Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar News: ANTF એ ગાંજાની હેરાફેરી કર્યો પર્દાફાશ, નેપાળથી બિહાર થઈને ગુજરાત સુધીનું નેટવર્ક

Gandhinagar News: ગાંધીનગર એન્ટિ-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે જેઠલજ ગામ નજીકથી 3 આરોપીઓને 4.6 કિલો ગાંજા સાથે ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો નેપાળથી બિહાર થઈને ગુજરાત લાવવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે જેથી સપ્લાય ચેઈનનો મુખ્ય સૂત્રધાર પકડાઈ શકે.
gandhinagar news  antf એ ગાંજાની હેરાફેરી કર્યો પર્દાફાશ  નેપાળથી બિહાર થઈને ગુજરાત સુધીનું નેટવર્ક
Advertisement

Gandhinagar News: ગાંધીનગર એન્ટિ-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ ડ્રગ્સ હેરાફેરીના નેટવર્ક સામે લાલ આંખ કરી છે. રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને રોકવા માટે ANTF દ્વારા સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ચોક્કસ બાતમી મળતા જ પોલીસે જેઠલજ ગામના સીમ વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને ગાંજાની હેરાફેરી કરતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

3 શખ્સની ધરપકડ

ઓપરેશન દરમિયાન પોલીસે ત્રણ શખ્સોને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. તપાસ કરતા તેમની પાસેથી 4.6 કિલોગ્રામ શુદ્ધ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તરત જ આ મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી સ્થાનિક પોલીસ માટે ડ્રગ્સ માફિયાઓ સામેની એક મોટી સફળતા માનવામાં આવે છે.

Advertisement

નેપાળથી બિહાર થઈને ગુજરાત સુધીનું નેટવર્ક

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ગાંજા સપ્લાયના ચોંકાવનારા રૂટની માહિતી સામે આવી છે. આ ગાંજો મૂળભૂત રીતે નેપાળથી લાવવામાં આવ્યો હતો અને બિહાર થઈને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં સપ્લાય કરવાનો તેમનો ઈરાદો હતો.

Advertisement

આગળની તપાસ હાથ ધરાઈ

હાલમાં ANTF ની ટીમ ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. આ ગાંજો કોને આપવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે જાણવા માટે પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Bharuch News: મહિલાઓના વાળ ખરીદવાની આડમાં લાખોની ચોરી, 6 ઘરફોડ ચોરીના ગુનામાં 2 તસ્કરો ઝડપાયા

Tags :
Advertisement

.

×