તે જરૂરી છેઃ
- CM મફત આપીએ અને સ્વમાન ઘવાય તે યોગ્ય નથીઃ CM
- "મફત આપીએ અને સ્વમાન સાથે આપીએ તે જરૂરી છે"
ગુજરાતમાં સુશાસન દિવસની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અધિકારીઓને માર્ગદર્શન આપતા વિપક્ષોને આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. વિપક્ષી પક્ષોનું નામ લીધા વગર તેમણે ભૂતકાળની યોજનાઓ પર પ્રહાર કર્યા અને કહ્યું કે પહેલાં ઘણી યોજનાઓ બનતી હતી પરંતુ તેનું નામ પણ લોકો સુધી પહોંચતું નહોતું. આજે યોજનાઓ છેવાડાના માણસ સુધી પહોંચે છે અને તેનું સ્વમાન જળવાઈ રહે તેવી રીતે અમલ થાય છે.
CM Bhupendra Patel ના વિપક્ષ પર ચાબખા
ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, "મફત આપવા કરતાં તેનું સ્વમાન જળવાય તે જરૂરી છે. મફત આપીએ અને સ્વમાન ઘવાય તે યોગ્ય નથી. મફત આપીએ અને સ્વમાન સાથે આપીએ તે જરૂરી છે." આ વાત વિપક્ષોની 'મફતની રેવડી' નીતિઓ પર આડકતરો પ્રહાર માનવામાં આવી રહી છે.
AAP અને કોંગ્રેસનું નામ લીધા વગર મુખ્યમંત્રીએ માર્યા ચાબખા
ભૂતકાળમાં પણ અનેક યોજનાઓ બનતી હતીઃ CM
"ભૂતકાળની યોજનાનું નામ પણ લોકો સુધી પહોંચતું નહોતું"
10-12 વર્ષથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ થાય છેઃ CM
સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પ્રશ્નોનો થાય છે નિકાલઃ CM
મફત આપવા કરતા તેનું… pic.twitter.com/zHiTITiEGy— Gujarat First (@GujaratFirst) December 25, 2025
પીએમ મોદી સાથેનો અનુભવ શેર કર્યો
મુખ્યમંત્રીએ અધિકારીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેનો એક અનુભવ કહી સાંભળ્યો. તેમણે જણાવ્યું કે, "બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી પીએમ સાથે વાત થઈ હતી. તેમણે કાર્યક્રમમાં 10 મિનિટનો ગેપ હોય તો તેમાં પણ કંઈક કામ રાખવાનું કહ્યું હતું. પરંતુ અમારે અહીં ઊંધું છે – અમે 10 મિનિટનો ગેપ વધારીને 20-30 મિનિટ કરીએ છીએ." આ વાતથી અધિકારીઓને સમયના સદુપયોગનું માર્ગદર્શન આપ્યું. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, "આજે એક જ દિવસે સુશાસન યાદ આવે તેવું નથી. દરેક દિવસ સુશાસનનો હોવો જોઈએ. દરેક યોજનાના કેન્દ્રમાં નાનો માણસ હોય છે."
ગાંધીનગરમાં સુશાસન દિવસ નિમિત્તે CMનું નિવેદન
CMએ વડાપ્રધાન મોદી સાથેનો અનુભવ અધિકારીઓને કહ્યો
"બીજી વખત CMના શપથ લીધા ત્યારે PM સાથે વાત થઈ હતી"
સમગ્ર દિવસના કાર્યક્રમમાં 10 મિનિટનો ગેપ હોયઃ CM
"PM કાર્યક્રમ પરત મોકલે અને 10 મિનિટના ગેપમાં કામ રાખવા કહે"
"અમારે અહીં ઉંધુ છે, અમે… pic.twitter.com/R1lvKIUbNO— Gujarat First (@GujaratFirst) December 25, 2025
મુખ્યમંત્રીએઅધિકારીઓને કરી ટકોર
મુખ્યમંત્રીએ પીએમ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમની પ્રશંસા કરી કહ્યું કે, 10-12 વર્ષથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ આ કાર્યક્રમમાં થાય છે. તેમણે અધિકારીઓને ટકોર કરતા કહ્યું કે ફરિયાદોનો નિકાલ નિર્ણય શક્તિના અભાવે કે વહીવટી ગુંચવાડાઓને કારણે અટકતી નથી.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું કે ટેક્નોલોજી કામમાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ કામ કરવાની વૃત્તિ જરૂરી છે. કેટલાક અધિકારીઓ નાગરિકોના કામમાં વારંવાર કવેરી કાઢે છે તેવી ટકોર પણ કરી.
Gandhinagar ખાતે રાજ્ય સરકારની 'સુશાસન દિવસ'ની ઉજવણી | Gujarat First
CM ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી
CM ભૂપેન્દ્રભાઈ પટેલે NRG વેબસાઈટનું કર્યુ અનાવરણ
પેટ્રોકેમિકલ્સ અને એનર્જી વિભાગની નવીન પોલિસીની જાહેરાત
ગ્રીન હાઈડ્રોજન, બાયો એનર્જી, ઈવી ચાર્જિંગ… pic.twitter.com/7LBscTzTAq— Gujarat First (@GujaratFirst) December 25, 2025
કાંકરિયા કાર્નિવલનો શુભારંભ
સુશાસન દિવસની સાંજે મુખ્યમંત્રીએ અમદાવાદના કાંકરિયા કાર્નિવલનો શુભારંભ કરાવ્યો. તેમણે કહ્યું કે આ કાર્નિવલનો ઉદ્દેશ્ય નાના માણસને એન્જોયમેન્ટની તક આપવાનો છે, જે પીએમ મોદીએ શરૂ કર્યો હતો. આ વર્ષે 25થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાર્નિવલમાં 12 લાખથી વધુ લોકોની અપેક્ષા છે.
નવી પહેલ અને જાહેરાતો
કાર્યક્રમમાં એનઆરજી વેબસાઇટનું અનાવરણ, પેટ્રોકેમિકલ્સ અને એનર્જી વિભાગની નવી પોલિસીઓ (ગ્રીન હાઇડ્રોજન, બાયો એનર્જી, ઈવી ચાર્જિંગ)ની જાહેરાત અને 110 કરોડથી વધુના કામોનું લોકાર્પણ થયું. આ સાથે એમઓયુ પણ થયા.સુશાસન દિવસે મુખ્યમંત્રીના નિવેદનોએ વહીવટને વધુ જવાબદાર અને નાગરિકલક્ષી બનાવવાનો સંદેશ આપ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના માર્ગદર્શનની વાતો વારંવાર સાંભળવા મળી.
આ પણ વાંચો: Gandhinagar: વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ


