Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Digital Governance : ગ્રીન એનર્જી + AI: ગુજરાતનું નવું ટેક-મોડલ:ગુજરાત

ધોલેરામાં ₹25,000 કરોડનું AI રોકાણ: ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે ઐતિહાસિક કરાર. 250 MW ગ્રીન AI રેડી ડેટા સેન્ટર દ્વારા રાજ્યના ડિજિટલ પરિવર્તનની સંપૂર્ણ રૂપરેખા.
digital governance   ગ્રીન એનર્જી   ai  ગુજરાતનું નવું ટેક મોડલ ગુજરાત
Advertisement
  •  Digital Governance:  ધોલેરા SIR ખાતે ₹25,000 કરોડના 'ગ્રીન AI ડેટા સેન્ટર' દ્વારા ડિજિટલ પરિવર્તનની નવી ક્ષિતિજ

Digital Governance : ધોલેરામાં ₹25,000 કરોડનું AI રોકાણ તથા  ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે ઐતિહાસિક કરાર. 250 MW ગ્રીન AI રેડી ડેટા સેન્ટર દ્વારા રાજ્યના ડિજિટલ પરિવર્તનની સંપૂર્ણ રૂપરેખા.

૨૧મી સદીના વૈશ્વિક ફલક પર જ્યારે ડેટા એ 'નવું ઇંધણ' અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ Artificial Intelligence (AI) એ 'નવું એન્જિન' બની ચૂક્યું છે, ત્યારે ભારત આ ડિજિટલ ક્રાંતિના અધિષ્ઠાતા તરીકે ઉભરી રહ્યું છે. DholeraSIR-India AI Summit 2026 એ માત્ર ટેકનોલોજીનું પ્રદર્શન નથી, પરંતુ 'વિકસિત ભારત@2047' Vikasit Bharat@2047  ના સંકલ્પને સિદ્ધ કરવા માટેનું એક વૈચારિક મહાકુંભ છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના 'ટેકેડ' (Techade) ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતે ફરી એકવાર પોતાની આગવી મથામણ અને અગ્રેસરતા સાબિત કરી છે.

Advertisement

Digital Governance : ગુજરાત સરકારની AI પહેલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના પ્રગતિશીલ નેતૃત્વ હેઠળ, ગુજરાત હવે માત્ર 'મેન્યુફેક્ચરિંગ હબ' -Manufacturing Hub બનીને સંતોષ માનવાને બદલે વિશ્વનું 'ઇન્ટેલિજન્સ કેપિટલ' બનવા તરફ કૂચ કરી રહ્યું છે. ધોલેરા SIR ખાતે સ્થાપિત થનારું ₹ 25000 કરોડનું 'ગ્રીન AI રેડી ડેટા સેન્ટર' એ માત્ર એક ભૌતિક માળખું નથી, પરંતુ તે આગામી દાયકાની અર્થવ્યવસ્થા, રોજગારી અને ડિજિટલ સુશાસનનો મજબૂત પાયો છે. આ કરાર (MoU) ગુજરાતની એ શક્તિનું પ્રતીક છે જે ટેકનોલોજીને માનવીય મૂલ્યો અને પર્યાવરણીય સંતુલન સાથે જોડીને એક નવા યુગના મંડાણ કરી રહ્યો છે."

Advertisement

Digital Governance  : ધોલેરામાં હાઇપરસ્કેલ ક્રાંતિ

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન-Dholera SIR હવે માત્ર એક સ્માર્ટ સિટી નથી, પરંતુ એશિયાનું સૌથી મોટું 'ગ્રીન AI ડેટા સેન્ટર હબ' બનવા જઈ રહ્યું છે.

    • રોકાણ: ₹25,000 કરોડ (L&T વ્યોમા દ્વારા).

    • ક્ષમતા: 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર.

    • સમયમર્યાદા: વર્ષ 2028 સુધીમાં કાર્યરત થવાની સંભાવના.

    • મુખ્ય ઉદ્દેશ્ય: હાઇપરસ્કેલ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવું.

વડાપ્રધાનનું "MANAV" વિઝન અને ગુજરાતનું અમલીકરણ

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ AI ક્ષેત્રે માનવ કેન્દ્રીત અભિગમ માટે "MANAV" સૂત્ર આપ્યું છે, જેને ગુજરાત સરકારે પોતાના આયોજનમાં વણી લીધું છે:

અક્ષરઅર્થ (Vision)વિગત
MMoral & Ethical Systemનૈતિક અને નીતિગત ડેટા વપરાશ.
AAccountable Governanceજવાબદાર અને પારદર્શક શાસન વ્યવસ્થા.
NNational Sovereigntyડેટાના અધિકાર સાથે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ.
AAccessible & Inclusiveટેકનોલોજી છેવાડાના માનવી સુધી પહોંચે તેવું આયોજન.
VValid & Legitimateમાન્ય અને કાયદેસર પ્રણાલીઓ દ્વારા સુરક્ષા.

 

આર્થિક અને સામાજિક અસરો

આ પ્રોજેક્ટ માત્ર ટેકનોલોજીકલ નથી, પણ સામાજિક-આર્થિક પરિવર્તનનું ચાલકબળ છે:

  • રોજગાર સર્જન: ડેટા સેન્ટરના નિર્માણથી લઈ ઓપરેશન સુધી હજારો સીધી અને પરોક્ષ નોકરીઓ ઊભી થશે.

  • બજેટરી સપોર્ટ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે AI અને ડિજિટલ ગવર્નન્સ માટે ₹850 કરોડની ફાળવણી કરી છે, જે સરકારની ગંભીરતા દર્શાવે છે.

  • વૈશ્વિક આકર્ષણ: આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વની ટોચની ક્લાઉડ અને AI કંપનીઓને ગુજરાત તરફ આકર્ષિત કરશે.

 પર્યાવરણીય ટકાઉપણું (Sustainability)

આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેનું 'ગ્રીન' હોવું છે. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં થયેલા આ કરાર મુજબ, ડેટા સેન્ટર પર્યાવરણીય માપદંડોને ચુસ્તપણે અનુસરશે, જે ગુજરાતની 'સસ્ટેનેબલ ડિજિટલ ઇકોસિસ્ટમ'ની વિભાવનાને સાકાર કરશે.

ગુજરાત IT/ITeS નીતિ (2022-27) અને આ નવા MoU ના સંગમથી રાજ્ય હવે ડેટા પ્રોસેસિંગના કેન્દ્રમાંથી 'ઇન્ટેલિજન્ટ ડિજિટલ હબ'માં પરિવર્તિત થઈ રહ્યું છે. L&T વ્યોમા અને ગુજરાત સરકારની આ ભાગીદારી આગામી દાયકા માટે ભારતની AI સફરનો પાયો નાખશે.

આ પણ વાંચો : Marriage Act Amendment : દીકરીઓની સુરક્ષા માટે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય

Tags :
Advertisement

.

×