Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Crime Conference: ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

Crime Conference: ગાંધીનગરમાં બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સના સમાપન પર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશને 'જંગ' ગણાવી પોલીસ અધિકારીઓને બિરદાવ્યા. તેમણે ટેકનોલોજીના ઉપયોગ અને નાગરિકો પ્રત્યે સંવેદનશીલ અભિગમ પર ભાર મૂક્યો. આ પ્રસંગે ઉત્કૃષ્ટ તપાસ અને સ્પેશિયલ ઓપરેશન માટે રાજ્યના 31 ઉચ્ચ પોલીસ અધિકારીઓને 'કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક' એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
crime conference  ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ  નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
Advertisement
  • Crime Conference: ડ્રગ્સ માફિયાઓ સામે સખ્તાઈથી કામ લેવા નાયબ મુખ્યમંત્રીનો આદેશ
  • નવી ટેકનોલોજી અને ટીમ વર્ક દ્વારા પોલીસ તંત્રને નવી દિશા મળશે:નાયબ મુખ્યમંત્રી
  • 'પોલીસ પ્રત્યે સામાન્ય નાગરિકોનો વિશ્વાસ જળવાય તે સૌથી વધુ જરૂરી'
  • ઉત્કૃષ્ટ કામગીરી બદલ 31 ઉચ્ચ પોલીસ અધિકારીઓને 'ગૃહ મંત્રી દક્ષતા પદક' અર્પણ

Crime Conference:ગુજરાતમાં બે દિવસીય ઐતિહાસિક 'ક્રાઈમ કોન્ફરન્સ' (Crime Conference) ના સમાપન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ((Harshabhai Sanghvi) ના હસ્તે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સન્માનિત કરાયા છે. આ દરમિયાન તેમણે પોલીસ દળનો ઉત્સાહ વધારતા મહત્વનું નિવેદન આપ્યું હતું.  નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ માત્ર એક અભિયાન નથી, પરંતુ આવનારી પેઢીને બચાવવા માટેનો એક 'જંગ' છે." આ જંગમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વિના ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા તેમણે આદેશ આપ્યો હતો.

Policeman's Honour, Union Home Minister's Dakshta Medal_gujaratfirst 23

Advertisement

નાયબ મુખ્યમંત્રીએ પોલીસની કામગીરીના વખાણ કર્યા

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે આ બે દિવસની કોન્ફરન્સમાં જિલ્લાના એસપી અને પોલીસ કમિશનરે જે સંશોધનાત્મક પ્રેઝન્ટેશન રજૂ કર્યા છે. તેમાં ખૂબ સારા નવા વિષયો સાંકળી લઈને સંસ્થાકીય પ્રયાસો કરવામાં આવ્યા છે, આ ટીમ વર્ક દ્વારા જ શક્ય બને છે. આ પ્રયાસો આગામી સમયમાં અન્ય જિલ્લા અને શહેરોના નાગરિકોના હિતમાં ખૂબ મદદરૂપ થશે. આમાં નવીન ટેકનોલોજી અને નવીન અભિગમ દર્શાવવામાં આવ્યો છે, તે આગામી સમયમાં પોલીસ તંત્રને નવી દિશા આપશે. આ બે દિવસના વિવિધ સત્રમાં થયેલી ચર્ચા અને નવા સૂચનોનો આગામી સમયમાં અમલ કરવામાં આવશે.

Advertisement

'ટીમ લીડર તરીકે હંમેશા તમામ કર્મચારીની સાથે રહેવું જોઈએ'

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીઓ વધુમાં કહ્યું હતુ કે રાજ્યના છેવાડાના નાના અને ગરીબો, મહિલાઓ- માતાઓ, વૃદ્ધો તેમજ અટવાયેલા સૌ નાગરિકોનો આપ એટલે કે ગુજરાત પોલીસ જ આધાર છે,આ તેમનો વિશ્વાસ તૂટવો જોઈએ નહીં. તેમની કોઈપણ ફરિયાદને તમે ગંભીરતાથી સાંભળશો તો તેની ઉપર જલ્દી અસરકારક કામ થશે. નાગરિકોને સરળતાથી મળવાથી પણ તેમની ઘણી સમસ્યાઓનો હલ આવતો હોય છે. હાલ કરતાં પણ વધુ સક્રિય રીતે સામાન્ય નાગરિકને સરળતાથી મળવાનું રાખશો તો નીચેની માહિતી પણ તમને ખૂબ ઝડપી અને સચોટ રીતે મળતી થશે. જે તમને કાયદો અને વ્યવસ્થા માટે મદદરૂપ થશે. જ્યારે જિલ્લા અને શહેરના પોલીસ વડા તરીકે તમે બેઠક કરતા હોય ત્યારે છેક નીચેના કર્મચારી પણ તમને દિલથી સાચું છે તે કહેવાની હિંમત કરે ત્યારે જ એકબીજા વચ્ચે આત્મીયતા જળવાશે અને પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવશે. આપણે કર્મચારીને તેની રેન્કના આધારે નહીં પણ તેના અનુભવના આધારે મૂલવવો જોઈએ. તેમની સારી આવડત - સ્કીલને હંમેશા બિરદાવી જોઈએ. ટીમ લીડર તરીકે આપણે હંમેશા તમામ કર્મચારીની સાથે રહેવું જોઈએ તો જ તેને કામ કરવાનો આનંદ- જુસ્સો આવશે.

'ડ્રગ્સ માફિયા સામે માનવતાથી નહીં કડકાઇથી કામ લેવાનું'

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદ અને સુરત પોલીસ કમિશનરને ડ્રગ્સ સામેની સારી કામગીરી કરવા બદલ અભિનંદન આપતાં કહ્યું હતું કે, તાજેતરમાં સુરતમાં હાઇબ્રીડ ગાંજો પકડીને પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વર્ષ 2022 કરતાં ડ્રગ્સ સામેના કેસમાં મોટો વધારો આવ્યો છે. જે આપણા સૌની સારી કામગીરી દર્શાવે છે. ડ્રગ્સ માફિયા સામે માનવતાની રીતે નહીં પણ કડકાઇથી કામ લેવાનું ચાલુ રાખવાનું છે. ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસ સતત કાર્યવાહી કરી રહે છે તે બદલ નાયબ મુખ્યમંત્રીએ સૌને અભિનંદન આપીને બિરદાવ્યા હતા.

Crime Conference પોલીસમાં મોટો બદલાવ લાવશે

Policeman's Honour, Union Home Minister's Dakshta Medal_gujaratfirst 235

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સમાપન સમારોહમાં કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં આયોજિત આ ઐતિહાસિક બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ ગુજરાત પોલીસમાં ખૂબ મોટો વધુ હકારાત્મક બદલાવ લાવશે. કોન્ફરન્સમાં વિવિધ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાએ પોતાના એકમમાં અમલી બેસ્ટ પ્રેક્ટિસીસના પ્રેઝન્ટેશન રજૂ કરી રાજ્યની સુરક્ષા અને સલામતી માટે નવી દિશા આપી છે. આ બેસ્ટ પ્રેક્ટિસીસમાં સંવાદની સાથે કાયદો અને વ્યવસ્થા, ક્રાઈમ, ટેકનોલોજી, વેલફેર તેમજ વહીવટી સહિત તમામ સર્વગ્રાહી વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.

gujaratpolice_sanman_gujaratfirst

આમાં તમામ સારી બાબતોનો પોતાના એકમ અને જિલ્લામાં અમલ કરવા વિકાસ સહાયે સૌ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. ભવિષ્ય માટે ઉપયોગી તેમજ માહિતીસભર પ્રેઝન્ટેશન તૈયાર કરનાર તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સહાયે બિરદાવીને આ કોન્ફરન્સમાં સહભાગી થવા સૌને અભિનંદન પણ પાઠવ્યા હતા.

  31 ઉચ્ચ પોલીસ અધિકારીઓનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન

ગુજરાત પોલીસમાં વર્ષ 2022,2023 અને 2024 દરમિયાન વિશેષ કામગીરી બદલ રાજ્યના કુલ 36 ઉચ્ચ પોલીસ અધિકારીઓની પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ માટે પસંદગી કરવામાં આવી છે. જેના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ગાંધીનગર ખાતે ઉપસ્થિત કુલ  31 ઉચ્ચ પોલીસ અધિકારીઓને પદક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહિલા પોલીસ અધિકારી  ‘જીવન રક્ષા પદક-2024’  થી  સન્માનિત

Policeman's Honour, Union Home Minister's Dakshta Medal_gujaratfirst 235

આ કાર્યક્રમમાં વર્ષ 2022,2023 અને 2024માં કુલ  18 માંથી ઉપસ્થિત 15 ઉચ્ચ પોલીસ અધિકારીઓને ‘યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલેન્સ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. જ્યારે વર્ષ 2023 માટે કુલ 18 માંથી 16 ઉચ્ચ પોલીસ અધિકારીઓને ‘યુનિયન હોમ મિનિસ્ટર્સ સ્પેશીયલ ઓપરેશન એવોર્ડ’ એનાયત કરાયા હતા. આ ઉપરાંત એક મહિલા પોલીસ અધિકારીને ‘જીવન રક્ષા પદક-2024’ આપીને સન્માનિત કરાયા હતા. જે સમગ્ર પોલીસ પરિવાર માટે સન્માનનીય ક્ષણ છે.

આ સમાપન સમારોહ સીઆઈડી ક્રાઈમ ડીજીપી ડૉ.કે.એલ.એન રાવ, અમદાવાદ પોલીસ કમિશનર  જી.એસ. મલિક, ડૉ. નીરજા ગોટરું સહિતના ડીજીપી રેન્કના અધિકારીઓ ઉપરાંત એડીજીપી, આઇજીપી, ડીઆઇજી તથા એસ.પી રેન્કના આઇપીએસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ VIDEO: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, ઈશુ ખ્રિસ્તની મૂર્તિને કર્યા પ્રણામ

Tags :
Advertisement

.

×