ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Budget 2025 : 'વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું' ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ : CM ભૂપેન્દ્ર પટેલ

ગરીબોને આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં અપાતી સહાય 1.70 લાખ રૂપિયા કરાઈ...
04:36 PM Feb 20, 2025 IST | Vipul Sen
ગરીબોને આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં અપાતી સહાય 1.70 લાખ રૂપિયા કરાઈ...
GujaratBudget_Gujarat_first CM
  1. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26 ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat Budget 2025)
  2. ગરીબોને આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં અપાતી સહાય 1.70 લાખ રૂપિયા કરાઈ
  3. આદિજાતિના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આ વર્ષે 30 હજાર કરોડની રકમ ફાળવાશે

Gujarat Budget 2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2025-26 માટે ગુજરાતનાં બજેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) માર્ગદર્શનમાં “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું” ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરેલા આ બજેટને તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતનાં વિઝનને આયોજનબદ્ધ રીતે પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવ્યું છે. આ માટે રૂ. 50 હજાર કરોડનાં પ્રાવધાન સાથે વિકસિત ગુજરાત ફંડની સ્થાપનાને તેમણે મહત્ત્વપૂર્ણ ગણાવી છે.

ઇતિહાસનું સૌથી મોટા કદ રૂ.3.70 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું

રાજ્યનાં અત્યાર સુધીનાં ઇતિહાસનું સૌથી મોટા કદનાં એટલે કે રૂ.3.70 લાખ કરોડનાં આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તૂલનાએ 21.8% નો વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે એમ પણ મુખ્યમંત્રીએ (CM Bhupendra Patel) ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રગતિ અને ઉન્નતિનાં નીત-નવા આયામો સર કરતા ગુજરાતનાં સૌ નાગરિકોનાં જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ આ બજેટમાં થયો છે. અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝિલાતું હોવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

વિકસિત ગુજરાત માટે 6 રિજિયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરાશે

મુખ્યમંત્રીએ ઇન્ફાસ્ટ્રક્ચર અને કનેક્ટિવીટી માટે આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓને આવકારતા જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત માટે 6 રિજિયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવશે. સુરત રિજન, અમદાવાદ રિજન, વડોદરા રિજન, રાજકોટ રિજન, સૌરાષ્ટ્ર કોસ્ટલ રિજન અને કચ્છ રિજન એમ કુલ 6 ગ્રોથ હબ બનાવવાનું આ બજેટમાં પ્રાવધાન છે. મુખ્યમંત્રીએ (CM Bhupendra Patel) સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં કામોનાં આયોજનની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, વિકસિત ગુજરાતની દિશાને નવી ગતિ આપવા બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. નમોશક્તિ એક્સપ્રેસ-વેના નિર્માણથી ઉત્તર ગુજરાતનાં ડીસાને સૌરાષ્ટ્રનાં સમુદ્રી વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને વેગ મળશે.

દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને વધુ સરળ કનેક્ટિવીટી મળશે

એટલું જ નહિ, સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વેને અમદાવાદ, રાજકોટ અને દ્વારકા, સોમનાથ, પોરબંદર સાથે જોડવાનાં પ્રાવધાન અંગે જણાવ્યું હતું કે, આ માર્ગોનાં વિકાસથી દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને વધુ સરળ કનેક્ટિવીટી મળશે. ઉપરાંત, રાજ્યમાં પ્રવાસીઓને વધુ સુવિધા પૂરી પાડવા માટે દાહોદ ખાતે નવા એરપોર્ટનાં નિર્માણની જાહેરાત તેમ જ વડોદરા, સુરત (Surat), ભાવનગર અને પોરબંદર એરપોર્ટનાં અપગ્રેડેશન દ્વારા એરકનેક્ટિવિટી સુદ્રઢ કરવાની બાબતને પણ મુખ્યમંત્રીએ વધાવી હતી. રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા અંબાજી કોરિડોર અને ધરોઈ ટુરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિકાસ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

2025 નાં સમગ્ર વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવામાં આવશે!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યનાં વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા માટે 2025 નાં સમગ્ર વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવામાં આવશે. આ માટે સમગ્રતયા શહેરી વિકાસના બજેટમાં 40% નો વધારો કરીને વધુ 31 હજાર કરોડ રૂપિયા આ બજેટમાં ફાળવ્યા છે. આ સાથે જ નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે માળખાકીય વિકાસ સહિતનાં કામો માટે આ બજેટમાં (Gujarat Budget 2025) નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે. વડાપ્રધાને જળસંચય માટે કરેલા આહ્વાનને આગળ ધપાવવા માટે ગુજરાતનાં શહેરી ક્ષેત્રોમાં જનભાગીદારીથી ‘કેચ ધ રેઈન’ અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મૂહિમ ઊપાડવામાં આવશે, એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અપાતી સહાયમાં 50 હજાર રૂપિયાનો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાને (PM Narendra Modi) દરેક વ્યક્તિને માથે પાકી છત હોય એવું સપનું સેવ્યું છે, તે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી સાકાર થઈ રહ્યું છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અપાતી સહાયમાં 50 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે, દરેક લાભાર્થીને રૂ.1 લાખ 70 હજારની સહાય આપવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ આદિજાતિનાં વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધીનાં સમગ્ર આદિજાતિ બેલ્ટમાં વસવાટ કરતાં વનબંધુઓનાં વિકાસ માટે 30 હજાર કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે. બજેટમાં ફાળવાયેલી આ રકમથી આદિજાતિ વિસ્તારોમાં ઘર આંગણે શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધા વધારવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો - Gujarat Budget 2025 : મોટર વાહન વેરા અંગે રાજ્ય સરકારની મોટી જાહેરાત, વાંચો વિગત

ફિશરીઝ એટલે કે બ્લૂ ઇકોનોમીને વેગ આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે. CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું હતું કે, રાજ્યનાં મત્સ્યોદ્યોગનાં સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શનમાં ફિશરીઝ એટલે કે બ્લૂ ઇકોનોમીને વેગ આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે. સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મત્સ્યોદ્યોગમાં અગ્રેસર છે અને મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે અભૂતપૂર્વ 1622 કરોડ રૂપિયાની માતબર રકમનું પેકેજ બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ દ્વારા માછીમારો માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને એક્સપોર્ટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

સ્ટાર્ટઅપને વેગ આપવા 4 રિજિયનમાં આઈ-હબની સ્થાપનાને આવકારી

મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, દેશની કૃષિ ક્રાંતિનો આધાર કૃષિ ક્ષેત્ર આધુનિક બને અને અન્નદાતા વધુ સક્ષમ બને તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. કૃષિ ક્ષેત્ર માટે રૂ.1612 કરોડ બજેટમાં (Gujarat Budget 2025) ફાળવીને રાજ્યનાં ખેડૂતો અને ખેતીનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, કૃષિ ઉત્પાદનનાં વેલ્યૂ એડિશન દ્વારા ખેડૂતની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રમોશન માટે આ બજેટમાં પ્રાવધાન છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં યુવાઓ, નારીશક્તિ અને બાળકોનાં પોષણ માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. યુવાશક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં આ યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે 7 ટેકનિકલ સંસ્થાઓમાં એ.આઈ. લેબ અને સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા 4 રિજિયનમાં આઈ-હબની સ્થાપનાને તેમણે આવકારી હતી.

આ પણ વાંચો - ગૃહ વિભાગને કૂલ 12659 કરોડ રૂપિયાની જોગવાઇ, કાયદો વ્યવસ્થાને સુદ્રઢ બનાવાશે

વીમા સુરક્ષા કવચને બમણું કરાયું!

મુખ્યમંત્રીએ નારીશક્તિનાં સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્ત્વપૂર્ણ યોજના ‘સખી સાહસ યોજના’ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સ્વ-સહાય જૂથની બહેનોને આ યોજનામાં સાધન સહાય, લોન ગેરંટી વગેરે માટે રાજ્ય સરકાર મદદરૂપ થશે. તેમણે કહ્યું હતું કે, ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોનાં પોષણનો પણ આ બજેટમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ માટે ગત વર્ષનાં બજેટ કરતા 25 ટકાનો વધારો કરીને 8460 કરોડનું બજેટ ફાળવ્યું છે. રાજ્યનાં આર્થિક વિકાસની સાથે-સાથે સામાજિક સુરક્ષાની પણ દરકાર સરકારે કરી છે. તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં આપવામાં આવતા વીમા સુરક્ષા કવચને બમણું એટલે કે 2 લાખથી 4 લાખ કરવામાં આવ્યું છે. આ વીમા કવચનો લાભ લગભગ 4 કરોડ 45 લાખથી વધુ લોકોને મળશે એમ પણ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ નાણામંત્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા

તેમણે દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, દિવ્યાંગો માટેની પાત્રતા 80 ટકાથી ઘટાડીને 60 ટકા કરી છે. આના પરિણામે 85 હજારથી વધુ દિવ્યાંગો લાભાર્થી બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં દિશાદર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યનાં પ્રત્યેક નાગરિકને વિકસિત રાષ્ટ્રનાં નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા યોગદાન આપવા પ્રેરિત કરશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું તેમ જ વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વગ્રાહી બજેટ (Gujarat Budget 2025) આપવા માટે નાણામંત્રી કનુભાઈ અને એમની ટીમને અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો - સરકારી કર્મચારીઓ લાલીયાવાડી નહીં ચાલે, કાગળ પર હાજર સાહેબોને 10.30 એ પહોંચવું જ પડશે

Tags :
CM Bhupendra PatelGujarat Assembly NewsGujarat Budget 2025Gujarat Budget NewsGujarat FirstgujaratbudgetGujart Finance Ministerkanubhai desaipm narendra modiTop Gujarati News
Next Article