DGP Vikas Sahay : MLA જીગ્નેશભાઈ મેવાણીનું નામ લીધા વિના DGP વિકાસ સહાયનો જવાબ!
- DGP Vikas Sahay નો MLA જીગ્નેશભાઈ મેવાણીને જવાબ!
- MLA જીગ્નેશભાઈ મેવાણીનું નામ લીધા વિના આપ્યો જવાબ
- પોલીસનું મનોબળ તોડવાનું કામ ન સાંખી લેવાયઃ DGP વિકાસ સહાય
- "કોઈપણ વ્યક્તિ હોય કે સંસ્થા હોય ચલાવી ના લેવાય"
Gandhinagar : વડગામનાં ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીગ્નેશભાઈ મેવાણી (Jigneshbhai Mevani) દ્વારા પોલીસ વિરોધી નિવેદનનો રાજ્યમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. 'પટ્ટા ઉતરી જશે' નિવેદન પર જ્યાં એક તરફ રાજ્યમાં રાજકારણ તેજ થયું છે ત્યાં બીજી તરફ વિવિધ સ્થળે પોલીસ પરિવારો દ્વારા ધરણા કરી જીગ્નેશભાઈ મેવાણી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ પણ ઊઠી છે. આ વચ્ચે DGP વિકાસ સહાયની (DGP Vikas Sahay) પ્રતિક્રિયા સામે આવી છે. આજે ગાંધીનગરમાં ગુજરાત પોલીસ 'DGP’s Commendation Disc–2024' સમારોહ યોજાયો હતો, જેમાં DGP વિકાસ સહાયએ MLA જીગ્નેશ મેવાણીનું નામ લીધા વિના જવાબ આપ્યો હોય તેમ કહ્યું હતું કે, પોલીસનું મનોબળ તોડવાનું કામ ન સાંખી લેવાય.
આ પણ વાંચો -Kheda: હૈજરાબાદ પંચાયતમાં દાખલા માટે 100 વસૂલાતા હોવાના આક્ષેપ, ગ્રામજનો સરપંચ પર રોષે ભરાયા
એક લીડર તરીકે તમારે આ વસ્તુને ટોલરેટ નહીં કરાય : DGP Vikas Sahay
આજે ગાંધીનગરમાં ગુજરાત પોલીસ અકાદમી, કરાઇનાં નવા વિદ્યાભવન, ઓડીટોરીયમ ખાતે 'DGP’s Commendation Disc–2024' સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પોલીસ (Gujarat Police) તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા. દરમિયાન, DGP વિકાસ સહાયએ (DGP Vikas Sahay) પોતાનાં નિવેદનમાં MLA જીગ્નેશ મેવાણીનું નામ લીધા વિના જવાબ આપ્યો હોય તેમ કહ્યું હતું કે, 'કોઈ અધિકારી કે કર્મચારી ભૂલ કરે તો તેની સામે કાર્યવાહી કરવા આપણું વિભાગ છે. પરંતુ, પોલીસ ડિપાર્ટમેન્ટનાં બહારની વ્યક્તિ મારા અધિકારી કે કર્મચારીને કહી જાય તમારા અધિકારી કે કર્મચારીને કહી જાય તો એ ટોલરેટ કરવાની જરૂર નથી.'
'વટથી, સન્માનથી અને ભયમુક્ત થઈને કામગીરી કરીએ'
DGP વિકાસ સહાયએ આગળ કહ્યું કે, 'તમે ફોર્સનાં લીડર છો અને આ તમારી જવાબદારી અને ફરજ છે. પોલીસનું મનોબળ તોડવાનું કામ સાંખી ન લેવાય. કોઈપણ વ્યક્તિ હોય કે સંસ્થા હોય ચલાવી ના લેવાય. વટથી, સન્માનથી અને ભયમુક્ત થઈને કામગીરી કરીએ. પોલીસ વિભાગની ગરિમાને આંચ ન આવે તે જોવું જરૂરી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ (Jignesh Mevani) દારુ, ડ્રગ્સના વેચાણનો વિરોધ કરી સ્થાનિકો સાથે પોલીસ કચેરીએ જઈ ઉગ્ર રજૂઆત કરી હતી અને આ દરમિયાન તેમણે પોલીસ વિરુદ્ધ આપત્તિજનક નિવદેન આપ્યું હતું, જેનો વીડિયો પણ વાઇરલ થયો હતો.
આ પણ વાંચો -AMC નો કડક નિર્ણય : સેવન્થ ડે સ્કૂલનો પ્લોટ પરત લેવા COP પ્રક્રિયા