Gandhinagar : રાજ્યનાં 4 IAS અધિકારીની કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ, જુઓ લિસ્ટ
- રાજ્યનાં 4 IAS ની કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ (Gandhinagar)
- પતિ-પત્ની કે.કે. નિરાલા અને મનિષા ચંદ્રા દિલ્હી પ્રતિનિયુક્તિ પર
- સુપ્રિતસિંહ ગુલાટી અને એસ. છાકછુઆક પ્રતિનિયુક્તિ પર
- મનીષા ચંદ્રા ડિફેન્સ પ્રોડક્શનમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે જશે
Gandhinagar : ગુજરાત રાજ્યમાંથી 4 IAS અધિકારી કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર જશે. માહિતી અનુસાર, પતિ-પત્ની કે.કે. નિરાલા (K.K. Nirala) અને મનિષા ચંદ્રા દિલ્હી (Delhi) પ્રતિનિયુક્તિ પર જશે. જ્યારે IAS સુપ્રિતસિંહ ગુલાટી (Supreet Singh Gulati) અને એસ. છાકછૂઆક પણ ભારત સરકારમાં દિલ્હી પ્રતિનિયુક્તિ પર જશે. કે.કે. નિરાલાને IB નાં જોઇન્ટ સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Big Breaking : આવતીકાલ યોજાનાર 'ઓપરેશન શિલ્ડ' Mock Drill મોકૂફ રખાઈ
રાજ્યનાં 4 IAS ની કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ
માહિતી અનુસાર, ગુજરાત રાજ્યમાંથી 4 આઈએએસ અધિકારીઓની દિલ્હી કેન્દ્ર સરકારમાં (Central Government) પ્રતિનિયુક્તિને મંજૂરી આપવામાં આવી છે. સરકારનાં આ નિર્ણય હેઠળ IAS પતિ-પત્ની કે.કે. નિરાલા અને મનિષા ચંદ્રા (Manisha Chandra) દિલ્હી પ્રતિ નિયુક્તિ પર જશે. આ સિવાય IAS સુપ્રિતસિંહ ગુલાટી અને IAS એસ. છાકછૂઆક પણ ભારત સરકારમાં પ્રતિનિયુક્તિ પર જશે.
આ પણ વાંચો - War Mock Drill : મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, સિવિલ ડિફેન્સના DGP સહિતના અધિકારીઓની બેઠક
મનીષા ચંદ્રા ડિફેન્સ પ્રોડક્શનમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે જશે
માહિતી અનુસાર, કે.કે. નિરાલાને IB (Ministry of Information & Broadcasting) ના જોઇન્ટ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે તેમનાં પત્ની મનિષા ચંદ્રાને સંરક્ષણ ઉત્પાદન વિભાગનાં સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરાયા છે. માહિતી અનુસાર, IAS સુપ્રિતસિંહ ગુલાટીને આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ જ્યારે IAS એસ. છાકછૂઆકને (Saidingpuii Chhakchhuak) NHRC (National Human Rights Commission) નાં જોઇન્ટ સેક્રેટરી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો - Corona Cases in Gujarat : વધતા કોરોના સંક્રમણ અંગે અ'વાદ મેડિકલ એસો.નાં વાઈસ પ્રેસિડેન્ટનું નિવેદન