Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar પોલીસ ભવનનો નકલી ક્લાર્ક ઝડપાયો, બદલી કરાવવાના નામે રૂપિયા પડાવતો

અધિકારીઓની બદલી કરાવવા નકલી ક્લાર્ક પૈસા માગતો હતો તેમાં જન્મેયસિંહ ઝાલા નામનો વ્યક્તિની પોલીસે ધરપકડ કરી
gandhinagar પોલીસ ભવનનો નકલી ક્લાર્ક ઝડપાયો  બદલી કરાવવાના નામે રૂપિયા પડાવતો
Advertisement
  • ગાંધીનગર પોલીસ ભવનનો નકલી ક્લાર્ક ઝડપાયો
  • અધિકારીઓની બદલી કરાવવા પૈસા માગતો હતો નકલી ક્લાર્ક
  • જન્મેયસિંહ ઝાલા નામનો વ્યક્તિની પોલીસે કરી ધરપકડ

Gandhinagar: નકલીની દુનિયામાં વધુ એક નકલી ઝડપાયો છે. લો બોલો હવે તો નકલી ક્લાર્ક પણ પકડાયો છે. જેમાં ગાંધીનગર પોલીસ ભવનનો નકલી ક્લાર્ક ઝડપાયો છે. અધિકારીઓની બદલી કરાવવા નકલી ક્લાર્ક પૈસા માગતો હતો તેમાં જન્મેયસિંહ ઝાલા નામનો વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની જિલ્લા બદલી માટે પૈસા લેતો હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી પોલીસ ભવનમાં નોકરી કરી બદલી કરાવી આપવાનું કહેતો હતો.

પોલીસ કર્મચારીનો સંપર્ક કરી બદલી માટે આરોપી પૈસા પડાવતો

પોલીસ કર્મચારીનો સંપર્ક કરી બદલી માટે આરોપી પૈસા પડાવતો હતો. આરોપીએ અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની આંતર જિલ્લા બદલી કરાવી આપવાનો કારસો રચ્યો હતો. જેમાં પોલીસનું જ ફુલેકું ફેરવનાર વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે. તેમજ અન્ય વ્યક્તિ પણ અમદાવાદમાં PSI અને ડેપ્યુટી મામલતદારના નકલી ID સાથે ઝડપાયો છે. જેમાં નકલી PSI-ડે.મામલતદાર બનીને ફરતા કિરીટની પોલીસે ધરપકડ કરી છે. આરોપી લોકોને ડરાવીને પૈસા પડાવતો હતો.

Advertisement

સમગ્ર મામલે પોલીસે આરોપી પાસેથી PSI અને ડેપ્યુટી મામલતદારનું નકલી આઈકાર્ડ જપ્ત કર્યું

શહેરના મણિનગરમાંથી મુળ અરવલ્લીના એક શખસને પીએસઆઈ અને ડેપ્યુટી મામલતદારના નકલી આઈડી સાથે ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે આરોપી પાસેથી PSI અને ડેપ્યુટી મામલતદારનું નકલી આઈકાર્ડ, મોબાઈલ, એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ થયા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

સર્વેલન્સ સ્ક્વોડે મણિનગર રેલવે સ્ટેશન નજીકથી આરોપી કિરીટની ધરપકડ કરી

મણિનગર પોલીસે સરકારી અધિકારીની ઓળખ આપતા અરવલ્લી જિલ્લાના માલપુરના હલદર ગામના રહેવાસી કિરીટ અમીન (ઉં.વ.36)ની ધરપકડ કરી હતી. મણિનગરમાં વાહન ચેકિંગ દરમિયાન કિરીટ પાસેથી પોલીસ અને મહેસૂલ વિભાગના નકલી આઈડી મળી આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સર્વેલન્સ સ્ક્વોડે મણિનગર રેલવે સ્ટેશન નજીકથી આરોપી કિરીટની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Surat: શહેરમાં સફાઈ કામદારે ટાવરના 11માં માળેથી લગાવી મોતની છલાંગ

Tags :
Advertisement

.

×