Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: 'રમશે બાળક ખીલશે બાળક' અભિયાનને કેન્દ્રિય ગૃહમંત્રીએ બિરદાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગરમાં "રમશે બાળક ખીલશે બાળક" અભિયાનની સમીક્ષા કરી અને આંગણવાડીના બાળકો માટે રમકડાંની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપી. તેમણે કોર્પોરેટરઓને ટ્રાન્સફોર્મ, પર્ફોર્મ અને રિફોર્મના મંત્ર સાથે જનકલ્યાણની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અને સેવાભાવ સાથે વિસ્તારના વિકાસમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કર્યા.
gandhinagar   રમશે બાળક ખીલશે બાળક  અભિયાનને કેન્દ્રિય ગૃહમંત્રીએ બિરદાવ્યું
Advertisement
  • Gandhinagar  માં કેન્દ્રિય ગૃહમંત્રીએ વિકાસ કાર્યોની સમીક્ષા કરી
  • આંગણવાડીના બાળકો માટે અભિયાન વેગવંતું બનશે
  • કેન્દ્રીય મંત્રીએ નગરસેવકોને જનસેવાનો મંત્ર આપ્યો.

Gandhinagar: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહે (Amitbhai Shah) આજે તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરની મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel)  અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghavi) ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ શુભેચ્છા મુલાકાતમાં (Courtesy Meeting) ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી અને વેજલપુર વિધાનસભાના કોર્પોરેટરઓ સાથે સીધો સંવાદ  કરવામાં આવ્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠન અને સેવાકીય કાર્યોને વધુ વેગ આપવાનો હતો.

"રમશે બાળક ખીલશે બાળક" અભિયાન પર વિશેષ ભાર

ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કાર્યરત "રમશે બાળક ખીલશે બાળક" અભિયાનની સફળતા માટે અમિતભાઈ શાહે ઇન્ચાર્જઓ અને સહ-ઇન્ચાર્જઓની કામગીરીને બિરદાવી હતી. તેમણે સ્પષ્ટ આગ્રહ સેવ્યો હતો કે સમગ્ર સંસદીય ક્ષેત્રની એક પણ આંગણવાડીમાં (Anganwadi) બાળક રમકડાંથી વંચિત ન રહેવું જોઈએ. આ અભિયાનમાં લોક ભાગીદારી વધારવા અને તેને વધુ વ્યાપક તેમજ ઘનિષ્ઠ બનાવવા માટે તેમણે જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા.

Advertisement

ટ્રાન્સફોર્મ, પર્ફોર્મ અને રિફોર્મની નીતિનો અમલ

ચૂંટાયેલા કોર્પોરેટરઓને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપા સરકારે ટ્રાન્સફોર્મ, પર્ફોર્મ અને રિફોર્મની (Transform, Perform, and Reform) નીતિ અપનાવી છે. આ નીતિને કારણે નાગરિકોના જીવનધોરણમાં ઉત્કૃષ્ટ સુધારો જોવા મળ્યો છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં પણ ડબલ એન્જિન સરકાર દ્વારા અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચવો અનિવાર્ય છે.

Advertisement

સમર્પણ અને સેવાભાવ સાથે કાર્ય કરવા આહવાન

ગૃહમંત્રીએ પ્રત્યેક નગરસેવકને (Corporator) જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અને સમર્પણ, સંવાદ તથા સેવા ભાવ સાથે કાર્ય કરવા આહવાન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ કાઉન્સિલરો વિસ્તારના વિકાસમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવશે. નાગરિકોના સેવા અને કલ્યાણ હેતુ અહર્નિશ પ્રતિબદ્ધ રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની જવાબદારી તેમણે કોર્પોરેટરઓના શિરે મૂકી હતી.

આ પણ વાંચોઃ Gujarat ના 5 જિલ્લાઓમાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, CM ની મોટી જાહેરાત

Tags :
Advertisement

.

×