Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

"ભાજપ પર આક્ષેપ વગર કોંગ્રેસની સવાર નથી પડતી", 'SIR' મુદ્દે કોંગ્રેસને જવાબ!

ગુજરાત કોંગ્રેસે મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લગાવી ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી છે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ફોર્મ 7 દ્વારા SC, ST અને OBC મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. ભાજપ પ્રવક્તા ડો. અનિલ પટેલે આ આક્ષેપોને નકારી ચૂંટણી પંચની સ્વાયત્તતા પર ભાર મૂક્યો છે.
 ભાજપ પર આક્ષેપ વગર કોંગ્રેસની સવાર નથી પડતી    sir  મુદ્દે કોંગ્રેસને જવાબ
Advertisement
  • Gujarat SIR Controversy: SIRની પ્રક્રિયામાં ગડબડીનો આક્ષેપ
  • કોંગ્રેસ ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યું
  • આક્ષેપો પર ભાજપે પ્રતિક્રિયા આપી

Gujarat SIR Controversy: ગુજરાતમાં આગામી ચૂંટણીલક્ષી તૈયારીઓ વચ્ચે મતદાર યાદી સુધારણા અને SIR (Special Inquiry Report) ની પ્રક્રિયામાં મોટી ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Pradesh Congress Committee) નું એક ઉચ્ચસ્તરીય ડેલિગેશન મુખ્ય ચૂંટણી પંચ (Election Commission) ની કચેરીએ પહોંચ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષના ઈશારે મતદારોના મતાધિકાર છીનવવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે.

Gujarat SIR Controversy: અમિતભાઈ ચાવડાની લેખિત રજૂઆત

આંકલાવના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા (Amit Chavda) ની આગેવાનીમાં સિનિયર નેતાઓના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર (Gandhinagar) માં ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી હતી. અમિતભાઈ ચાવડા (Amit Chavda) એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક જગ્યાએ મતદારોની જાણ બહાર તેમના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 (Form No. 7) ભરાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસનો મુખ્ય આક્ષેપ છે કે જે મતદારો વિપક્ષ તરફી ઝુકાવ ધરાવે છે અથવા ચોક્કસ સમુદાયના છે, તેમના નામ મતદાર યાદીમાંથી વ્યવસ્થિત રીતે દૂર કરવામાં આવી રહ્યા છે જેથી તેમના મતાધિકાર (Right to Vote) નો અંત લાવી શકાય.

Advertisement

Advertisement

Gujarat SIR Controversy: ડેટા સાથે છેડછાડના આરોપ

કોંગ્રેસે આક્ષેપ છે કે SIR પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે. અધિકારીઓ પર દબાણ લાવીને ડેટા સાથે છેડછાડ કરવામાં આવી રહી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.  કોંગ્રેસે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે આ પ્રક્રિયાની તટસ્થ તપાસ કરવામાં આવે અને કોઈ પણ મતદારનું નામ યોગ્ય કારણ વગર યાદીમાંથી કમી ન થાય તેની ખાતરી કરવામાં આવે.

ભાજપનો વળતો પ્રહાર: "આક્ષેપો વગર કોંગ્રેસની સવાર પડતી નથી"

બીજી તરફ, કોંગ્રેસના આ ગંભીર આક્ષેપો પર ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) એ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ (Dr. Anilbhai Patel) એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "કોંગ્રેસની સવાર ભાજપ પર ખોટા આક્ષેપો કર્યા વગર પડતી નથી." તેમણે ઉમેર્યું કે ચૂંટણી પંચ એક સ્વાયત સંસ્થા (Autonomous Body) છે અને તેના પર સરકારનું કોઈ નિયંત્રણ હોતું નથી.

આ પણ વાંચોઃ "કોંગ્રેસ ફક્ત સોશિયલ મીડિયા પર છવાયેલું" ભાજપ પ્રવકતા Dr Anil Patel ના કોંગ્રેસ પર પ્રહાર!

ચૂંટણી પંચની સ્વાયતતા અને વૈધાનિક પ્રક્રિયા પર ભાર

ભાજપ પ્રવક્તાએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, ફોર્મ નંબર 7 અંગે જે પ્રશ્નો ઉભા થયા છે તે વહીવટી પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે, પરંતુ તેને રાજકીય રંગ આપવો તે કોંગ્રેસની હતાશા દર્શાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ચૂંટણી પંચ હંમેશા વૈધાનિક પ્રક્રિયા (Statutory Process) અનુસાર જ કામગીરી કરે છે અને તેમાં કોઈ પણ પ્રકારની ગડબડીની શક્યતા રહેતી નથી. ભાજપના મતે, કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ હોવાથી અત્યારથી જ પાયાવિહોણા આક્ષેપો કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે.

બનાસકાંઠામાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં પણ મતદાર યાદી મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે. SIR કામગીરીના વિરોધ સાથે કલેકટરને આપ્યું આવેદન છે. મોટાપાયે ગેરરીતિ થયાની આશંકા વ્યક્ત કરી છે. 60 હજાર ડમી ભાજપ કાર્યકર્તાઓના નામ રજૂ કર્યાનો આરોપ લગાવ્યો છે.જીવતા મતદારોને મૃત જાહેર કરી નામ કમી કરાયાનો આક્ષેપ કર્યા છે. SC, ST, લઘુમતી અને OBC સમાજના નામ યાદીમાંથી દૂર કરાયા છે. સરકારે કોંગ્રેસના મતદારોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કર્યો હોવાના ગંભીર આરોપો લગાવતાં રાજકારણ ગરમાયું છે. કમી કરેલા મતદારોના નામ ફરી નહી જોડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચોઃ Kheda: ભણતરના નામે જોખમ! ખંભાલી શાળામાં વિદ્યાર્થીને ટાંકી સાફ કરાવતાં હાથમાં ફ્રેક્ચર!

Tags :
Advertisement

.

×