Cyber Crime : ATS ની જેમ સાઇબર ક્રાઈમનું બનશે અલગ યુનિટ, સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
સાઇબર ક્રાઇમને અટકાવવા માટે રાજ્યમાં એટીએસની (Gujarat ATS) જેમ એક અલગ યુનિટ બનાવવાનો સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
Advertisement
- રાજ્યમાં ATS ની જેમ સાઇબર ક્રાઈમનું અલગથી યુનિટ બનશે (Cyber Crime)
- સાઇબર ક્રાઇમનાં વધતા ગુનાહોને ધ્યાનમાં લઈ સરકારનો નિર્ણય
- એક IG એક DIG રેન્કના અધિકારીની સાઇબર ક્રાઈમ માટે નિમણૂક થશે
- પોલીસ ભવન જેવું સાઇબર ક્રાઈમનું અલાયદું ભવન ગાંધીનગરમાં બનશે
Gandhinagar : રાજ્યમાં સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં (Cyber Crime) દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ટેક્નોલોજીનાં યુગમાં સાઇબર ગઠીયાઓ નાગરિકોને 'ડિજિટલ એરેસ્ટ' (Digital Arrest) કરી ડરાવી-ધમકાવી રૂપિયા ખંખેરી રહ્યા છે. ત્યારે સતત વધી રહેલા સાઇબર ક્રાઇમને અટકાવવા માટે રાજ્યમાં એટીએસની (Gujarat ATS) જેમ એક અલગ યુનિટ બનાવવાનો સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એક IG અને એક DIG રેન્કના અધિકારીની સાઇબર ક્રાઈમ યુનિટ માટે નિમણૂક કરાશે.

