Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: ‘કમલમ’ ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન

Gandhinagar: સમગ્ર દેશ આજે 77 માં પ્રજાસત્તાક દિવસ (77th Republic Day) ના રંગે રંગાયો છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય મથક ' કમલમ' ખાતે રાષ્ટ્રીય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ (BJP) ના આગેવાનો અને કાર્યકર્તાઓની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma) ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
gandhinagar  ‘કમલમ’ ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી  ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન
Advertisement
  • ગાંધીનગર (Gandhinagar) કમલમ ખાતે ધ્વજવંદન સમારોહ
  • પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma)એ કર્યુ ધ્વજવંદન
  • ભાજપ ના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત
  • 77માં પ્રજાસત્તાક પર્વે જગદીશ વિશ્વકર્માનું રાષ્ટ્રજોગ સંબોધન

Gandhinagar: સમગ્ર દેશ આજે 77 માં પ્રજાસત્તાક દિવસ (77th Republic Day) ના રંગે રંગાયો છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય મથક ' કમલમ' ખાતે રાષ્ટ્રીય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ (BJP) ના આગેવાનો અને કાર્યકર્તાઓની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma) ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર (Gandhinagar) કમલમ ખાતે ધ્વજવંદન સમારોહ

ધ્વજવંદન બાદ રાષ્ટ્રજોગ સંબોધન કરતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, "આજે આપણે એ તમામ વીર સપૂતોને વંદન કરીએ છીએ જેમણે આઝાદ ભારતનું સ્વપ્ન જોયું હતું અને દેશના બંધારણના ઘડતરમાં ફાળો આપ્યો હતો." તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આજે 'વિકસિત ભારત @2047' ના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 2047 નું જે સપનું આપણે જોયું છે, તે દેશના 140 કરોડ ભારતીયોના પુરુષાર્થથી સાકાર થવા જઈ રહ્યું છે.

Advertisement

Advertisement

ગુજરાતના વિકાસ અને પીએમ મોદીના નેતૃત્વની સરાહના

જગદીશભાઈ વિશ્વકર્માએ ગુજરાતના વિકાસની વાત કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસના નવા સીમાચિહ્નો સર કરી રહ્યું છે. દેશ આજે ટેકનોલોજી, સંરક્ષણ અને આર્થિક ક્ષેત્રે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યો છે, જેમાં પ્રત્યેક ભારતીયનો સહકાર પ્રધાનમંત્રી મોદીને મળી રહ્યો છે.

પ્રદેશ ભાજપના સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે પ્રદેશ ભાજપના સંગઠનના વિવિધ હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા લગાવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી એ ભારતની લોકશાહીની મજબૂતી અને રાષ્ટ્રવાદના મક્કમ ઈરાદાઓને ફરી એકવાર ઉજાગર કર્યા છે.

આપણ વાંચો: 77th Republic Day: Ahmedabad માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મકરબામાં લહેરાવ્યો તિરંગો

Tags :
Advertisement

.

×