Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Eco-Revolution in Kutch: રણમાં સર્જાશે અમૃતધારા: કચ્છના વન્યજીવો માટે ૧.૩૫ કરોડ લિટર પાણીનો સંગ્રહ

કચ્છના નાના રણમાં વન વિભાગની નવતર પહેલ સરકારે કરી છે. 1.35 કરોડ લિટર વરસાદી પાણીના સંગ્રહ દ્વારા વન્યજીવ સૃષ્ટિનું સંવર્ધન. જાણો કેવી રીતે આ પ્રોજેક્ટ રણની ઇકો-સિસ્ટમ અને જૈવવૈવિધ્યમાં મોટો ફેરફાર લાવશે.
eco revolution in kutch  રણમાં સર્જાશે અમૃતધારા  કચ્છના વન્યજીવો માટે ૧ ૩૫ કરોડ લિટર પાણીનો સંગ્રહ
Advertisement
  • Eco-Revolution in Kutch : કચ્છના નાના રણમાં વન વિભાગનો નવતર પ્રયોગ – જળ અને જમીન સંરક્ષણથી પર્યાવરણનો કાયાકલ્પ

Eco-Revolution in Kutch : કચ્છના નાના રણમાં વન વિભાગની નવતર પહેલ સરકારે-Gujarat Governmentકરી છે. 1.35 કરોડ લિટર વરસાદી પાણીના સંગ્રહ દ્વારા વન્યજીવ સૃષ્ટિનું સંવર્ધન કરાશે. જાણો કેવી રીતે આ પ્રોજેક્ટ રણની ઇકો-સિસ્ટમ અને જૈવવૈવિધ્યમાં મોટો ફેરફાર લાવશે.

કુદરતી વિવિધતા અને ખાસ કરીને ‘ઘુડખર’ (જંગલી ગધેડા) માટે વિશ્વભરમાં વિખ્યાત કચ્છનું નાનું રણ હવે એક નવી પર્યાવરણીય ક્રાંતિનું સાક્ષી બની રહ્યું છે. શુષ્ક આબોહવા અને પાણીની અછત ધરાવતા આ વિસ્તારમાં વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ-Gujarat Forest Departmentદ્વારા એક દૂરોગામી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો આ પ્રોજેક્ટ રણની ઇકો-સિસ્ટમ-Eco-systemને પુનર્જીવિત કરવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ ડગલું છે.

Advertisement

Eco-Revolution in Kutch : વરસાદી પાણીનો સંગ્રહ અને જળ વ્યવસ્થાપન

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા-Arjun Modhwadiaએ આ પ્રોજેક્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે, કચ્છના રણમાં વન્યજીવોના આવાસની ગુણવત્તા સુધારવા માટે વન વિભાગ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત અંદાજે 1.35 કરોડ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું આયોજન છે. આ માટે એક કિલોમીટરના વિસ્તારમાં ત્રણ વિશિષ્ટ પ્રકારના પાળા બનાવવામાં આવ્યા છે, જે ચોમાસા દરમિયાન વહી જતાં પાણીને રોકી રાખશે.

Advertisement

Eco-Revolution in Kutch  : વન્યજીવો માટે ‘અમૃત’ સમાન જળ

રણના શુષ્ક વાતાવરણમાં પાણીની ઉપલબ્ધતા એ સૌથી મોટો પડકાર છે. આ પ્રોજેક્ટના કારણે હવે શિયાળાના અંત સુધી વન્યપ્રાણીઓને કુદરતી રીતે જ પીવાનું પાણી મળી રહેશે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આગામી બે-ત્રણ વર્ષોમાં આ પાણી સંપૂર્ણપણે શુદ્ધ અને પીવાલાયક બની જશે, જે રણની જીવસૃષ્ટિ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

સંપૂર્ણ ઇકો-સિસ્ટમનો વિકાસ: આ યોજના માત્ર પાણીના સંગ્રહ પૂરતી સીમિત નથી. પાળાઓના નિર્માણથી જમીનનું ધોવાણ અટકશે અને માટીમાં ભેજનું પ્રમાણ વધશે. પરિણામે:

  • સ્થાનિક પૌષ્ટિક ઘાસનો કુદરતી રીતે વિકાસ થશે.

  • તૃણહારી પ્રાણીઓને (જેમ કે ઘુડખર, હરણ) પૂરતો ખોરાક અને ઘાસચારો પ્રાપ્ત થશે.

  • જળાશયની વચ્ચે બનાવેલા 'માઉન્ટ' (ટેકરા) પક્ષીઓ અને પ્રાણીઓ માટે આરામદાયક વિશ્રામ સ્થાન બનશે.

  • દેશ-વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ માટે આ રણ વધુ અનુકૂળ આવાસ બનશે.

ક્લાઇમેટ ચેન્જ સામે રક્ષણ

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, આ પાળાઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યા છે. તે રણ વિસ્તારમાં ભેજ જાળવી રાખી હવામાન પરિવર્તન (Climate Change) સામે ટકી રહેવાની ક્ષમતા પૂરી પાડશે. આ કામગીરી લાંબા ગાળે જૈવવૈવિધ્ય અને પર્યાવરણીય સંતુલન સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

કચ્છના નાના રણના વિકાસ માટેની વન વિભાગની આ પહેલ સાબિત કરે છે કે જો કુદરતી સંસાધનોનું આયોજનબદ્ધ વ્યવસ્થાપન કરવામાં આવે, તો રણ જેવા પ્રતિકૂળ વિસ્તારોમાં પણ સમૃદ્ધ ઇકો-સિસ્ટમ વિકસાવી શકાય છે. આ પ્રોજેક્ટ માત્ર વન્યજીવોના સંરક્ષણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે કચ્છની ઓળખને એક સક્ષમ 'પર્યાવરણ પ્રેમી પ્રવાસન ક્ષેત્ર' તરીકે વૈશ્વિક ફલક પર વધુ મજબૂત બનાવશે.

Tags :
Advertisement

.

×