ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gndhinagar : રાજ્યને AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા પ્રયાસ, CM ભૂપેન્દ્ર પટેલે એક્શન પ્લાનને આપી મંજૂરી

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને AI ઈનેબલ્ડ ગવર્નન્સ લીડ બનાવવા પ્લાન આપી મંજૂર વિકસિત ગુજરાત @2047 માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો અભિગમ સરકારને અદ્યતન ક્ષમતાથી સજ્જ કરવા ટાઈમ બાઉન્ડ બ્લુપ્રિન્ટ તરીકે કામ કરશે Gndhinagar : આજના આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને રાજ્યને વધુ ડિઝીટલી...
07:01 PM Jul 27, 2025 IST | Hiren Dave
CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને AI ઈનેબલ્ડ ગવર્નન્સ લીડ બનાવવા પ્લાન આપી મંજૂર વિકસિત ગુજરાત @2047 માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો અભિગમ સરકારને અદ્યતન ક્ષમતાથી સજ્જ કરવા ટાઈમ બાઉન્ડ બ્લુપ્રિન્ટ તરીકે કામ કરશે Gndhinagar : આજના આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને રાજ્યને વધુ ડિઝીટલી...
CM Bhupendra Patel

Gndhinagar : આજના આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને રાજ્યને વધુ ડિઝીટલી યુગમાં લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) AI અમલીકરણનો (AI-enabled )એક્શન પ્લાન મંજૂર કર્યો છે.એટલે કે રાજ્ય હવે દેશનુ AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનશે.મળતી માહિતી પ્રમાણે રાજ્યની શાસન વ્યવસ્થામાં સ્માર્ટ ડિસીઝન, નાગરિકલક્ષી યોજનાઓ, સેવા વિતરણ પ્રણાલી અને કલ્યાણ યોજનાઓનો લાભ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ઝડપી અને અસરકારક બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ 2025-2030ને મંજૂરી આપી દીધી છે.

AI અને ડિપટેક મિશનની સ્થાપના કરવામાં આવશે.

આપેલા એક્શન પ્લાનના સુવ્યવસ્થિત અને સમયસર અમલીકરણ માટે, રાજ્ય દ્વારા એક સમર્પિત AI અને ડિપટેક મિશનની સ્થાપના કરવામાં આવશે. આ મિશન રાજ્ય સરકારમાં AI સ્ટ્રેટેજીસ અને ઊભરતી ટેકનોલૉજી માટેની ડિઝાઈન, અમલીકરણ અને ઇનોવેશનમાં નેતૃત્વકર્તાના રૂપમાં એક વિશિષ્ટ સંસ્થાકીય પદ્ધતિ તરીકે કાર્ય કરશે.

ઈકોસિસ્ટમને બળ આપશે

આ ઉપરાંત, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક શોધ-સંશોધન અને ઉદ્યોગોને સહયોગથી સુદ્રઢ ઈકોસિસ્ટમને બળ આપશે. AI અને તેને સંલગ્ન ટેકનોલૉજીસમાં વર્કફોર્સની સ્કીલીંગ, રિ-સ્કિલીંગ અને અપસ્કીલીંગ પર ફોકસ કરશે.

એક્શન પ્લાનનો રોડમેપ મુખ્યત્વે છ પિલ્લર પર

1. ડેટા - AI વિકાસ માટે એક સુરક્ષિત, ઇન્ટરઓપરેબલ અને નિયમનકારી-અનુરૂપ ડેટા ઇકોસિસ્ટમ સ્થાપિત કરને વ્યાપક AI ડેટા ગવર્નન્સ માળખું ઘડીને નિયમનકારી ધોરણો સાથે સમરૂપતા સુનિશ્ચિત કરાશે.

2. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર - ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં AI ફેક્ટરીઓ સાથે GPU અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને AIRAWAT જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મની ઍક્સેસ અપાશે.

3. કેપેસિટી બિલ્ડીંગ - વિદ્યાર્થીઓ, MSME અને સરકારી અધિકારીઓ સહિત 2.5 લાખથી વધુ વ્યક્તિઓને AI, ML અને સંબંધિત ડોમેન્સમાં તાલીમ આપવાનું લક્ષ્ય છે.

4. R&D અને યુઝ-કેસિસ – સંબંધિત વિભાગોને અનુરૂપ વિશિષ્ટ AI સોલ્યુશન્સ અને એપ્લિકેશનો વિકસાવવા માટે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સહયોગને સક્ષમ બનાવવામાં આવશે.

5. સ્ટાર્ટઅપ ફેસેલિટેશન - ઇન્ક્યુબેશન, માર્ગદર્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્રેડિટ્સ અને સીડ ફંડિંગ દ્વારા ડીપટેક સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરાશે.

6. સલામત અને વિશ્વસનીય AI - ઓડિટ, ગાઈડલાઈન્સ અને AI રિસ્ક પ્રોટોકોલ દ્વારા સુરક્ષિત AI વ્યૂહરચના સુનિશ્ચિત કરવામાં આવશે.

આ પ્રયાસો વિભાગોમાં AI ઇન્ટીગ્રેશનને વધુ સુદ્રઢ કરશે 

મુખ્યમંત્રી દ્વારા અમલી કરાયેલા એક્શન પ્લાન માટે પહેલાં એઆઇ ફેક્ટરીઓ અને વિભાગવાર પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ કરાશે. આ સિવાય પ્લાનના 5 વર્ષ ગાળા દરમિયાન એઆઇ ઇન્ટીગ્રેશનને વધુ સુદ્રઢ બનાવવા ઇનોવેટિવ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન અપાશે.આ એક્શન પ્લાનનું તબક્કાવાર અમલીકરણ રાજ્યકક્ષાની AI ડેટા રિપોઝીટરી શરૂ કરવા, AI ફેક્ટરીઓ સ્થાપિત કરવા અને વિભાગવાર પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ કરવા જેવી પાયાની ક્રિયાઓથી શરૂ થશે. એક્શન પ્લાનના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, આ પ્રયાસો વિભાગોમાં AI ઇન્ટીગ્રેશનને વધુ સુદ્રઢ કરશે અને વાઈબ્રન્ટ તથા ઇનોવેટિવ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે.

ગુજરાત @2047ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે

ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગવર્નન્સમાં એ.આઈ.ના જે નવતર અભિગમો અપનાવ્યાં છે તેમાં ગિફ્ટ સિટીનું એ.આઈ. સેન્ટર ઑફ એક્સેલન્સ, એ.આઈ. ઇનોવેશન ચેલેન્જ, હાઈ પર્ફોમર્ન્સ જી.પી.યુ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ.આઈ. ટ્રેનિંગ અને વર્કશોપ તથા એલ.એલ.એમ.(લાર્જ લેન્ગ્વેજ મોડલ) માટે ઇન્ડીજિનસ એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટનો સમાવેશ થાય છે.હવે, આ એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ A.I. 2025-2030 ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સનું વધુ એક સીમાચિહ્ન બનશે અને એ.આઈ. સંચાલિત ફ્યુચર રેડી ઇકોનોમી માટે રાજ્યને સજ્જ કરીને વિકસિત ભારત @2047 માટે વિકસિત ગુજરાત @2047ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

Tags :
approves action planBhupendra PatelChief Ministerfor AI implementation
Next Article