Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Jal Sanchay Abhiyan : CM ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની સંયુક્ત સમીક્ષા બેઠક

ચોમાસા પહેલા રાજ્યમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે. ગાંધીનગર અને દિલ્હી વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પાણીના સંગ્રહ માટે કરોડો રૂપિયાનું બજેટ અને એક નવી ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. જુના બોરવેલ ધરાવતા લોકો માટે તો કેન્દ્ર સરકારે તિજોરી ખોલી દીધી છે. શું છે સરકારનો આ નવો 'માસ્ટર પ્લાન' અને તમારા જિલ્લામાં તેની શું અસર થશે?
jal sanchay abhiyan   cm ભૂપેન્દ્રભાઇ પટેલ  કેન્દ્રીય જળશક્તિ મંત્રી cr પાટીલની સંયુક્ત સમીક્ષા બેઠક
Advertisement
  • CM ભૂપેન્દ્ર પટેલનો તમામ કલેકટરોને કડક આદેશ (CM Bhupendra patel Metting)
  • જુના બોર રિચાર્જ કરવા 90% રકમ કેન્દ્ર સરકાર આપશે
  • માર્ચ-2026 પહેલા 553 કરોડની ગ્રાન્ટ વાપરવા સૂચના
  • ધારાસભ્યોની ગ્રાન્ટ હવે પાણીના કામોમાં વપરાશે
  • ચોમાસા પહેલા જળસંચયના કામો પૂરા કરવા તાકીદ

CM Bhupendra patel Metting : ગુજરાતમાં આગામી ચોમાસા (Monsoon) પહેલા પાણીના સંગ્રહ અને જળસંચય માટે રાજ્ય સરકારે કમર કસી છે. રાજ્યમાં પાણીની સમસ્યા ભવિષ્યમાં ન સર્જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) એ તમામ જિલ્લા કલેકટરોને યુદ્ધના ધોરણે કામ કરવા આહવાન કર્યું છે. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સમાં જળસંચયના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

CM Bhupendra patel Metting : જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાન

આ બેઠકમાં મુખ્યમંત્રી સ્પષ્ટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) ના વિઝનરી લીડરશીપ હેઠળ શરૂ કરાયેલું 'કેચ ધ રેઈન' (Catch the Rain) અભિયાન ગુજરાતમાં વધુ અસરકારક રીતે લાગુ કરવું છે. તેમણે "જળસંચય જન ભાગીદારી 2.0" અભિયાન અંતર્ગત ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. દિલ્હીથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (C.R. Patil) અને સચિવ કાન્તારાવ જોડાયા હતા, જ્યારે ગાંધીનગરથી મુખ્ય સચિવ એમ.કે. દાસ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં બનાસકાંઠા (Banaskantha), કચ્છ (Kutch) અને રાજકોટ (Rajkot) ના કલેકટરોએ તેમના જિલ્લામાં થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને આગામી આયોજનની વિગતો આપી હતી.

Advertisement

Advertisement

CM Bhupendra patel Metting : ચોમાસા પહેલા આગોતરું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી કે વરસાદી પાણીના સંગ્રહ માટેના કામો ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે કેન્દ્ર સરકાર દ્વારા જળસંચય જન ભાગીદારી યોજના હેઠળ રાજ્યને ફાળવવામાં આવેલી 553 કરોડ રૂપિયાની ગ્રાન્ટ (Grant) નો માર્ચ-2026 પહેલા સંપૂર્ણ ઉપયોગ થઈ જવો જોઈએ. આ માટે જળસંચયના કામો તાત્કાલિક ધોરણે હાથ ધરવા સૂચના અપાઈ હતી.

50 લાખની ગ્રાન્ટનો ઉપયોગ

વધુમાં, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દરેક ધારાસભ્યને મળતી 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ (MLA Grant) નો ઉપયોગ પણ જિલ્લામાં જળસંગ્રહના કામો માટે થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. તેમણે જિલ્લાઓ વચ્ચે જળસંચયના કામોમાં એક તંદુરસ્ત હરીફાઈ (Healthy Competition) થાય તેવી હિમાયત કરી હતી.

સી.આર. પાટીલનું નિવેદન અને ફંડિંગ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ગુજરાતની કામગીરીને દેશ માટે 'રોલ મોડેલ' ગણાવી હતી. તેમણે એક મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે જુના બોર રિચાર્જ (Bore Recharge) કરવા માટે હવે 90 ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે, જેનાથી ખેડૂતો અને સામાન્ય લોકોને મોટો ફાયદો થશે. તેમણે આ કામગીરીમાં એનજીઓ (NGOs) ને જોડવા પર ભાર મૂક્યો હતો.

1 કરોડથી વધુ જળસંગ્રહક સ્ટ્રક્ટરો ઉભા કરાશે

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે 'વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન' (ગ્રામીણ) યોજનાના ફંડમાંથી 40 ટકા રકમ જળસંચયના કામો માટે વાપરી શકાશે. આગામી 31 મે, 2026 સુધીમાં દેશભરમાં એક કરોડથી વધુ જળસંગ્રાહક સ્ટ્રક્ચરો ઉભા કરવાનો લક્ષ્યાંક છે. ઉલ્લેખનીય છે કે જળ સંચય જન ભાગીદારી-1 હેઠળ ગુજરાતમાં 1.33 લાખથી વધુ કામો પૂર્ણ થયા છે, જેનાથી ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Gram Shakti Talim Karyakram : ‘વિકસિત ગ્રામ’થી ‘વિકસિત ભારત’નો નવો સંકલ્પ

Tags :
Advertisement

.

×