Gandhinagar માં કોંગો ફીવરનો કેસ, તંત્રની કાર્યવાહી અને હાલની સ્થિતિને લઈને DDO એ શું કહ્યું?
- ગાંધીનગરમાં (Gandhinagar) કોંગો ફીવરના કેસ મામલે DDOનું નિવેદન
- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પગલાં લેવાયા: DDO
- 26 વર્ષિય યુવકને ડિસેમ્બર મહિનામાં તાવ આવ્યો હતો: DDO
- તપાસ કરાવતા 7 જાન્યુઆરીએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો: DDO
- "ગામમાં અને દર્દીના સગાને સ્કેનિંગ કરતા તમામની તબિયત સારી"
- કંઈ ચિંતાજનક નથી ગામમાં ક્યાંય લક્ષણ દેખાતા નથી: DDO
Gandhinagar: રાજ્યના પાટનગર ગાંધીનગરમા તાજેતરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના કેસ નોંધાયા હતા ત્યારે બીજી તરફ ગાંદીનગરમાં પ્રથમ કોંગો ફીવર પોઝિટિવનો કેસ સામે આવ્યો છે. જેમાં ગાંધીનગરના પિંડારડા ગામમાં પશુપાલન સાથે સંકળાયેલ 26 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા પશુપાલન વિભાગ અને આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.અને રોગ પશુઓમાં ન ફેલાય તે અંગે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આ મામલે ગાંધીનગર DDOનું નિવેદન સામે આવ્યું છે.
ગાંધીનગરમાં કોંગો ફીવરના કેસ મામલે DDOનું નિવેદન
DDO બી. જે. પટેલે જણાવ્યું કે, કોંગો ફીવરના કેસ મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પગલાં લેવાયા છે. કોંગો ફીવરનો ભોગ બનનાર 26 વર્ષે યુવક ને ડિસેમ્બર મહિનામાં તાવ આવ્યો હતો. જેથી પુનાની લેબોરેટરીમાં તપાસ કરાવતા 7 જાન્યુઆરીએ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટ બાદ ગામમાં અને દર્દીના સગાને સ્કેનિંગ કરતા તમામની તબિયત સારી છે . ગામના 300થી વધુ પશુઓનું પણ સ્કેનિંગ કરાયુંછે. જો કે ગામમાં ક્યાંય કોઈ ચિંતાજનક નથી લક્ષણ દેખાતા નથી.
Gandhinagar : કોંગો ફીવરને લઇને દર્દીના સગાની તપાસ કરવામાં આવી | Gujarat First
ગાંધીનગરના પીંડારડા ગામમાં કોંગો ફીવરનો કેસ મામલો
ગામમાં આરોગ્ય વિભાગની બે ટીમ ડિપ્લોય કરવામાં આવી
હાલના તબક્કે દર્દીના સગાને કોંગો ફીવરનો કોઈ લક્ષણ નહીં
ટીમ દ્વારા પશુઓનું સર્વેલ્સન કરી દવા… pic.twitter.com/ka1qnBXdgy— Gujarat First (@GujaratFirst) January 9, 2026
કોંગો ફીવર શું છે ?
કોંગો ફીવર, જેને સંપૂર્ણ નામે ક્રિમિયન-કોંગો હેમોરેજિક ફીવર (CCHF) કહેવામાં આવે છે, એ એક ગંભીર વાયરલ રોગ છે. આ રોગ ક્રિમિયન-કોંગો હેમોરેજિક ફીવર વાયરસથી થાય છે, જે મુખ્યત્વે ઇતરડી (ટિક્સ ના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પશુઓના રક્ત કે પેશીઓના સંપર્કથી મનુષ્યમાં ફેલાય છે.
નામ કેવી રીતે પડ્યું?
1944માં પહેલી વખત ક્રિમિયા (યુરોપ)માં જોવા મળ્યો.
1969માં કોંગો (આફ્રિકા)માં મોટો ફેલાવો થયો, તેથી આ નામ પડ્યું.
ભારતમાં અને ગુજરાતમાં તેને સામાન્ય રીતે કોંગો ફીવર કહેવામાં આવે છે.
કેવી રીતે ફેલાય છે?
મુખ્ય વાહક: હાયાલોમા જાતિની ઇતરડી (ટિક્સ), જે પશુઓ (ગાય, ભેંસ, બકરા, ઘેટાં વગેરે) પર રહે છે.
લક્ષણો શું છે?
ચેપ લાગ્યા પછી 1-9 દિવસમાં લક્ષણો દેખાય છે,અચાનક ઊંચો તાવ,માથું, પીઠ અને સ્નાયુઓમાં દુખાવો,ચક્કર આવવા, ઉલટી-ઉબકા, ઝાડા તેમજ ગંભીર કેસમાં નાક, પેઢા કે શરીરમાંથી રક્તસ્ત્રાવ (હેમોરેજ), આંતરિક રક્તસ્ત્રાવ જેવા લક્ષણો દેખાય છે.
કેસમાં સારવાર લક્ષણોના આધારે સપોર્ટિવ કેર (પ્રવાહી, રક્ત આપવું વગેરે). રિબાવિરિન નામની દવા કેટલાક વપરાય છે.હાલ કોઈ ચોક્કસ વેક્સીન કે દવા નથી.
બચવાના ઉપાયો
પશુઓના સંપર્કમાં હોવ તો ગ્લવ્ઝ અને પૂરા કપડાં પહેરો.
ઇતરડી મારવા માટે રિપેલન્ટ અને દવા વાપરો.
હોસ્પિટલમાં ચેપગ્રસ્ત દર્દીઓની સારવારમાં સુરક્ષા પગલાં લો.
જો તાવ સાથે આવા લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે જાઓ અને પશુ સંપર્કનો ઇતિહાસ જણાવો.
આ રોગ ગંભીર છે, પરંતુ વહેલી તકે ઓળખવાથી બચી શકાય છે.
આ પણ વાંચો: Vadodara માં ગેંગરેપની ઘટના, નરાધમોએ 14 વર્ષીય બાળકીને પીંખી નાખી


