Digital Gujarat :તમારા દસ્તાવેજો હવે હંમેશા તમારી સાથે
- Digital Gujarat : ગુજરાત સરકારે 65% સેવાઓને DigiLocker સાથે જોડીને રાષ્ટ્રીય સન્માન મેળવ્યું છે. હવે 1.92 કરોડથી વધુ નાગરિકોના તમામ દસ્તાવેજો છે સાવ સુરક્ષિત.
- Digital Revolution તરફ આગળ વધતું ગુજરાત: DigiLocker ક્ષેત્રે મેળવ્યું રાષ્ટ્રીય સન્માન
Digital Gujarat : "તમારા દસ્તાવેજો હવે હંમેશા તમારી સાથે" – આ વિચારને સાકાર કરીને ગુજરાત સરકારે પોતાની 65% થી વધુ નાગરિક સેવાઓને Digi Locker Platform સાથે સાંકળીને Digital Governance ના ક્ષેત્રમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. રાજ્ય સરકારના આ ભગીરથ પ્રયાસોના પરિણામે આજે ગુજરાતના 1.92 Crore થી વધુ નાગરિકો ખૂબ જ સરળતાથી Digital Services નો લાભ મેળવી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શન અને વિજ્ઞાન તથા પ્રોદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ ગુજરાતે IT અને Digital Governance ના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરી છે.
Digital Gujarat : દિલ્હીમાં મળ્યું રાષ્ટ્રીય ગૌરવ
તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત 'National Consultative Workshop on Strengthening Cyber Security Framework for State Data' દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લેવામાં આવી હતી. DigiLocker Integration માં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ ગુજરાત, કર્ણાટક, કેરળ, નાગાલેન્ડ અને રાજસ્થાનના અધિકારીઓ સહિત State E-Governance Mission Team (SeMT) નું રાષ્ટ્રીય સ્તરે વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બસ પરિવહન ક્ષેત્રે Technology ના શ્રેષ્ઠ અને નવતર ઉપયોગ માટે પણ ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કૃત કરાયું છે.
Digital Gujarat : 'Ease of Living' નો નવો અધ્યાય
Department of Science and Technology (DST) ના જણાવ્યા અનુસાર, હવે Digital Disability Certificates પણ DigiLocker પર ઉપલબ્ધ કરાવી દેવાયા છે. જેના કારણે દિવ્યાંગ નાગરિકો કોઈપણ જાતની હાલાકી વગર માત્ર આ Digital Certificate બતાવીને સરકારી બસોમાં Free મુસાફરીનો લાભ લઈ શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના 'Digital India' અને 'Paperless Governance' ના Vision ને સાકાર કરવા Electronics and Information Technology Ministry (MeitY) તેમજ National E-Governance Division (NeGD) સતત કાર્યરત છે. IT Rules-2016 અનુસાર, DigiLocker માં રાખવામાં આવેલા તમામ Digital Documents મૂળ ભૌતિક દસ્તાવેજો જેટલી જ કાયદાકીય માન્યતા ધરાવે છે. હવે સરકારી કચેરીઓમાં અસલ દસ્તાવેજોના Physical Verification માટે રૂબરૂ જવાની જરૂરિયાત નહિવત થઈ ગઈ છે, જેનાથી સામાન્ય જનતા માટે Ease of Living માં મોટો વધારો થયો છે.
ગુજરાત સરકારની વિવિધ સેવાઓ: હવે એક જ Click પર
રાજ્યના વિભિન્ન મહત્વના વિભાગો અને સંસ્થાઓએ પોતાની સેવાઓ DigiLocker સાથે જોડી દીધી છે, જેની વિગતો નીચે મુજબ છે:
DigiLocker System સંપૂર્ણપણે સુરક્ષિત પ્લેટફોર્મ પર કામ કરે છે. આમાં દસ્તાવેજો સીધા જ Issuer પાસેથી Real-Time માં મળતા હોવાથી Data ની વિશ્વસનીયતા 100% રહે છે. તે નાગરિકની સંમતિથી Secure Document Exchange Platform તરીકે કામ કરે છે, જે Real-Time Verification Module દ્વારા ડેટાની ત્વરિત ચકાસણી સુનિશ્ચિત કરે છે.
નાગરિકોનો ઉમળકાભેર પ્રતિભાવ
સરકારની આ Digital પહેલથી વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ ભારે ઉત્સાહિત છે. ગાંધીનગરની એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સુશ્રી ધ્યાની બારોટે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે:
"મેં મારા મોબાઇલમાં DigiLocker App ડાઉનલોડ કરીને તેમાં મારા મહત્વપૂર્ણ Documents જેવા કે Aadhaar Card, PAN Card, ABHA Card વગેરે સુરક્ષિત રાખ્યા છે. હવે મારે અસલ દસ્તાવેજો સાથે લઈને ફરવાની ચિંતા નથી રહેતી. હું ગમે ત્યારે અને ગમે ત્યાંથી આ Documents ને Access કરી શકું છું. સામાન્ય નાગરિકોની સુવિધા માટે આવી ઉત્કૃષ્ટ Digital Services આપવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર."
ગુજરાત સરકારની આ અભૂત્તપૂર્વ પહેલના કારણે નાગરિકોને હવે અસલ દસ્તાવેજો ખોવાઈ જવાનો કે ફાટી જવાનો કોઈ જ ભય રહ્યો નથી. DigiLocker ના Real-Time Cloud-Based Platform ને કારણે સામાન્ય જનતાના તમામ દસ્તાવેજો હવે સાવ સુરક્ષિત અને ડિજિટલ સ્વરૂપે સદાય તેમની સાથે રહે છે. આ વ્યવસ્થાથી વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા આવવાની સાથે-સાથે કાગળનો વપરાશ ઘટ્યો છે, જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ એક મોટું અને સકારાત્મક કદમ છે. ટૂંકમાં, ગુજરાતે આ ટેકનોલોજીના શ્રેષ્ઠ સમન્વયથી સાચા અર્થમાં 'Smart and Secure Governance' તરફ ડગ માંડ્યા છે.
આ પણ વાંચો : Koba Jain Tirth Surya Tilak: પ્રભુ મહાવીરનું સૂર્ય તિલક, 39 વર્ષથી 22 મેના રોજ કેમ ઘટે છે આ ઘટના?


