ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CM ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 4 મહાનગરોની 7 ટીપી સ્કીમો કરી મંજૂર

ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુંથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને વડોદરાની કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. વળી તેમા વેગ મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુ એક મહત્વનો નિર્ણય લઇને રાજ્યના વિકાસને વધુ વેગવંતો બનાવવાની દીશામાં આગળ પ્à
05:27 AM May 03, 2022 IST | Vipul Pandya
ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુંથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને વડોદરાની કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. વળી તેમા વેગ મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુ એક મહત્વનો નિર્ણય લઇને રાજ્યના વિકાસને વધુ વેગવંતો બનાવવાની દીશામાં આગળ પ્à
ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુંથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને વડોદરાની કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. 
ગુજરાતનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. વળી તેમા વેગ મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુ એક મહત્વનો નિર્ણય લઇને રાજ્યના વિકાસને વધુ વેગવંતો બનાવવાની દીશામાં આગળ પ્રયાણ કર્યું છે. તેમણે કુલ 4 મહાનગરોની 7 ટીપી સ્કીમને મંજૂરી આપી છે. તેમણે આ અંગે ટ્વીટ કરતા જણાવ્યું હતું. જેમા તેમણે લખ્યું, 'અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને જામનગર મહાનગરોની સાત ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી. આ ટીપી સ્કીમના લીધે શહેરોમાં રસ્તાઓ, બગીચા, રમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે તેમજ 27,500 જેટલા EWS આવાસો માટે જમીન ઉપલબ્ધ થશે. સાથે જ, શહેરોના આયોજનબદ્ધ વિકાસને પણ વેગ મળશે.' 

આ સ્કીમને મંજૂરી મળતા સંબંધિત વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતો અને રોડ-રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતા નાગરિકોને વધુ સુવિધા મળતી થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જે પ્રીલીમનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે, તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં 38/1 દાણીલીમડા તથા ગાંધીનગર મહાનગર પાલિકાની ટી.પી. સ્કીમ નં. 61 ખોરજ ખોડિયારનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વુડાની કુલ 7 ટી.પી. સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે કુલ 32.55 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. આ બધી સ્કીમમાં મળીને અંદાજે કુલ 27,500 EWS આવાસો બની શકશે. આ ટીપી સ્કીમમાં વેચાણ માટે 115.97 હેકટર જમીનની ફાળવણી કરાઇ છે.
Tags :
CMBhupendraPatelGujaratGujaratFirstTownPlaningTP
Next Article