બંગાળમાં રોજગારીનો નવો યુગ! DYCM Harshbhai Sanghvi એ આપ્યું મોટુ નિવેદન
- પશ્ચિમ બંગાળના પરિણામો પર DYCM Harshbhai Sanghvi નું નિવેદન
- પશ્ચિમ બંગાળના નાગરિકોનો ભવ્ય વિજયઃ હર્ષભાઈ
- બંગાળના નાગરિકોના હિતમાં નિર્ણયો લેવાશેઃ હર્ષભાઈ
- બંગાળને હવે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળશેઃ હર્ષભાઈ
DYCM Harshbhai Sanghvi: ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે આજે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને ઉમરેઠ પેટાચૂંટણીમાં પક્ષના શાનદાર વિજયને વધાવવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના ગુંજારવ અને આતશબાજી વચ્ચે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
DYCM Harshbhai Sanghvi નું નિવેદન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તેને બંગાળના નાગરિકોનો ભવ્ય વિજય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ જીત સાથે હવે બંગાળના નાગરિકોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે અને અત્યાર સુધી જે વંચિત હતા તેવા બંગાળના લોકોને હવે કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળતો થશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનું નિવેદન
પશ્ચિમ બંગાળના નાગરિકોનો ભવ્ય વિજયઃ હર્ષભાઈ
બંગાળના નાગરિકોના હિતમાં નિર્ણયો લેવાશેઃ હર્ષભાઈ
બંગાળને હવે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળશેઃ હર્ષભાઈ
બંગાળના લોકોને વધુમાં વધુ રોજગારી મળશેઃ હર્ષભાઈ
બંગાળમાં વર્ષોથી સંઘર્ષ કરતા કાર્યકરોનો… pic.twitter.com/QZ8QGi3Jde— Gujarat First (@GujaratFirst) May 4, 2026
પશ્ચિમ બંગાળમાં હવે ખુલશે રોજગારીના દ્વાર
હર્ષભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, નવી સરકાર દ્વારા બંગાળમાં રોજગારીની વધુમાં વધુ તકો ઊભી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણે તેમણે વર્ષોથી બંગાળમાં સંઘર્ષ કરી રહેલા ભાજપના પાયાના કાર્યકર્તાઓને પણ યાદ કર્યા હતા અને આ જીતને તેમના અતૂટ પરિશ્રમનો વિજય ગણાવ્યો હતો.
ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું નિવેદન
ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સંગઠનની શક્તિ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "પશ્ચિમ બંગાળમાં આજે ભાજપનો ભગવો લહેરાયો છે અને જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે. આ વિજયનો શ્રેય બંગાળના નાગરિકો અને રાત-દિવસ એક કરનારા લાખો કાર્યકર્તાઓના પરિશ્રમને જાય છે. ગુજરાતમાં ઉમરેઠ પેટાચૂંટણીમાં મળેલી ભવ્ય જીત દર્શાવે છે કે જનતાનો ભાજપની નીતિ અને નેતૃત્વમાં અતૂટ વિશ્વાસ છે."
ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માનું નિવેદન
ઉમરેઠ પેટા ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીત થઈઃ વિશ્વકર્મા
પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભગવો લહેરાયોઃ વિશ્વકર્મા
બંગાળની જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા: વિશ્વકર્મા
લાખો કાર્યકર્તાઓના પરિશ્રમનો વિજય છેઃ વિશ્વકર્મા
વિજયનો શ્રેય બંગાળની જનતાને જાય છેઃ… pic.twitter.com/wji2T6eYIr— Gujarat First (@GujaratFirst) May 4, 2026
3 રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત
પશ્ચિમ બંગાળ સહિત ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના વિજયને પગલે ગુજરાત ભાજપમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર કમલમ ખાતે આ જીતની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને બંગાળના વિજયને લ્હાવો લેવા માટે નેતાઓ અને કાર્યકરોએ બંગાળી મીઠાઈ 'રસગુલ્લા' દ્વારા એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. આ ઉપરાંત, ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચામાં રહેલી બંગાળી વાનગી 'ઝાલમુરી'ની પણ જયાફત માણવામાં આવી હતી. કમલમ પરિસરમાં ઝાલમુરીની લારીઓ લગાવીને કાર્યકરોએ ભવ્ય જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Gandhinagar: "PM મોદીની વિકાસની રાજનીતિનો વિજય થયો" CM Bhupendrabhai Patel એ ભાજપની જીતને વધાવી


