Gandhinagar: શું ખરેખર બે બાળકોના મોત ટાઈફોઈડથી થયા? જાણો કમિશનરે શું કહ્યું?
- Gandhinagar: ટાયફોઈડના કેસ મામલે કમિશનરનું નિવેદન
- ગાંધીનગર મ્યુનિસિપિલ કમિશનર જે.એન. વાઘેલાનો દાવો
- 2 બાળકોના મોત ટાઈફોઈડથી નથી થયાઃ જે.એન. વાઘેલા
Gandhinagar Typhoid Update: ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાયફોઈડ (Typhoid) અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. ખાસ કરીને સેક્ટર-27 અને આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાતા તંત્ર દોડતું થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા (J.N. Vaghela) એ શહેરની વર્તમાન સ્થિતિ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. કમિશનરે સ્પષ્ટતા કરી છે કે શહેરમાં બે બાળકો (Children) ના જે મૃત્યુ થયા છે, તે ટાયફોઈડના કારણે નથી થયા, પરંતુ અન્ય બીમારીઓના કારણે થયા છે.
બાળકોના મોત અંગે સ્પષ્ટતા
ગાંધીનગરમાં બે બાળકોના મોત ટાઈફોડથી થયાના દાવાને મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ નકાર્યો છે. કહ્યું કે, "બાળકોના મોત ટાયફોઈડથી નથી થયા. તબીબી તપાસના આધારે જાણવા મળ્યું છે કે બાળકોના મોત પાછળ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જવાબદાર હતી." આ નિવેદન દ્વારા તંત્રએ લોકોમાં ફેલાયેલા ડરને ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે.
સિવિલ હોસ્પિટલની સ્થિતિ
શહેરમાં ફેલાયેલા રોગચાળાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 113 દર્દીઓ સારવાર હેઠળ છે. આ દર્દીઓમાં તાવ, ઝાડા-ઊલટી અને ટાયફોઈડના લક્ષણો જોવા મળ્યા છે. કમિશનરે ખાતરી આપી છે કે સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે માટે તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
Gandhinagar માં પાણીના સેમ્પલિંગ અને સર્વેની કામગીરી
રોગચાળાના ઉદ્દભવ સ્થાન ગણાતા પાણીના પ્રદૂષણ અંગે પણ કમિશનરે મોટી માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે, લેબોરેટરી રિપોર્ટ મુજબ પાણીના સેમ્પલમાં કંઈ પણ વાંધાજનક મળી આવ્યું નથી. એટલે કે, સત્તાવાર રીતે પાણી દૂષિત હોવાના પુરાવા મળ્યા નથી. તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં ગાંધીનગર શહેરમાં આશરે 75 હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. ઘરે-ઘરે જઈને આરોગ્ય ટીમ લોકોની તપાસ કરી રહી છે અને બીમાર લોકોને તાત્કાલિક સારવાર પૂરી પાડી રહી છે.
આ પણ વાંચોઃ Gandhinagar: ટાઇફોઇડના કેસનો આંકડો 132 પર પહોંચ્યો, જાણો નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું?


