Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Election Result 2026 : ગાંધીનગર જિલ્લા પંચાયતની મત ગણતરીને લઈ તંત્રએ તૈયારીઓને આપ્યો આખરી ઓપ, ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો

Election Result 2026 ને લઈ ગાંધીનગર જિલ્લા પંચાયતની મત ગણતરી ટૂંક સમયમાં શરૂ થશે અને ગાંધીનગર જિલ્લાની 25 બેઠકો માટે મતગણતરી થશે. ગાંધીનગર, માણસા, દહેગામ તથા કલોલ ખાતે થશે મતગણતરી અને કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયતની બેઠકો માટે પણ તાલુકા કક્ષાએ મતગણતરી થશે. માણસા તાલુકા પંચાયતની અગાઉ છ બેઠકો થઈ ચૂકી છે બિનહરીફ. ગાંધીનગર ખાતે આર્ટ્સ કોલેજ સેક્ટર 15ની આર્ટસ કોલેજમાં 12 ટેબલો પર મતગણતરી થશે.
election result 2026   ગાંધીનગર જિલ્લા પંચાયતની મત ગણતરીને લઈ તંત્રએ તૈયારીઓને આપ્યો આખરી ઓપ  ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો
Advertisement
  • Election Result 2026 માં ગાંધીનગર જિલ્લા પંચાયતની મત ગણતરી થશે
  • ગાંધીનગર, માણસા, દહેગામ તથા કલોલ ખાતે થશે મતગણતરી
  • માણસા તાલુકા પંચાયતની અગાઉ છ બેઠકો થઈ ચૂકી છે બિનહરીફ
  • કલોલ સ્વામિનારાયણ હાઈસ્કૂલ સઈજ ખાતે થશે મતગણતરી
  • બેલેટ પેપરની ગણતરી બાદ ઈવીએમમાં મતગણતરી થશે

Election Result 2026 : દહેગામ ખાતે જી એમ એન આર્ટસ કોલેજમાં થશે મતગણતરી (counting) (32 ટેબલો પર મતગણતરી થશે) અને માણસા ખાતે એસ ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (college) ખાતે થશે મતગણતરી - ( 16 ટેબલો પર મતગણતરી થશે ) કલોલ (kalol) સ્વામિનારાયણ હાઈસ્કૂલ સઈજ ખાતે થશે મતગણતરી અને કલોલ નગરપાલિકાના 11 વોર્ડમાં 40 બેઠક (4 બિનહરીફ થઈ ચૂકી છે) સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે 12 ટેબલ પર મતગણતરી થશે. દહેગામ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક માટે મ્યુનિસિપલ બોયઝ સ્કૂલ ખાતે ૫ ટેબલ પર મતગણતરી થશે. સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી થશે અને બેલેટ પેપરની ગણતરી બાદ ઈવીએમમાં મતગણતરી થશે.

ગાંધીનગર જિલ્લાની વિવિધ સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી માટે તંત્ર સજ્જ

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે EVM સ્ટ્રોંગરૂમમાં સીલ કરાયા હતા અને સીસીટીવી અને પોલીસની સુરક્ષા વ્યવસ્થાઓ સજ્જ છે. આજે સવારે 8.45 કલાકે સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે. અને 9 વાગ્યા થી મતગણતરી શરૂ થશે પહેલા બેલેટ પેપર અને બાદમા EVMની ગણતરી થશે. ગાંધીનગર જિલ્લા પંચાયત મતગણતરી સેકટર 15 કોલેજ ગાંધીનગર ખાતે યોજાશે. દેહગામ નગરપાલિકાની મતગણતરી મ્યુનિસિપલ બોય સ્કૂલ દહેગામ ખાતે યોજાશે. કલોલ નગરપાલિકાની મતગણતરી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કલોલ ખાતે યોજાશે. દહેગામ તાલુકા પંચાયતની મતગણતરી જી.એમ.એન.એલ આર્ટ એન્ડ કોમર્સ કોલેજ દહેગામ ખાતે યોજાશે. કલોલ તાલુકા પંચાયતની મતગણતરી સ્વામિનારાયણ ગુરુકુલ સઇઝ કલોલ ખાતે હાથ ધરાશે. માણસા તાલુકા પંચાયતની મતગણતરી શેઠ એમડી આર્ટ એન્ડ બીઆર કોમર્સ કોલેજ માણસા ખાતે યોજાશે.

Advertisement

gandhinagar gujarat first

Advertisement

દહેગામ તા. પંચાયતની ઘમીજ બેઠકમાં સૌથી વધુ મતદાન

દહેગામ તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો પૈકી સૌથી વધુ મતદાન ઘમીજ-7 નંબરની બેઠક પર નોંધાયુ હતુ. તેમજ સૌથી ઓછુ મતદાનની ટકાવારી વાસણા સોગઠી-28 નંબરની બેઠક પર નોંધાયુ હતુ. ઘમીજમાં કુલ 80.37 ટતા મતદાન થયુ હતુ તથા વાસણા સોગઠીમાં 58.09 ટકા મતદાન નોંધાયુ હતુ, ઘમીજમાંકુલ 5440 મતદારો પૈકી 4372 મતદારોના મત પડયા હતા. જેમાં પુરુષ મતદારો 2314 તથા મહિલા મતદારો 2058 નોંધાયા છે.

આ પણ વાંચો : Gandhinagar: ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ, 13 બેઠકો પર ચૂંટણી પહેલા જ પરિણામ જાહેર

Tags :
Advertisement

.

×