ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gallantry Awards: ગુજરાતના 11 સહિત 942 અધિકારીઓનું કાલે રાષ્ટ્રપતિ કરશે એવોર્ડથી સન્માન

Gallantry Awards List: દેશના 942 જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. જેમાં 95 જવાનોને વીરતા પદક, 101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 જવાનોને
12:32 PM Jan 25, 2025 IST | VIMAL PRAJAPATI
Gallantry Awards List: દેશના 942 જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. જેમાં 95 જવાનોને વીરતા પદક, 101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 જવાનોને
Gallantry Awards Full List
  1. રાષ્ટ્રપતિ દ્વારા 942 જવાનોને સન્માનિત કરવામાં આવશે
  2. આ લિસ્ટમાં ગુજરાતના 11 જવાનોનો નામ પણ સામેલ
  3. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી

Gallantry Awards List: દેશના 942 જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. જેમાં 95 જવાનોને વીરતા પદક, 101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 જવાનોને સરાહનીય સેવા માટે ચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, લિસ્ટમાં ગુજરાતના 11 જવાનોનો નામ પણ સામેલ છે. જેમાં ગુજરાતના બે મોટા અધિકારીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક (PSM) થી સન્માનિત કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ ચંદ્રક માટે ગુજરાતના બે અધિકારીઓના નામ સામેલ

ગુજરાતની વાત કરવામાં આવે તો, રાષ્ટ્રપતિ ચંદ્રક માટે બે અધિકારીઓના નામની જાહેરાત થઈ છે. જેમાં બ્રજેશ કુમાર ઝા (પોલીસ કમિશનર, ગુજરાત) અને દિગ્વિજયસિંહ પથુભા ચુડાસમા (નાયબ અધિક્ષક પોલીસ, ગુજરાત) નું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ બન્ને અધિકારીઓને તેમની ઉત્કૃષ્ઠ કામગીરી માટે કાલે એટલે કે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે.

ચંદ્રક માટે જાહેર થયેલા ગુજરાતના જવાનો

આ સાથે બીજા 9 જવાનોનું પણ રાષ્ટ્રપતિ દ્વારા ચંદ્રકથી સન્માન કરવામાં આવશે, જેમાં ક્રમશઃ ચિરાગ મોહનભાઈ કોરાડિયા (ઇન્સ્પેક્ટર જનરલ, ગુજરાત) નીલેશ ભીખાભાઈ જાજડિયા (ઇન્સ્પેક્ટર જનરલ, ગુજરાત), અશોકુમાર રામજીભાઈ પાંડોર (ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત), દેવદાસ ભીખાભાઈ બારડ (સહાયક કમાન્ડન્ટ, ગુજરાત), સુરેન્દ્રસિંહ દિલીપસિંહ યાદવ (કોન્સ્ટેબલ, ગુજરાત), હિરેનકુમાર બાબુલાલ વારણવા (સહાયક સબ ઇન્સ્પેક્ટર, ગુજરાત), બાબુભાઈ જેઠાભાઈ પટેલ (સબ ઇન્સ્પેક્ટર, ગુજરાત), મુકેશકુમાર આનંદપ્રકાશ નેગી (હેડ કોન્સ્ટેબલ, ગુજરાત) અને હેમાંગકુમાર મહેશકુમાર મોદી (હેડ કોન્સ્ટેબલ, ગુજરાત)નું નામ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: JPC કેવી રીતે આપે છે રિપોર્ટને મંજૂરી, નિયમો અને પ્રક્રિયાઓ શું છે?

શા માટે આપવામાં આવે છે શૌર્ય ચંદ્રક?

શૌર્ય ચંદ્રક (GM) ને અનુક્રમે જીવન અને મિલકત બચાવવા અથવા ગુના અટકાવવા અથવા ગુનેગારોની ધરપકડ કરવામાં, સંબંધિત અધિકારીની જવાબદારીઓ અને ફરજોને ધ્યાનમાં રાખીને થતા જોખમનો અંદાજ લગાવવામાં આવતા, રેર કોન્સ્પિક્યુસ એક્ટ ઓફ ગેલેન્ટ્રી અને કોન્સ્પિક્યુસ એક્ટ ઓફ ગેલેન્ટ્રીના આધારે એનાયત કરવામાં આવે છે. 95 શૌર્ય પુરસ્કારોમાંથી મોટાભાગના, ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોના 28 કર્મચારીઓ, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રના 28 કર્મચારીઓ, ઉત્તર-પૂર્વના 03 કર્મચારીઓ અને અન્ય પ્રદેશોના 36 કર્મચારીઓને તેમની બહાદુરીભરી કામગીરી માટે એનાયત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad Coldplay Concert: સુરક્ષા માટે 3800 પોલીસ કર્મચારીઓ, NSG અને 400 CCTV

સન્માન માટે જાહેર થયેલા નામોની યાદી જેવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો

જુઓ શૌર્ય પદક પુરસ્કારો માટે જાહેર થયેલા જવાનોની યાદી

જુઓ વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે જાહેર થયેલા જવાનોની યાદી

જુઓ પ્રશંસનીય સેવા માટે મેડલના નામોની યાદી

જુઓ ફોર્સ વાઈઝ/સ્ટેટ વાઈઝ મેડલની યાદી

રાષ્ટ્રપતિ દ્વારા 942 સૈનિકોનું સન્માન કરવામાં આવ

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે રાષ્ટ્રપતિ દ્વારા 942 સૈનિકોનું સન્માન કરવામાં આવશે. આમાંથી 95 સૈનિકોને શૌર્ય પુરસ્કાર, 101 સૈનિકોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 સૈનિકોને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક એનાયત કરવામાં આવશે. બહાદુરી પુરસ્કાર મેળવનારા 95 સૈનિકોમાં 78 પોલીસકર્મી અને 17 ફાયર વિભાગના કર્મચારીઓ છે. 101 સૈનિકોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે. આમાં 85 પોલીસ સેવા, 05 ફાયર સેવા, 07 સિવિલ ડિફેન્સ-હોમગાર્ડ અને 04 કરેક્શનલ સર્વિસ કર્મચારીઓના નામ શામેલ છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
26 january 202526 જાન્યુઆરી 202576th Republic Day76th republic day 202576મો પ્રજાસત્તાક દિવસ76મો પ્રજાસત્તાક દિવસ 2025942 officers awarded gallantry942 અધિકારીઓને શૌર્ય પુરસ્કારો એનાયતGallantry AwardGallantry AwardsGallantry Awards Full ListGallantry Awards listGallantry Awards NameGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newsશૌર્ય પુરસ્કારશૌર્ય પુરસ્કારોશૌર્ય પુરસ્કારોના નામશૌર્ય પુરસ્કારોની યાદીશૌર્ય પુરસ્કારોની સંપૂર્ણ યાદી
Next Article