Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ebola virus : 'અફવાઓનો વાયરસ' ફેલાવવાનું ટાળીએ!

કોંગોથી આવેલા શંકાસ્પદ દર્દીનો ઈબોલા વાયરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોઈ ખતરો નથી. નાગરિકોને અફવાઓથી દૂર રહી ગુજરાત આરોગ્ય વિભાગની સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ.
ebola virus    અફવાઓનો વાયરસ  ફેલાવવાનું ટાળીએ
Advertisement

Ebola virus : કોંગોથી આવેલા શંકાસ્પદ દર્દીનો ઈબોલા વાયરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોઈ ખતરો નથી. નાગરિકોને અફવાઓથી દૂર રહી ગુજરાત આરોગ્ય વિભાગની સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ.

તાજેતરમાં આફ્રિકન દેશ કોંગોથી આવેલા એક મુસાફરમાં ઈબોલા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા લોકોમાં સ્વાભાવિક રીતે જ ચિંતા અને ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. કોઈપણ નવા કે ચેપી રોગ(contagious disease)ની દહેશત સમાજમાં ઝડપથી ગભરાટ ફેલાવતી હોય છે. પરંતુ, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ અને ત્વરિત કામગીરી બાદ નાગરિકો માટે એક ખૂબ જ મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.

Advertisement

Ebola virus : શંકાસ્પદ દર્દીનો ઈબોલા વાયરસ માટેનો રિપોર્ટ નેગેટિવ

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર પ્રેસનોટ મુજબ, કોંગોથી આવેલા તે શંકાસ્પદ દર્દીનો ઈબોલા વાયરસ માટેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સ્થિતિમાં, લોકોમાં જાગૃતિ આવે અને બિનજરૂરી ભય ટળે તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી અત્યંત જરૂરી(important to keep in mind) છે.

Advertisement

  • ગભરાટની કોઈ જરૂર નથી: દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા ઈબોલાનો કોઈ જ ખતરો નથી. આથી નાગરિકોએ સહેજ પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી.

  • અફવાઓ પર પૂર્ણવિરામ મૂકો: સોશિયલ મીડિયા પર ફરતા વણચકાસ્યા મેસેજ કે વીડિયો પર વિશ્વાસ ન કરો. આવી અફવાઓ માત્ર ભયનો માહોલ સર્જે છે. તેને અન્ય લોકોને ફોરવર્ડ કરવાનું ટાળો.

  • સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરો: કોઈપણ બીમારી કે સ્વાસ્થ્ય સંબંધી માહિતી માટે માત્ર ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર જાહેરાતોને જ પ્રામાણિક ગણવી.

  • તંત્રની સંપૂર્ણ સજ્જતા: જન આરોગ્યની સુરક્ષા માટે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે. ભવિષ્યની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર હરહંમેશ તૈયાર છે.

આરોગ્ય અને સુરક્ષા એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. ભય કે ડર એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ સાચી માહિતી અને જાગૃતતા જ આપણું સૌથી મોટું હથિયાર છે.

ચાલો, ખોટી અફવાઓથી દૂર રહીને એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવીએ. સરકાર અને આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરીએ, ગભરાયા વિના સતર્ક રહીએ અને આપણા સમાજને સુરક્ષિત રાખીએ.

આ પણ વાંચો : 241'st Organ Donation : જ્યારે મૃત્યુ પોતે બની ગયું ઈશ્વરીય કાવ્ય

Tags :
Advertisement

.

×