CM ભૂપેન્દ્રભાઈ પટેલ અમેરિકાના પ્રવાસે: વોશિંગ્ટન DC સ્થિત વિશ્વ બેંક મુખ્યાલયમાં યોજી રાઉન્ડટેબલ બેઠક
Gujarat Chief Minister: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકા પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન DC ખાતે વિશ્વ બેંક મુખ્યાલયમાં રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. તેમણે ગુજરાતની આર્થિક શિસ્ત દર્શાવી ગિફ્ટ સિટીને ગ્લોબલ ફિનટેક હબ તરીકે રજૂ કર્યું હતું. આ ઉપરાંત રાજ્યના મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ફાઇનાન્સિંગ અને ઝડપી અમલ માટે વિશ્વ બેંક સાથે ભાગીદારીના વિકલ્પો શોધ્યા હતા.
Advertisement
CM Bhupendra Patel US Visit World Bank GIFT City: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendra Patel) હાલ અમેરિકા (America)ના સત્તાવાર પ્રવાસે છે. આ ઉચ્ચસ્તરીય મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ વોશિંગ્ટન ડીસી ખાતે આવેલા વિશ્વ બેંક મુખ્યાલય (World Bank Headquarters)ની મુલાકાત લઈને બેંકના ટોચના અધિકારીઓ અને નાણાકીય નિષ્ણાતો સાથે અત્યંત ફળદાયી રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી મુખ્યમંત્રીએ ગુજરાતના આર્થિક મોડેલ અને ભવિષ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની વૈશ્વિક સમક્ષ મજબૂત રજૂઆત કરી હતી.

