Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Election Result 2026 : ગાંધીનગર અને કોંઠબા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના એક-એક ઉમેદવારની જીત

Election Result 2026 : ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કોઈ જગ્યાએ ભાજપ તો કોઈ જગ્યાએ કોંગ્રેસ અને આપના ઉમેદવારની જીત થઈ રહી છે. વાપી મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે જેમાં વોર્ડ નંબર 5 અને 1 ની આખી પેનલ ચૂંટાઈ આવી છે. કુલ 52 બેઠકમાંથી 13 બેઠક પર ભાજપનો કબ્જો છે અને ભાજપની જીતને લઈને ખુશીનો માહોલ ઉમેદવારોમાં જોવા મળ્યો છે.
election result 2026   ગાંધીનગર અને કોંઠબા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના એક એક ઉમેદવારની જીત
Advertisement
  • Election Result 2026 ને લઈ પરિણામ આવવાની શરૂઆત
  • ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે જીત સાથે ખાતું ખોલ્યું
  • જસદણ તાલુકા પંચાયતમાં ભાજપના એક ઉમેદવારની જીત
  • કોઠંબા તાલુકા પંચાયત ભોજા સીટ પર કોંગ્રેસની જીત
  • ગણદેવી નગરપાલિકામાં ભાજપનો ભવ્ય ભગવો લહેરાયો

Election Result 2026 : ગાંધીનગર (gandhinagar) જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે (congress) જીત સાથે ખાતું ખોલ્યું છે અને મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની (candidate) જીત થઈ છે, મંજૂલાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેમની જીત થઈ છે. 1347 મતોથી કોંગ્રેસ ઉમેદવાર જીત્યા હોવાની વાત સામે આવી છે. રાજકોટ જસદણ તાલુકા પંચાયતનું પરિણામ સામે આવ્યું છે જેમાં આંબરડી બેઠક પર ભાજપના ઉમેદવાર ઇલાબેન બાલાભાઈ મકવાણા જીત્યા છે અને તાલુકા પંચાયતની 22 બેઠક પર યોજાઈ હતી.

મહીસાગરના કોઠંબા તાલુકા પંચાયત ભોજા સીટ પર કોંગ્રેસની જીત

મહીસાગરના કોઠંબા તાલુકા પંચાયત ભોજા સીટ પર કોંગ્રેસની જીત થઈ છે, કોંગ્રેસના રાધાબેન પટેલીયાની જીત ભોજા સીટ પરથી થઈ છે, કોંગ્રેસ ઉમેદવારને 1083 મત મળ્યા છે અને ભાજપ ઉમેદવારને 683 મત મળ્યા છે અને કોંગ્રેસની જીત થઈ છે.

Advertisement

Election Result 2026 : ઉમરગામ નગરપાલિકા વોર્ડ 4 ભાજપના ફાળે

વલસાડની ઉમરગામ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. વોર્ડ 4માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. ગણદેવી નગરપાલિકામાં ભાજપનો ભવ્ય ભગવો લહેરાયો છે અને નગરપાલિકાની તમામ 24 બેઠકો પર ભાજપ વિજેતા થયું છે, ગણદેવીના તમામ 6 વોર્ડમાં ભાજપનો વિજય થયો છે અને અપક્ષ ઉમેદવારોને હરાવી ભાજપના તમામ ઉમેદવાર જીત્યા છે.

Advertisement

election 2026 gujarat first

Election Result 2026 : સિધ્ધપુર નગરપાલિકામાં ભાજપની પેનલ વિજેતા થઈ

પાટણ જિલ્લાની સિધ્ધપુર નગરપાલિકાની 36 બેઠકોની મતગણતરી શરૂ થઈ છે. વોર્ડ નંબર એકમાં ભાજપની પેનલ વિજેતા થઈ છે.

દાહોદના લીમખેડા તાલુકામાં AAPએ ખાતું ખોલ્યું

દાહોદમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે. લીમખેડા તાલુકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયાં છે. ચેડિયા બેઠક પર આપના ઉમેદવારની જીત થઈ છે.  અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે. અસલાલી તાલુકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયાં છે. ભુવાલડી સીટ પર ભાજપનો વિજય થયો છે.

આ પણ વાંચો : Panchayat Election Update: ન.પા-પંચાયતોમાં ભાજપની આંધી, 730 બેઠકો બિનહરીફ

Tags :
Advertisement

.

×